બદલાપુરમાં નવાજુદ્દીન સિદ્દકીએ એટલો શાનદાર અભિનય કર્યો છે કે તે ફિલ્મને નુકશાન પહોંચાડી ગયા. હીરો, સ્ક્રિપ્ટ. નિર્દેશક પર તો તેઓ ભારે પડ્યા જ છે સાથે જ ખલનાયક હોવા છતા દર્શકોની સહાનુભૂતિ હીરો સાથે નથી થવા દેતા. દર્શક નવાજુદ્દીનની અદાયગીના કાયલ થઈ જાય છે અને ફિલ્મના હીરોના દુખને અનુભવ નથી કરતા જેની પત્ની અને બાળકને ખલનાયકે મોતને ઘાટ ઉતારી દીધા છે.
દ્રશ્યોની ચોરી કરવી એટલે શુ એ નવાજુદ્દીનના અભિનયથી અનુભવી શકાય છે. સાધારણ સંવાદોને પણ તેમણે એટલા જોરદાર બનાવી દીધા છે કે તાળીઓ સાંભળવા મળે છે. શરીર તેમનુ એવુ છે કે જોરથી હવા ચાલે તો પડી જાય પણ તેમના તેવરને જોતા ભય લાગે છે. આ સૌ વચ્ચે તેઓ હસાવે પણ છે.
બદલાપુરની વાત કરવામાં આવે તો આ બદલા પર આધારિત મૂવી છે. બદલા પર બનેલી ફિલ્મોની સંખ્યા હજારોમાં છે પણ આ ફિલ્મ આ વિષયને નવા અંદાજમાં રજુ કરે છે. શ્રેષ્ઠ પ્રસ્તુતિકરણને કારણે આ ડાર્ક મુવી દર્શકોને બાંધી રાખે છે.
રઘુ (વરુણ ધવન)ની પત્ની (યામી ગૌતમ) અને પુત્ર એક બેંક લૂંટ દરમિયાન માર્યા જાય છે. રઘુ આ ઘટનામાંથી બહાર નથી આવી શકતો. આ લૂંટમાં પોલીસ લાયક (નવાજુદ્દીન સિદ્દકી)ને પકડી લે છે અને તે આ અપરાધમાં પોતાઆ પાર્ટનર (વિનય પાઠક)નુ નામ પોલીસને નથી બતાવતો. લાયકને 20 વર્ષની સજા થાય છે. બીમારીના કારણે તે 15 વર્ષની સજા કાપી બહાર આવે છે અને રઘુને બદલો લેવાની તક મળે છે.
શ્રીરામ રાઘવને સાધારણ વાર્તાને પોતાના નિર્દેશકીય કૌશલથી જોવા લાયક બનાવી છે. તેમણે એક હસીના થી અને જોની ગદ્દાર જેવી ઉમ્દા ફિલ્મો બનાવી છે. પણ અત્યાર સુધી મોટી સફળતા તેમનાથી દૂર છે. તેમા કોઈ બે મત નથી કે તેઓ પ્રતિભાશાળી નિર્દેશક છે.
બદલાપુરના પાત્રોની આ ખુબી છે કે તેમના મગજમાં શુ ચાલી રહ્યુ છે તેને વાંચવુ સરળ નથી. રાઘવને દર્શકો સામે બધા કાર્ડ્સ ખોલી નાખ્યા અને આ કાર્ડ્સને પાત્ર કેવી રીતે રમે છે તેના દ્વારા રોમાચ જન્માવ્યો છે. દર્શકને ફિલ્મ સાથે જોડવામાં નિર્દેશકે સફળતા મેળવી છે અને દર્શકોના મગજને તે વ્યસ્ત રાખે છે. ફિલ્મ જોતી વખતે અનેક સવાલ ઉભા થાય છે અને મોટાભાગના જવાબ મળે છે.
ફિલ્મમાં થોડી ઉણપો છે. ખાસ કરીને સેકંડ હાફમાં ફિલ્મ થોડી વિખેરાય છે અને ક્લાઈમેક્સમાં ફિલ્મના વિલનના વ્યવ્હારમાં આવેલ પરિવર્તન હેરાન કરે ક હ્હે. દિવ્યા દત્તાનુ પાત્ર પણ ફિલ્મમાં મિસફિટ લાગે છે. પણ આ ઉણપો ફિલ્મ જોવામાં અવરોધ ઉભો નથી કરતી.
વરુણ ધવને લવર બોયની ઈમેજને ઉતારી ફેંકવાનુ સાહસ બતાવ્યુ છે. એક બાળકના પિતા અને ફોર્ટી પ્લસનુ પાત્ર ભજવવામાં તેમણે કોઈ વાંધો નથી ઉઠાવ્યો. કેટલાક દ્રશ્યોમાં તેમનો અભિનય નબળો પણ રહ્યો છે પણ તેમના પ્રયત્નમાં ગંભીરતા જોવા મળી છે.
યામી ગૌતમ માટે વધુ કરવાનુ નહોતુ. હુમા કુરૈશીનો અભિનય સારો છે. દિવ્યા દત્તા અસર નથી છોડી શકી.
પોલીસ ઓફિસરના રૂપમાં કુમુદ મિશ્રા પ્રભાવિત કરે છે અને તેમનો રોલ ફિલ્મની અંતિમ રીલોમાં સ્ટોરીમાં નવુ એંગલ બનાવે છે. રાધિકા આપ્ટેનો અભિનય જોરદાર છે. એક સીનમાં રઘુ તેને કપડા ઉતારવાનુ કહે છે અને આ સીનમાં તેના ચેહરાનો ભાવ જોવા લાયક છે.
સચિન જીગરનુ સંગીત જોરદાર છે. નિર્દેશકના વખાણ કરવ પડશે કે તેમણે ગીતોને ફિલ્મમાં અવરોધ નથી બનવા દીધા.
બદલાપુરની સ્ટોરી જરૂર સામાન્ય છે પણ શ્રેષ્ઠ અભિનય અને ઉમ્દા નિર્દેશને ફિલ્મને જોવા લાયક બનાવી છે.