ફેન- ફિલ્મ સમીક્ષા

શુક્રવાર, 15 એપ્રિલ 2016 (17:24 IST)
સુપરસ્ટાર્સ અને ફેંસની વચ્ચેનો સંબંધ પણ વિચિત્ર છે. જેને તમે ક્યારેય મળ્યા નથી જે તમને જાણતો પણ નથી અને તમે તેના દિવાના થઈ જાવ છો. આ સંબંધો પર ઋષિકેશ મુખર્જીએ ગુડ્ડી નામની શ્રેષ્ઠ ફિલ્મ બનાવી હતી. જેમા કલાકાર ધર્મેન્દ્રની દિવાનીનો ફિલ્મના અંતમા આ વાત સાથે પરિચય થાય છેકે ધર્મેન્દ્ર તો એક સામાન્ય વ્યક્તિ છે. મનીષ શર્માની ફૈનમાં પ્રશંસક પર ઉન્માદ છવાય જાય છે જ્યારે તેનો પ્રિય કલાકાર તેને પાંચ મિનિટ પણ નથી આપતો. 
 
દિલ્હીમાં સાયબર કેફે ચલાવનારો ગૌરવ ચાન્દના સુપર સ્ટાર આર્યન ખન્નાનો દિવાનો છે. ગૌરવનો ચહેરો પણ તેના પ્રિય કલાકાર સાથે મળતાવડો છે. સ્ટેજ પર તેની નકલ કરીને તે ઈનામ જીતે છે અને આર્યને મળવા મુંબઈ ચાલ્યો આવે છે.  હોટલમાં તે એ જ રૂમમાં રહે છે જ્યા સંઘર્ષના દિવસોમાં આર્યન રોકાયો હતો. 
 
ગૌરવ એક યુવા કલાકારને એ માટે મારે છે કારણ કે તેણે આર્યન વિશે ખરાબ બોલ્યુ હતુ.  મારપીટનો વીડિયો તે આર્યનને પહોંચાડે છે.  જેથી તે ખુશ થઈ શકે. પરંતુ તેના બદલામાં આર્યન તેને જેલની હવા ખવડાવી દે છે. તેનાથી ગૌરવ ખૂબ જ દુખી થાય છે.  તેના પર જીદ સવાર થઈ જાય છે કે તે આર્યન તેને આ બદલ 'સૉરી' કહે. 
 
 

હતાશ થઈને તે દિલ્હી પહોંચે છે અને પોતાની દુકાન વેચી દે છે. આ રકમ મેળવીને તે આર્યનની પાછળ લંડન 
પહોંચી જાય છે.  પોતાનો ચેહરો આર્યનના ચેહરાને મળતો હોવાનો ફાયદો ઉઠાવીને તે મેડમ તુસાદમાં ગેરવર્તણૂંક કરે છે. જેનો જવાબદાર આર્યનને સમજવામાં આવે છે અને પોલીસ તેની ધરપકડ કરી લે છે. 
ગૌરવ ત્યારબાદ એ અરબપતિના લગ્નમાં ઘુસી જાય છે જ્યા આર્યન પરફોર્મ કરવાનો હતો. ત્યા એક યુવતી સાથે ગૌરવ ગેરવર્તણૂંક કરે છે અને તેનો પણ જવાબદાર આર્યનને સમજવામાં આવે છે. આર્યન સમજી જાય છે કે આ ગૌરવની હરકત છે. ગૌરવ ત્યારબાદ મુંબઈમાં આર્યનના ઘર સુધી પહોંચી જાય છે. આર્યનની જીતેલી ટ્રોફિઓ તોડી નાખે છે. હવે  સુપરસ્ટાર પોતાના ફેન પાછળ પડી જાય છે. 
 
મનીષ શર્માએ ફિલ્મની સ્ટોરી લખી છે જેના દ્વારા તેમને એક સુપરસ્ટાર અને તેના પ્રશંસકની મનોદશાને સમજવાની કોશિશ કરી છે. ફિલ્મનો પ્રથમ હાફ સારો છે. ગૌરવની પોતાના સુપરસ્ટાર પ્રત્યે દિવાનગી.. દિલ્હીથી મુંબઈની યાત્રા, સુપરસ્ટારને મળવાની કોશિશ સારી લાગે છે. અહી સુધી કે મનીષે ફિલ્મને વાસ્તવિકતાની નિકટ રાખ્યુ છે. 
 
બીજા હાફમાં ફિલ્મ પાટા પરથી  ઉતરી જાય છે. લેખકે બધા લૉજિક એક બાજુ પર મુકીને પોતાના હિસાબે ફિલ્મને લખી છે. ગૌરવ પાસે સુપરસ્ટારનો નંબર ક્યાથી આવ્યો ? મેડમ તુસાદ સંગ્રહાલયમાં તેનુ ઘુસવુ, ગેરવર્તણૂંક કરવી અને ત્યાથી બચીને નીકળી જવુ સહેલુ નથી.  આ જ રીતે તે અરબપતિના ઘરમાં ઘુસી જાય છે. આર્યન બનીને સ્ત્રીઓ સાથે ડાંસ કરવો સુપરસ્ટાર આર્યનના ઘરમાં ઘુસવુ આ બધા પ્રકરણ એકદમ નકલી લાગે છે. 

