ફિલ્મ સમીક્ષા - ભારતમાં અત્યાર સુધી નથી બની 'બાહુબલી' જેવી ફિલ્મ, વાંચો શુ છે ખાસ
શનિવાર, 11 જુલાઈ 2015 (12:43 IST)
ઉત્તર ભારતીય સિને પ્રેમીઓ માટે આ ફિલ્મના નિર્દેશકનું નામ બેશક નવુ હોઈ શકે છે પણ જો દર્શકોને આ બતાવવામાં આવે કે ત્રણ વર્ષ પહેલા આવેલ ફિલ્મ 'મક્ખી' ના નિર્દેશક આ જ મહાશય હતા તો શરીરમાં તરાવટ અને ચેહરા પર મુસ્કાન આવવામાં વાર નહી લાગે. રાજામૌલીની ઓળખ જ આ છે. મસાલા ફિલ્મો દ્વારા તેઓ મનોરંજનને એ સ્તર પર લઈ જાય છે જ્યા તથ્યોની શક્યતા નથી રહેતી. કારણ કે તેમનું રચનાત્મક શિલ્પ દર્શકોને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. આ ફિલ્મ પણ કલ્પના લોકની એક એવી દુનિયા છે જેનુ વર્ણન કથા કહાનીમાં અનેક વખત જુદી જુદી રીતે કરવામાં આવી ચુક્યુ છે.
હિન્દુસ્તાનની સૌથી મોંઘી ફિલ્મના રૂપમાં તેમણે આ વખતે રાજામૌલીને 'બાહુબલી' નુ નિર્માણ કર્યુ છે. જેનુ બજેટ લગભગ 250 કરોડ રૂપિયા બતાવાય રહ્યુ છે. ફિલ્મનુ કથાનક પૌરાણિક કથાઓનો નિચોડ છે. 'બાહુબલી' ના નાયક શિવા (પ્રભાસ)પોતાની માતા પાસે આવી વાર્તાઓ સાંભળીને મોટો થયો છે. તેના ગામમા પહાડોની પાછળ એક વિશાળ ઝરણું છે. જેના વિશે પ્રચલિત છેકે તેની પાછળ ભૂત પ્રેત રહે છે.
એક દિવસ શિવાને એક મુખોટુ મળે છે. જે એ જ ઝરણામાંથી પડ્યુ છે. એક યુવતીના મુખોટા પાછળ છિપાયેલુ કૌતુહલ તેને ઝરણાને પાર લઈ જાય છે. જ્યા તેનો સામનો થાય છે અવંતિકા (તમન્ના ભાટિયા) સાથે. અહી તેને એક નવો જ સંસાર જોવા મળે છે. કેટલાક રહસ્યો સાથે તેની ઓળખ પણ થાય છે પણ સૌ પહેલા તે અવંતિકાને એક યુવતી હોવાનો અહેસાસ જે બદલાની આગમાં એક યૌદ્ધા બની ચુકી છે. અવંતિકાના જીવનનો મક્સદ જાણ્યા પછી તે તેની મદદ પણ કરે છે અને એકલો રાણી દેવીસેના (અનુષ્કા શેટ્ટી)ને છોડાવવ મહેશાધિપતિ સામ્રાજ્ય સાથે ટક્કર લેવા ચાલી પડે છે.
અહી તેનો સામનો ભલ્લાલ દેવ (રાણા દગ્ગુબાટી) જેવા તાકતવર-ક્રૂર રાજા જેના જાંબાજ સેનાપતિ કટ્ટપ્પા (સત્યરાજ) અને ધૂર્ત
પિતા બજ્જલા દેવ (નાસિર) સાથે થાય છે. શિવા એ જોઈને હેરાન રહી જાય કે ભલ્લાલના અત્યાચારોથી પીડિત રાજ્યની પ્રજા તેને જોઈને બાહુબલી બાહુબલીના જયકારો બોલાવવા લાગે છે. કોણ છે આ બાહુબલી ? આ વાત ભલ્લાલ કટ્ટપ્પા અને બજ્જલાને પણ પરેશાન કરે છે.
