ઈ.એમ.આઈ : નિરાશ કરે છે

IFM
નિર્માતા : સુનીલ શેટ્ટી, શબ્બીર ઈ. બોક્સરવાલા, શોભા કપૂર
નિર્દેશક : સૌરભ કાબરા
સંગીત : ચિરંતન ભટ્ટ
કલાકાર : સંજય દત્ત, ઉર્મિલા માતોડકર, અર્જુન રામપાલ, મલાઈકા અરોરા ખાન, આશીષ ચૌધરી, નેહા ઓબેરોય, કુલભૂષણ ખરબંદા, મનોજ જોશી, દયા શંકર પાંડે.

લોન લઈને વસ્તુઓ ખરીદવાની પ્રવૃત્તિ દિવસો-દિવસ વધતી જાય છે. વસ્તુઓ ખરીદો અને ઈજી મંથલી ઈંસ્ટોલમેંટ પર પેમેંટ કરો. આને આધાર બનાવીને નિર્દેશક સૌરભ કાબરાએ 'ઈ.એમ.આઈ.'નુ નિર્માણકર્યુ છે.

ફિલ્મમાં ચાર વાર્તાઓ એક સાથે ચાલે છે, જેની સાથે એક ભાઈ પણ છે. આ ભાઈ જે લોકો પૈસા આપવાની આનાકાની કરે છે તેમની પાસેથી પૈસા વસૂલ કરવાની સાથે-સાથે તેમની સમસ્યાઓનો પણ નિકાલ લાવે છે.

એક સારી શરૂઆત મળ્યા પછી 'ઈ.એમ.આઈ' એક મસાલા ફિલ્મમાં પરિવર્તિત થઈ જાય છે. પૈસા વસૂલી કરતા કરતા તેને પ્રેમ પણ થઈ જાય છે, જેને બતાવવા માટે ઘણું ફૂટેજ વેડફી નાખ્યું છે. વાર્તા જે ઉદ્દેશ્યને લઈને બની હતી તે તેનાથી ભટકી ગઈ છે.
P.R

નિર્દેશક સૌરભ કાબરાએ વિષય તો સારો પસંદ કર્યો છે, પરંતુ એની સાથે તેઓ ન્યાય નથી કરી શક્ય. સંગીત પણ દમ વગરનું છે અને કેટલાક ગીત હટાવી શકાય છે.

સંજય દત્ત 'ભાઈ'ના રૂપમાં હંમેશા સારા લાગે છે અને આ ફિલ્મમાં પણ તેઓ 'ભાઈ'ના રૂપમાં તેમનું ફોર્મ યથાવત રાખવામાં સફળ રહ્યા છે. અર્જુન રામપાલ અને કુલભૂષણ ખરબંદાનો અભિનય પણ સારો છે. ઉર્મિલાને વધુ તક નથી મળી.

ટૂંકમા 'ઈ.એમ.આઈ.' નિરાશ કરે છે.