કી એન્ડ કા - ફિલ્મ સમીક્ષા

શુક્રવાર, 1 એપ્રિલ 2016 (16:36 IST)
વર્ષોથી પરંપરા ચાલી આવી રહી છે કે પુરૂષ બહાર કામ કરે અને સ્ત્રી ઘર સાચવે. પરિવર્તન એ થયુ છે કે કેટલીક સ્ત્રીઓ પણ બહારની જવાબદારી સંભાળવા લાગી છે અને તેમને ઘર અને બહારની ભૂમિકા ભજવવી પડે છે. પણ પુરૂષે ક્યારેય ઘરની જવાબદારી સાચવી નથી. જો કોઈ પુરૂષ આવુ કરે પણ છે તો તેને ટોંટ મારવામાં આવે છે કે તે પત્નીના કમાવેલ ટુકડાઓ પર જીવે છે. 
 
ઉલ્લેખનીય છે કે હાઉસવાઈફની કોઈ કિમંત જ નથી કારણ કે તે પૈસા નથી કમાવતી જ્યારે કે તેનુ કામ પણ ઓછી જવાબદારીવાળુ નથી.   પૈસા કમાવનારો ખુદને બીજા કરતા વધુ આંકે છે. જ્યારે હાઉસવાઈફને જ કોઈ મહત્વ નથી આપવામાં આવતુ તો હાઉસબસબેંડને કોણ પૂછે ? 
 
આર બાલ્કીની ફિલ્મ કી એંડ કા આ વિચાર પર આધારિત છે જેમા સ્ત્રી અને પુરૂષની ભૂમિકાઓને પલટી દેવામાં આવી છે. ફિલ્મનો નાયક કબીર અર્જુન કપૂર પોતાની માતાની જેમ ગૃહસ્થીનો ભાર ઉઠાવવા માંગે છે. બીજી બાજુ નાયિકા કિયા કરીના કપૂર મહત્વાકાંક્ષી મહિલા છે અને પૈસા કમાવે છે. બંનેના લવમેરેજ થાય છે. ખાવાનુ બનાવવુ, સાફ સફાઈ અને ઘરેલુ કામ કબીર કરે છે.  તે પોતાની પત્ની માટે સવારે કોફી બનાવે છે અને સાંજે તેના ઘરે આવવાની રાહ જોવે છે. 

ફિલ્મના નિર્દેશક અને લેખક આર. બાલ્કીએ ઈંટરવલ સુધી ફિલ્મને સારી રીતે બનાવી છે. કબીર અને કિયાની વાતચીત સાંભળવા લાયક છે અને આ દરમિયાન કેટલાક એવા દ્રશ્ય જોવા મળ્યા છે જેમા મનોરંજનનુ સ્તર ઉંચુ છે. ઈંટરવલના સમયે ઉત્સુકતા જાગે છે કે વિચાર તો સારુ છે હવે સ્ટોરી કેવી રીતે આગળ વધારવામાં આવે ? 
 
બીજા હાફમાં ફિલ્મ લડખડાવે છે અને વધેલી અપેક્ષાઓ પર ખરી નથી ઉતરતી. તેમ છતા દર્શકોને બાંધીને રાખે છે. અહી નવી વાત એ જોવા મળે છે કે કમાવનાર સ્ત્રી હોય કે પુરૂષ ખુદને સુપીરિયર સમજે છે. કબીર અને કિયા વચ્ચે વિવાદ થાય છે અને કિયાના મોઢેથી નીકળી જાય છે. 
 
 કિયાને એવી મહિલા બતાવી છે જે બાળક નથી ઈચ્છતી. આ વિચાર બધાના નથી હોતા. હકીકત એ છે કે સ્ટોરીમાં ત્યારે વધુ સ્પષ્ટતા આવે છે જ્યારે બતાવાય છે કે કિયા મા બનતી અને બાળકોની દેખરેખ કરતી ત્યારે શુ થતુ ? પણ આર બાલ્કી આટલા આગળ જવા માંગતા નહોતા. તેમણે ફક્ત મનોરંજન માટે ફિલ્મ બનાવી છે કે આવુ થાય તો કેવુ થાય. 
 
લેખનના બદલે તે પોતાના નિર્દેશનથી વધુ પ્રભાવિત કરે છે. એક લેખકના રૂપમાં તેમની પાસે ફક્ત વિચાર હતો જેને દ્રશ્યોના માધ્યમથી તેમણે ફેલાવ્યો. જેના પર તેમણે ખાસી મહેનત કરવી પડી.  અનેક નાના નાના ક્ષણ તેમણે સારી રીતે બનાવ્યા છે અને ફિલ્મની તાજગીને કાયમ રાખી છે. 
 
 ફિલ્મમાં લીડ કલાકારોનો અભિનય પણ દર્શકોને ફિલ્મ સાથે જોડી રાખે છે. કરીના કપૂરનો અભિનય સરસ છે. તેમણે પોતાના પાત્રને ઠીક સમજ્યુ છે  અને એવુ જ પરફોર્મ કર્યુ. અર્જુન કપૂર સાથે તેમની જોડી સારી લાગે છે. અર્જુન કપૂર ઝડપથી સીખી રહ્યા છે. કેટલાક દ્રશ્યોમાં તેમનો અભિનય સારો તો ક્યાક નબળો છે. સ્વરૂપ સંપત લાંબા સમય પછી જોવા મળી અને તે પોતાની હાજરી નોંધાવે છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો નાનકડા રોલમાં સારો ઉપયોગ થયો છે. 
 
ફિલ્મના સંવાદ હસાવે છે. કેટલાક ગીત પણ સારા છે. કબીરની રેલ પ્રત્યે દીવાનગીને પણ ફિલ્મમાં સારી રીતે દર્શાવાઈ છે. 
 
એક ઉમદા વિચાર પર બનાવેલ કી એંડ કા વધુ સારી બની શકતી હતી, છતા તેને જોઈ શકાય છે. 
 
બેનર  : ઈરોસ ઈંટરનેશનલ, હોપ પ્રોડક્શંસ 
નિર્માતા  : સુનીલ લુલ્લા, રાકેશ ઝુનઝુનવાલા, આરકે દમાની, આર. બાલ્કી 
નિર્દેશક  : આર બાલ્કી 
સંગીત  : ઈલૈયારાજા 
કલાકાર  : અર્જુન કપૂર, કરીના કપૂર ખાન, સ્વરૂપ સંપત, રજત કપૂર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન. 
સેંસર સર્ટિફિકેટ  : યૂએ ર કલાક 6 મિનિટ 
રેટિંગ  : 3/5 

વેબદુનિયા પર વાંચો