3 ઈડિયટ્સ - કાબેલિયત અને સફળતા વચ્ચે અંતર

IFM
બેનર : વિધુ વિનોદ ચોપડા પ્રોડક્શંસ
નિર્માતા : વિધુ વિનોદ ચોપડા
નિર્દેશક : રાજકુમાર હિરાની
લેખક : રાજકુમાર હિરાની, અભિજીત જોશી, વિધુ વિનોદ ચોપડા
ગીત - સ્વાનંદ કિરકિરે
સંગીત : શાંતનુ મોઈત્રા
કલાકાર : આમિર ખાન, કરીના કપૂર, આર. માધવન, શરમન જોશી, બોમન ઈરાની, ઓમી, મોના સિંહ, પરીક્ષિત સહાની, જાવેદ જાફરી.

રાજકુમાર હિરાનીની ખાસિયત એ છે કે ગંભીર વાતો મનોરંજક અને હસતાં-હસતાં કહી દેવામાં આવે છે. જેમણે એ વાત સમજમાં નથી આવતી તેમનુ થોડુઘણુ મનોરંજન તો થઈ જ જાય છે.

ચેતન ભગતનો ઉપન્યાસ 'ફાઈવ પોઈંટ સમવન'થી પ્રેરિત ફિલ્મ '3 ઈડિયટ્સ' દ્વારા હિરાનીએ વર્તમાન શિક્ષા પ્રણાલી, પેરેટ્સ દ્વારા બાળકો પર કંઈક બનવાનો દબાવ અને પુસ્તકિયા જ્ઞાનની ઉપયોગિતા પર મનોરંજક રૂપે પ્રશ્ન ઉઠાવ્યો છે.

દરેક વિદ્યાર્થી એક એન એક વાર એ જરૂર વિચારે છે કે જે તે ભણી રહ્યો છે તેની શુ ઉપયોગિતા છે. વર્ષો જૂની લખેલી વાતોને તેણે રટવુ પડે છે. કારણ કે પરીક્ષામાં નંબર લાવવાના છે. જેના આધારે નોકરી મળે છે. તેને એક એવી સિસ્ટમને અપનાવવી પડે છે, જેમા તેને વૈચારિક આઝાદી નથી મળી શકતી.

માતા-પિતા પણ તેથી દબાવ નાખે છે કારણ કે સમાજમાં યોગ્યતા માપવા માટેનુ માપદંડ ડિગ્રી છે. ઘણા છોકરા-છોકરીઓ માત્ર એ માટે ડિગ્રી મેળવે છે કે તેમને યોગ્ય જીવનસાથી મળી શકે.

આ બધી વાતોને હિરાનીએ એક બોરિંગ રીત કે ઉપદેશાત્મક રીતે રજૂ ન કરતા મનોરંજકની ચાસણીમાં લપેટીને પોતાની વાત લોકો સામે મૂકી છે. આમિર-હિરાની કોમ્બિનેશન'ના કારણે અપેક્ષાઓ આ ફિલ્મ ખૂબ વધી ગઈ છે અને આ બંને પ્રતિભાશાળી વ્યક્તિ નિરાશ નથી કરતા.

રણછોડદાસ શ્યામલદાસ ચાંચડનુ નિક નેમ રાંચો છે. એંજિનિયરિંગ કોલેજમાં રાંચો(આમિર ખાન), ફરહાન કુરૈશી (આર. માધવન) અને રાજૂ રસ્તોગી (શરમન જોશી) રૂમ પાર્ટનર્સ છે.

IFM
ફરહાન વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવા માંગે છે, પરંતુ તેના જન્મ પછીના એક દિવસ પછી જ તેને એંજિનિયર બનવાનુ છે. આ તેના હિટલર પિતાએ નક્કી કરી લીધુ હતુ. તે મરતાં-મરતાં ભણી રહ્યો છે.

રાજૂનો પરિવાર આર્થિક રૂપે ખૂબ જ કમજોર છે. ભવિષ્યનો ભય તેને સતાવતો રહે છે. વિજ્ઞાનનો છાત્ર હોવા છતા તે તમામ અંધવિશ્વાસથી ધેરાયો છે. અભ્યાસ કરતા તેને વધુ વિશ્વાસ હાથમાં પહેરેલી ગ્રહ શાંતિની આંગળીઓ અને પૂજા-પાઠ પર છે. તે ભય હેઠળ ભણી રહ્યો છે.

રાંચો એક જુદા જ ટાઈપનો માણસ છે. ઉડતી હવા જેવો, ઉડતી પતંગ જેવો, તે ગ્રેડ, માર્ક્સ, પુસ્તકી જ્ઞાન પર વિશ્વાસ નથી કરતો. સરળ ભાષામાં કહેવાતી વાત તેને ગમે છે. તેનુ માનવુ છે કે જીંદગીમાં એ કરો, જે તમારુ દિલ કહે. તે સફળતા અને કાબેલિયતનો ફરક પોતાના મિત્રોને સમજાવે છે.

રાંચોના વિચારો સાથે કોલેજના પ્રિંસીપલ વીર સહસ્ત્રબુધ્ધે(બોમન ઈરાની)બિલકુલ સહેમત નથી. તેઓ જીંદગીની ઉંદર-બિલ્લીની દોડમાં ભાગ લેવા માતે એક ફેક્ટરીની જેમ વિદ્યાર્થીઓને તૈયાર કરે છે.

િલ્મ '3 ઈડિયટ્સ'ની ફોટોગેલેરી જોવા ક્લિક કરો.

