ગાંધી માય ફાધર'- પિતાના રૂપમાં રાષ્ટ્રપિતા

IFM
નિર્માતા- અનિલ કપૂ
નિર્દેશક - ફિરોજ અબ્બાસ મસ્તા
કલાકાર- અક્ષય ખન્ના, ભૂમિકા ચાવલા, શેફાલી છાયા, દર્શન જરીવાલ

સાચી ઘટનાઓ પર ફિલ્મ બનાવવી સહેલી વાત નથી. આ માટે હકીકતની શોધ કરવી પડે છે. તે સમયને ફરી જીવંત કરવો પડે છે. સાચા કલાકારોની પસંદગી કરવી પડે છે. આ કામ તે સમયે અઘરું થઈ પડે છે, જ્યારે ફિલ્મ મહાત્મા ગાંધી પર આધારિત હોય. મહાત્મા ગાંધી અને તેમના પુત્ર હરીલાલને ફિલ્મ પર બતાવવું એ એક મોટો પડકાર જેવું કામ છે.


રાષ્ટ્ર્પિતા મહાત્મા ગાંધીના વિશે તો સહું જાણે છે, પણ એક પિતાના રૂપમાં તેમના વિશે જાણકારી રાખનારા બહું ઓછા હશે. 'ગાંધી માય ફાધર' માં હરીલાલ ગાંધી અને ગાંધીજીના સંબંધો વિશે બતાવાયું છે.

હરીલાલની વાર્તા વધુ લોકો નથી જાણતા, તે માટે ફિલ્મ જોતી વખતે તમે શરુથી જ ફિલ્મ અને હરીલાલ જોડે જોડાઈ જાવ છો. નિર્દેશક ફિરોઝ અબ્બાસ ખાનની વાર્તા કહેવાની રીત જ જુદી છે.

મહાત્મા ગાંધીની છત્રછાયામાં રહેલા હરીલાલ રસ્તા પર માર્યા-માર્યા ફરતાં રહ્યા. તેમણે ધર્મ પરીવર્તન કર્યુ અને છેલ્લે દારૂમાં પોતાની જાતને ડુબાડી દીધી. આ આશ્ચર્યની વાત છે કે જે ગાંધીની વાત આખો દેશ માનતો હતો, તેમનો દીકરો જ તેમની વાત નહોતો. ફિલ્મનું દરેક દ્રશ્ય તમને જકડી રાખે છે.

ડેવિડ મેકડોનાલ્ડની સિનેમાટોગ્રાફી શાનદાર છે. પેની સ્મિથે કમાલનો મેકઅપ કર્યો છે. બધા કલાકારો તે જ ઉંમરના લાગે છે, જે ઉંમરનું તેઓ પાત્ર ભજવી રહ્યા છે.

અક્ષય ખન્ના હરીલાલના પાત્રને જીવ્યા છે. હરીલાલનો ગુસ્સો, કુંઠા, પ્રેમ અને દર્દને તેમને ખૂબ જ સરસ રીતે પ્રસ્તુત કર્યુ છે. આ તેમના જીવનના સુંદર અભિનયમાંથી એક છે. દર્શન જરીવાલાએ મહાત્મા ગાંધીનું ચરિત્ર ખૂબ જ કુશળતાથી નિભાવ્યું છે. કસ્તૂરબાના રૂપમાં શેફાલી છાયાએ બતાવી દીધું છે કે તે કેટલી શ્રેષ્ઠ અભિનેત્રી છે. હરીલાલ જ્યારે ઈસ્લામ ધર્મ અપનાવી લે છે અને કસ્તૂરબા તેમને મળવા જાય છે તે સમયે શેફાલીનો અભિનય જોવાલાયક છે. ભૂમિકા ચાવલાએ પણ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે.

નિર્દેશક ફિરોઝ અબ્બાસ ખાને ખૂબ જ સરસ ફિલ્મ બનાવી છે. તેમને તે સમયને જીવંત બનાવી દીધો છે. જે લોકો ફરિયાદ કરતા રહે છે કે સારી ફિલ્મો નથી આવતી તેમને આ ફિલ્મ જોઈને સંતોષ થશે.

વેબદુનિયા પર વાંચો