મોહિત સૂરી દ્વારા નિર્દેસિત ફિલ્મ 'ક્રૂક' એટલી ખરાબ ફિલ્મ છે કે સિનેમાઘરમાં બેસવુ મુશ્કેલ થઈ જાય છે.
લવ સ્ટોરીની બ્રેકડ્રોપમાં સામયિક ઘટનાઓ નાખેને ફિલ્મ બનાવવી એ વર્તમાન સમયના ફિલ્મકારોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર કેટલાક મહિના પહેલા હુમલા થયા હતા અને આજે પણ આ મુદ્દાનો સંપૂર્ણ રીતે અંત નથી આવ્યો. તેને જ આધાર બનાવીને 'ક્રૂક'ની વાર્તા બનાવવામાં આવી છે.
IFM
લવ સ્ટોરી, નસ્લીય હુમલા, સેક્સી સીન, ફિલ્મના હીરોની કમીઓ અને ગુણોને લઈને ન સમજાય તે રીતે આ ફિલ્મ અનેક ટ્રેક્સ પર ચાલે છે અને આ સૌને સમેટવા સ્ક્રીનપ્લે રાઈટર અંકુર તિવારી અને નિર્દેશક મોહિત સૂરીને માટે મુશ્કેલ થઈ ગયુ.
ફિલ્મ પર તે પૂરી તે નિયંત્રણ ન કરી શક્યા અને સ્ક્રીન પર બની રહેલ ઘટનાક્રમમાં કોઈ તાલમેલ જોવા ન મળ્યો.
અસલમાં ફિલ્મ સાથે જોડાયેલા લોકો એ નક્કી નથી કરી શક્યા કે તેઓ લવ સ્ટોરીમાં ફોકસ કરે કે ઓસ્ટ્રેલિયામાં થઈ રહેલ હુમલાઓ પર . અડધા અધૂરા મનથી તેના પર કામ કરવામાં આવ્યુ. આ ફિલ્મમાં લવસ્ટોરીની એટલી તીવ્રતા નથી દેખાતી કે દર્શકો પ્રેમથી પ્રભાવિત થાય અને ન તો નસ્લીય હુમલાના ઈશ્યુને સ્ટ્રીકલી ઉઠાવવામાં આવ્યો.
મોહિત સૂરીએ માની લીધુ કે ઈમરાન હાશમી ફિલ્મમાં છે તેથી દર્શકો હોટ કે બોલ્ડ સીનની આશાથી ફિલ્મ જોવા આવશે. તેથી તેમણે આ પ્રકારના દ્રશ્યોને વાર્તામાં તેની માંગ વગર ઠૂંસી દીધા.
ફિલ્મના પાત્રોને સારી રીતે લખવામાં આવ્યુ નથી. ઈમરાન હાશમી અભિનીત પાત્ર જય/સૂરજના પિતાવાળો પ્રસંગ અધૂરો લાગે છે. તે પ્રેમ કરે છે સુહાનીને અને સૂવે છે નિકોલ સાથે. તેના ગુણ અવગુણો વચ્ચેના કોયડાને સ્પષ્ટ નથી કરવામાં આવ્યો. સુહાનીના ભાઈ સમર્થના પાત્રને સમજવુ એ પણ માથાનો દુ:ખાવો છે.
નસ્લીય મુદ્દામાં લેખકે ભારતીયોને દોષી બતાવી દીધા છે અને એ પણ કોઈ પુરાવા વગર. જેમા ફિલ્મ જોવાની મજા જ ખરાબ થઈ જાય છે. ઈમરાન હાશમીના મિત્રો દ્વારા હસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જે બનાવટી લાગી અને જોઈને ગુસ્સો આવે છે.
IFM
'ઝહર' અને 'વો લમ્હે' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અને મોટી મોટી વાતો કરનારા નિર્દેશક મોહિત સૂરીનુ નિર્દેશન પણ બેકાર છે. એક ખરાબ રીતે લખાયેલ સ્ક્રીનપ્લેને તેમને ખૂબ ખરાબ રીતે રજૂ કર્યુ છે. દ્રશ્યો વચ્ચે તાલમેલનો અભાવ છે.
ઈમરાન હાશમી અને નેહા શર્માનો અભિનય સારા અને ખરાબ વચ્ચે અટવાયા કરે છે. અર્જુન બાજવા અને શૈલા એલેન અસર છોડે છે. પ્રીતમે થોડી સારી ધૂનો બનાવી છે. ટૂંકમાં ફિલ્મ 'ક્રૂક' : ઈટ્સ ગુડ ટૂ બી બેડ' ખરાબ અને બોરિંગ ફિલ્મ છે.