અભ્યાસ પૂરો થતા રાંચો અચાનક ગાયબ થઈ જાય છે. વર્ષો પછી રાંચોના મિત્રોને તેના વિશે એક સબૂત મળે છે અને તેઓ તેને શોધવા નીકળી પડે છે. આ દરમિયાન તેમને રાંચો વિશે ઘણુ નવુ જાણવા મળે છે.

વાર્તાને સ્ક્રીન પર કહેવામાં હિરાની નિપુણ છે. ફ્લેશબેકનો તેમણે શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. હીરાની અને અભિજાત જોશીએ મોટાભાગના દ્રશ્યો એવા લખ્યા છે જેના હસવા પર, રડવા પર કે વિચારવા પર મજબૂત કરે છે.

પોતાની વાત કહેવા માટે તેમણે મસાલા ફિલ્મોના ફોર્મૂલાથી પણ પરેજ નથી કર્યો. માઘવનનુ નાટક કરી વિમાનને રોકવુ, કરીના કપૂરને લગ્નના મંડપમાંથી ભગાડીને લઈ જવી, જાવેદ જાફરીને આમિર દ્વારા એડ્રેસ પૂછવાનો સીન જોઈને લાગે છે કે જાને ડેવિડ ધવનની ફિલ્મ જોઈ રહ્યા હોય.

ફર્સ્ટહાફમાં સરપટ ભાગતી ફિલ્મ બીજા હાફમાં ક્યાંક કમજોર થઈ ગઈ છે. ખાસ કરીને મોનાસિંહનો મા બનવાનો સીન ખૂબ જ ફિલ્મી થઈ ગયો છે.

આમિરની ફિલ્મમાં એંટ્રી અને રૈંગિગવાળુ દ્રશ્ય, ચમત્કાર, બળાત્કારવાળુ દ્રશ્ય, રાંચો દ્વારા વારંવાર સાબિત કરવુ કે પિયા (કરીના કપૂર)એ ખોટો જીવનસાથી પસંદ કર્યો છે. ઢોકળા-ફાફડા-થેપલા-ખાખરા-ખાંડવી વાલૉ સીન, રાજૂના ઘરની હાલતને વ્યંગ્યાત્મક શૈલી(50 અને 60ના દશકાની બ્લેક એંડ વ્હાઈટ ફિલ્મોની જેમ) રજૂ કરવામાં આવેલ સીન, ખૂબ જ સુંદર બન્યા છે.

હિરાની પર પોતાની જૂની ફિલ્મોનો પ્રભાવ જોવા મળ્યો. ત્યાં મુન્નાભાઈ હતા, અહી રાંચો છે. ત્યાં બોમન ઈરાની ડીન હતા, અહીં તેઓ પ્રિસીપલ છે. ત્યાં મુન્નાભાઈ ડીનની છોકરીને પ્રેમ કરે છે, અહીં રાંચો પ્રિસીપલની છોકરીને પ્રેમ કરે છે. પરંતુ જોકે આ વાતોથી ફિલ્મ પર કોઈ ખાસ અસર નથી પડતી, પરંતુ ફિલ્મકાર પર સમાન વાતોને લેવાની અસર જોવા મળે છે.

સંવાદ પસંદગીના છે. - 'ઈસ દેશમે ગેરંટી કે સાથ 30 મિનિટમે પિઝ્ઝા આ જાતા હૈ, લેકિન એંબુલેંસ નહી, 'શેર ભી રિંગમાસ્ટર કે ડર સે કુછ સીખ જાતા હૈ, પર ઉસે વેલ ટ્રેંડ કહા જાતા હૈ, વેલ એજ્યુકેટેડ નહી' જેઆ સંવાદ ફિલ્મને ધાર આપે છે.

અભિનયમાં બધા કલાકારોએ પોતાનુ શ્રેષ્ઠ્ પ્રદર્શન કર્યુ છે. પોતાના વય કરતા અડધી વયના યુવાનનુ પાત્ર ભજવવુ સરળ નહોતુ, પરંતુ આમિરે આ કરી બતાવ્યુ. આજની યુવા પેઢીના હાવ-ભાવને તેમણે ઝીણવટાઈપૂર્વક પકડ્યા. ચાલાક અને પોતાની શરતો પર જીવનાર રાંચોને તેમણે પૂર્ણ ઉર્જાની સાથે પડદા પર જીવંત કર્યુ.

IFM
બોમન ઈરાનીએ એકવાર ફરી સાબિત કરી બતાવ્યુ કે તેઓ કમાલના અભિનેતા છે. ઓવર એક્ટિંગ અને એક્ટિંગની વચ્ચેની રેખા પર તેઓ કુશળતાથી ચાલે છે. આમિર અને તેમની વચ્ચેના દ્રશ્યો જોવા લાયક છે. કરીના કપૂરના રોલની લંબાઈ ઓછી છે, છતા તેણે પોતાની છાપ છોડી છે.

શાંતનુ મોઈત્રાનુ સંગીત સાંભળવામાં ભલે સારુ ન લાગતુ હોય, પરંતુ સ્ક્રીન પર જોતા સમય જુદી અસર છોડી છે. 'જૂબી જૂબી' ગીતનુ ફિલ્માંકન શ્રેષ્ઠ છે.

છેલ્લા બે વર્ષથી (2007 તારે જમી પર, 2008 ગજની)વર્ષનુ સમાપન બોલીવુડ શ્રેષ્ઠ ફિલ્મ દ્વારા કરી રહ્યુ છે અને 2009માં હેટ્રીક પૂરી થઈ ગઈ છે. અનોખો વિષય, પસંદગીના સંવાદ અને શાનદાર અભિનયને કારણે આ ફિલ્મ જોઈ શકાય છે.

વેબદુનિયા પર વાંચો