સિંઘમ : ફિલ્મ સમીક્ષા

IFM
બેનર : રિલાયંસ એંટરટેનમેંટ
નિર્દેશક : રોહિત-શેટ્ટી
સંગીત : અજય -અતુલ
કલાકાર : અજય દેવગન, કાજલ અગ્રવાલ, પ્રકાશ રાજ, સોનાલી કુલકર્ણી, સચિન ખાંડેકર, અશોક શરાફ

સેંસર સર્ટિફિકેટ : યૂ/એ *2 કલાક 25 મિનિટ

રેટિંગ : 3.5/5

છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રે-શેડ અને રિયલ લાઈફ જેવા હીરોએ બોલીવુડ પર પોતાની પકડ જમાવી લીધી અને વ્હાઈટ તેમજ બ્લેક કલરવાળા પાત્ર બાજુ પર આવી ગયા. દર્શકોમાંથી એક મોટો વર્ગ એવો પણ છે જેમને એક એવો હીરો ગમે છે જે ચપટીમાં વીસ ગુંડાઓને ધૂળભેગો કરી દે. છોકરીઓની મજાક કરનારને સબક શીખવાડે, મોટાની ઈજ્જત કરે અને રોમાંસ કરતા શરમાય.

આવા હીરોને પસંદ કરનારા ટીવી પર સાઉથની હિંદીમાં ડબ કરવામાં આવેલ ફિલ્મોને જોઈને પોતાનુ મનોરંજન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટીવી પર બતાવાતી આ ફિલ્મોની ટીઆરપી પણ વધી ગઈ છે.

જેના કારણે ગજની, દબંગ, વોંટેડ અને વંસ અપોન અ ટાઈમ ઈન મુબઈની સફળતાએ ફિલ્મકારોનુ ધ્યાન એ દર્શકોની પસંદ તરફ ખેંચ્યુ છે જે 80ના દાયાકના હીરોને આજે પણ પસંદ કરે છે. જેથી આવી ઘણા પ્રકારની ફિલ્મોનું નિર્માણ બોલીવુડમાં આજે પણ ચાલી રહ્યુ છે. દક્ષિણમાં આજે પણ આ ફિલ્મોનુ ચલણ છે તેથી આ ફિલ્મોની રિમેક બોલીવુડ સ્ટાર્સ સાથે બનાવવામાં આવી રહી છે.

'સિઘમ' તમિલમાં આ જ નામથી બનેલ સુપરહિટ હિન્દી ફિલ્મનુ રિમેક છે. શરૂઆતમાં થોડી મિનિટો પછી જ જાણ થઈ જાય છે કે આ ફિલ્મનો અંત કેવો હશે. પરંતુ વચ્ચેની જે ફિલ્મ છે તે મનોરંજનને ઉચા સ્તર પર લઈ જાય છે. તાળીઓ અને સીટીઓ વચ્ચે ગુંડાને માર ખાતો જોવો સારો લાગે છે.

બાજીરાવ(સિંઘમ) શિવગઢનો રહેનાર છે અને ત્યાં પોલીસ ઈંસ્પેક્ટર છે. ગામના લોકોનો તે લાડકવાયો છે, કારણ કે તે દરેકને ન્યાય અપાવે છે. તેના માર્ગમાં જયકાંત શિક્રે(પ્રકાશ રાજ) આવે છે, જેનુ ગોવામાં રાજ ચાલે છે.

IFM
જયકાંત રાજનીતિમાં પાવર દ્વારા પોતાને ફાવે તેમ રહેવા માટે આવ્યો છે. જ્યારે શિવગઢમાં તેની દાદાગીરી નહી ચાલી તો તે સિંઘમની ટ્રાંસપર ગોવામાં તેની સાથે બદલો લેવા માટે કરે છે.

ગોવા જઈને સિંઘમને સમજાય છે કે જયકાંત કેટલો તાકતવર છે. નેતા, ઓફિસર અને પોલીસના મોટા અધિકારી તેના માટે કામ કરે છે અથવા તો તેનાથી ગભરાય છે. કાયદાની હદમાં રહીને અન્ય પોલીસવાળાની સાથે સિંઘમ કેવી રીતે જયકાંતનુ સામ્રાજ્ય ધ્વસ્ત કરે છે તે આ ફિલ્મમાં ડ્રામેટિક, ઈમોશન અને એક્શનની મદદથી બતાડવામાં આવ્યુ છે.

યુનુસ સજવાલની લખેલ સ્ર્કિપ્ટમાં એ બધા મસાલા રહે છે જે સામાન્ય દર્શકોને લોભાવે છે. દરેક મસાલો યોગ્ય માત્રામાં છે, જેનાથી ફિલ્મ જોવામાં મજા આવે છે. બાજીરાવ સિંઘમમાં કોઈ નબળાઈ શોધતા પણ નથી મળતી તો જયકાંતમાં એક પણ સદ્દગુણ નથી. આ બંનેની ટક્કરને સ્ક્રીન પર શાનદાર રીતે રજૂ કરવામાં આવ્યુ છે.