કોઈપણ રીતે શિવા દેવીસેનાને મુક્ત કરી લે છે અને પછી કટ્ટપ્પા તેને તેનો અતિત બતાવે છે જે એક જમાનામાં દેવીસેનાનો વફાદાર હતો. આ અતીતમાં છિપાયેલુ છે મહેશાધિપતિ સામ્રાજ્યનુ ગૌરવ અને રાણી સિવાગમી (રમૈયા)ની દ્રઢ નિશ્ચયતા. ભલ્લાલ અને વજ્જલ્લાની ધૂર્તતા અને ક્રૂરતા.
લગભગ અઢી કલાકની આ ફિલ્મ ઈંટરવલથી પહેલા કોઈ નોવેલની જેમ ચાલે છે. પાત્ર પરિચય અને ભૂમિકાની સાથે તેમા ધીરે ધીરે એક રવાનગી આવે છે અને ઈંટરવલ પછી પલક ઝપકાવવાની તક જ નથી મળતી. તેમા કોઈ શક નથી કે ફિલ્મને ભવ્યતા પ્રદાન કરવામાં પાણીની જેમ પૈસા વહેવડાવ્યા હ્ચે. જે સાર્થક લાગે છે. મહેલ, પૌરાણિક નગર, શિલ્પ, પોશાક અસ્ત્ર શાસ્ત્ર અને વાર્તા કહેવાના ઢંગ ફિલ્મમાં બાંધી રાખે છે. સ્પેશ્યલ ઈફેક્ટ્સ દ્વારા પ્રાકૃતિક સૌદર્યનુ એક નવુ રૂપ આપવામાં આવ્યુ છે. ગીતોનુ ફિલ્માંકન વગેરે અદ્દભૂત છે. જેમા વિશેષ પ્રભાવનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
યુદ્ધ કલા અને તેનુ ચિત્રણ દિલને ગમી જાય છે. સારી વાત તો એ છે કે આ બધુ લોહી લુહાણથી ખૂબ જ દૂર છે. કલાકારોનો
અભિનય પણ સારો છે. પણ અનેક દ્રશ્યોમાં ખૂબ જ અંધારુ છે. ખાસ કરીને શિવા રાણીને મુક્ત કરાવનારો સીન જે લગભગ 15-20 મિનિટનો પૂર્ણ અંધારામાં છે. પૌરાણિક કથાઓ દ્વારા આ પ્રકારની ભવ્યતા અને ચિત્રણ આ પહેલા જે અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળી છે તે બધી જ આમા છે.
‘હૈરી પોટર’, ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’, ‘ધ હૉબિટ’, ‘ધ ગ્લૈડિએટર’ જેવુ મનોરંજન આ ફિલ્મમાં છે. પણ કેટલીક વાતો ખૂંચે પણ છે. જેવી કે હિન્દીમાં ડબ કરવામાં આવેલ ભાષા. એક બાજુ અદ્દભૂત પ્રતિઘાટ, અવિરલ, જયઘોષ જેવા શબ્દોનો પ્રયોગ છે જે બીજી બાજુ ઈન લાશોને દફના, જેવુ સંબોધન હવે નિર્દેશકે તમિલ-તેલુગૂમાં શુ કહેવડાવ્યુ એ ખબર નહી...
ફિલ્મનો બીજો ભાગ આવતા વર્ષે રજુ થશે.. નહી નહી.. આ ફિલ્મની સીકવલ નહી. બીજો ભાગ. કારણ કે આ વખતે સ્ટોરી ફક્ત બાહુબલીની ઓળખ સુધી જ બતાવાઈ છે. હજુ તો ભલ્લાલ દેવનો ખાત્મઓ બાકી છે. શિવા અને અવંતિકાની લવસ્ટોરી બાકી છે.કે સિવાગની જેવી વીરાંગનાનું સત્ય જાણવુ બાકી છે.