ઈંટરવલ પહેલા નિર્દેશકે ફિલ્મને રિયાલિટીના બેસ પર બનાવી છે. પણ ઈંટરવલ પછી ફિલ્મ વાસ્તવિકતાથી ખૂબ દૂર થઈ જાય છે. ફિલ્મ જોતી વખતે મગજમાં એ વાત ઉભી થાય છે કે સુપરસ્ટાર આર્યન પોલીસની મદદ કેમ નથી લેતો. કેમ તે આ વાત પોલીસને બતાવતો નથી કે આ બધી હરકત ગૌરવની છે. માન્યુ કે તે વિદેશમાં રહે છે પણ ભારતના આટલા મોટા સ્ટારની વાત પોલીસ માની શકતી હતી. 
 
બે ત્રણ ઘટનાઓ પછી તે પ્રેસ કોન્ફરેંસમાં જણાવે છે કે આ હરકત કરનારો વ્યક્તિ કોઈ બીજો છે. પણ તે ગૌરવનુ નામ નથી બતાવતો. કેમ આર્યન આ જીદ પર અડ્યો રહે છે કે તે ખુદ ગૌરવને શોધશે.  આ વાતને ન બતાવવા પાછળ કોઈ વિશેષ કારણ નહોતુ. આ પ્રશ્ન તેને સતાવ્યા કરે છે કે ફાલતૂ સ્ટોરીને ફેરવી રાખી છે.  વાત કરવાથી સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. ગૌરવ પોતાના પ્રિય કલાકારનો ભક્ત રહે છે. તેને પાંચ મિનિટનો સમય આર્યન ખન્ના કેમ નથી આપતો. આ પણ સમજાતુ નથી. ત્યારબાદ ગૌરવની સૉરી વાળી જીદ પણ મહત્વ નથી રાખતી. 
 
ગૌરવ અને આર્યનનો ચહેરો મળતાવડો છે. પણ બંનેમાં અંતર અનુભવી શકાય છે. ગૌરવ યુવા છે, તેના દાંત બહાર છે. પણ લેખકોએ જ્યારે ફાવ્યુ ત્યારે અંતર ઉભુ કર્યુ અને જ્યારે મન કર્યુ ત્યારે અંતર મિટાવી દીધુ. મનીષ શર્મા અને તેમના લેખકોની ટીમે અનેક ભૂલો કરી છે. સ્ક્રિપ્ટની આ ઉણપો નાની મોટી નથી અને આ ફિલ્મ જોતી વખતે ધ્યાન ભંગ કરે છે. 
 
નિર્દેશકના રૂપમાં પણ મનીષ વિશેષ પ્રભાવ નથી કરી શક્યા. અનેક સ્થાને ફિલ્મમાં કન્ટીન્યૂટીની કમી લાગે છે.  
શાહરૂખ ખાનની અગાઉની કેટલીક ફિલ્મો ભલે બોક્સ ઓફિસના હિસાબથી સફળ રહી હોય પણ દર્શકોએ એ ફિલ્મોને જોઈને સંતોષ નહોતો મેળવ્યો. પોતાના ચિર પરિચિત અંદાજમાંથી બહાર નીકળીને શાહરૂખે કંઈક જુદુ કરવાની કોશિશ કરી છે.  જો કે પ્રયાસ સફળ ન રહ્યો. પણ પોતાના કંફર્ટ જોનમાંથી બહાર આવવા માટેના તેના પ્રયાસની  પ્રશંસા કરી શકાય છે. 
 
 શાહરૂખે પોતાના અભિનય દ્વારા ફિલ્મ સાથે દર્શકોને જોડવાની ભરપૂર કોશિશ કરી છે. પણ કમજોર સ્ક્રિપ્ટને તે ક્યા સુધી ટેકો આપતા. શાહરૂખે ડબલ રોલ કર્યો છે અને આખી ફિલ્મમાં તેમનો દબદબો રહ્યો છે.  ગૌરવના રૂપમાં મેકઅપના કમાલથી તે ખૂબ જ યુવા અને પાતળા જોવા મળ્યા. તેમણે ગૌરવ માટે બોલવાના ડાયલોગ અને બોડી લૈગ્વેઝ એકદમ જુદી રાખી. ગૌરવના રૂપમાં તે દર્શકોનુ મનોરંજન કરે છે. શાહરૂખ ઉપરાંત ફિલ્મમાં કોઈપણ એવુ પાત્ર નથી જે યાદ રહે. 
 
ટૂંકમાં ફૈન માં એવી વાત નથી કે તમે તેના ફૈન બની જાવ.. 
 
બૈનર - યશ રાજ ફિલ્મ્સ 
નિર્માતા - આદિત્ય ચોપડા 
નિર્દેશક - મનીષ શર્મા 
સંગીત - વિશાલ-શેખર 
કલાકાર - શાહરૂખ ખાન 
સેંસર સર્ટિફિકેટ - યૂએ *2 કલાક 22 મિનિટ 26 સેકંડ્સ 
રેટિંગ - 2.5/5 
 

વેબદુનિયા પર વાંચો