ફિલ્મો એટલી ઝડપી ગતિથી ચાલે છે કે દર્શકોને વિચારવાની તક જ નથી મળતી. લગભગ દરેક સીન પોતાની એક અલગ અસર છોડે છે. જેમાથી જયકાંતને ભાષણ આપતી વખતે સામે ઉભેલો સિંઘમને જોઈને તોતડાવુ, સિંઘમ અને જયકાંતની પ્રથમ ટક્કર, પોલીસવાળાની પાર્ટીમાં જઈને સિંઘમનુ દરેકને સચ્ચાઈ બતાવીને જગાવવુ, જયકાંતને કેવી રીતે મારવામાં આવે તેની યોજના જયકાંત સામે બનાવવી, હવાલદાર બનેલ અશોક સરાફનુ એ બતાડવુ કે કેટલા ઓછા પૈસામાં પોલીસવાળા દિવસરાત પોતાની ડ્યુટી ભજવે છે, સિનેમાઘરની સામે કાવ્યાની છેડતી કરનાર સાથેની ફાઈટિંગ કરનારો સીન ઉલ્લેખનીય છે. ફિલ્મનુ ક્લાઈમેક્સ પણ દમદાર છે.

એક્શન સીનમાં મદ્રાસી ટચ છે અને જોવામાં રોમાંચ થાય છે. 'જીસમે હૈ દમ વો હૈ ફક્ત બાજીરાવ સિંઘમ' અને 'કુત્તો કા કિતના હી બડા ઝુંડ હો, ઉનકે લિયે એક શેર કાફી હૈ', જેવા સંવાદ વચ્ચે આવીને ફિલ્મનો ટેમ્પો બનાવી રાખે છે. કેટલાયુ સંવાદ મરાઠીમાં પણ છે, જેથી લોકલ ફ્લેવર બન્યો રહે, પરંતુ આ સંવાદ કોઈપણ રીતે ફિલ્મને સમજવામાં મુશ્કેલી ઉભી નથી કરતા.

નિર્દેશક રોહિત શેટ્ટીએ નાટકીયતાને ફિલ્મથી વધુ ભારે કરી દીધુ છે અને તેથી ફિલ્મની એંટરટેનમેંટ વેલ્યૂ વધી છે. એક્શન રોમાંસ અને ઈમોશન દ્રશ્યોનો ક્રમ સટીક બેસ્યો છે અને જે માટે ફિલ્મના એડિટર સ્ટીવન એચ. બર્નાડ પણ વખાણવા લાયક છે.

એક સીધીસાદી અને ઘણીવાર જોયેલી વાર્તાને રોહિતે પોતાના પ્રસ્તુતિકરણથી જોવા લાયક બનાવી છે. ફિલ્મ મુખ્ય રેતે બે પાત્રોની આસપાસ ફરે છે, તેમ છતા બોરિંગ નથી લાગતી.

બાજીરાવ સિંઘમના સિદ્ધાંત, ઈમાનદારી, ગુસ્સાને અજય દેવગન એ પોતાના અભિનયથી ધાર આપી છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ બોડી પાત્રનુ પ્લસ પોઈંટ લાગે છે. તેઓ જ્યારે ક્રોધે ભરાય છે તો એવુ લાગે છે કે સાચે જ એક સિંહ ગર્જના કરી રહ્યો છે.

હીરો ત્યારે જ દમદાર લાગે છે જ્યારે વિલન ટક્કરનો હોય. પ્રકાશ રાજ એક શ્રેષ્ઠ અભિનેતા છે અને 'સિંઘમ' આ વાતનો એક વધુ પુરાવો છે. તેમણે પોતાના પાત્રને કોમિક ટચ આપ્યો છે અને ઘણા દ્રશ્યોને પોતાના દમ પર જોવાલાયક બનાવ્યા છે.

IFM
કાજલ અગ્રવાલનુ કામ ઓછુ હતુ પરંતુ તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર છે અને સારી એક્ટિંગ કરતા આવડે છે. આ ઉપરાંત મરાઠી ફિલ્મ ઈંડ્સ્ટ્રીના કેટલાક જાણીતા કલાકારોએ પણ આ ફિલ્મમાં સારુ કામ કર્યુ છે.

સંગીત ફિલ્મનો માઈનસ પોઈંટ છે. એકાદ ગીતને છોડી દઈએ તો બાકીના ગીત ફક્ત મુકવા ખાતર મુક્યા છે. જો બે-ત્રણ હિટ ગીત હોત તો ફિલ્મનો વ્યવસાય વધુ વધી શકતો હતો.

'સિંઘમ' એવી ફિલ્મ છે જે જોયા પછી લાગે છે કે પૈસા વસૂલ થઈ ગયા.

વેબદુનિયા પર વાંચો