રેટિંગ :1.5/5 વર્ષોથી ચાલી આવતી કાશ્મીર સમસ્યા હજુ સુધી હલ નથી થઈ શકી. આ આગ ખબર નહી ક્યારે ઠંડી થશે. નિર્દેશક રાહુલ ઢોલકિયાએ 'લમ્હા' દ્વાર જણાવ્યુ કે કોઈપણ નથી ઈચ્છતુ કે આ આગ ઓલવાય.
નેતા, પોલીસ, સેના,આતંકવાદીઓના પોત-પોતાના સ્વાર્થ છે, તેથી તે આ સમસ્યાને જેવીને તેવી બનાવી રાખે છે. સરકાર આ સમસ્યાનો સામનો કરવા માટે મોટી રકમ આપે છે, જેનાથી ભ્રષ્ટ ઓફિસરોને પૈસા ખાવાની તક મળે છે. નેતા પોતાની દુકાન ચલાવે છે. આતંકવાદી અને કાશ્મીરની આઝાદીનુ સપનુ બતાવનારા લોકો વિદેશી મદદથી પોતાના ખિસ્સા ભરે છે.
IFM
આ વાતોને બતાડવા માટે જે ડ્રામા લખવામાં (રાઘવ ધર, રાહુલ ઢોલકિયા) આવ્યો તે ખૂબ જ ત્રૂટક અને બોરિંગ છે. ઘણી બધી વાતો સ્પષ્ટ નથી થઈ શકી. એ વાતમાં કોઈ શક નથી કે લેખક અને નિર્દેશકે એક સારી થીમને પસંદ કરી પરંતુ તેઓ પોતાની વાતને સારી રીતે લોકો સામે મૂકી ન શક્યા.
ઘાટીમાં વિક્રમ પગ મુકે છે અને એ જ દિવસથી અલગાવવાદી નેતા હાજી (અનુપમ ખેર)પર જાનલેવા હુમલો થાય છે, પરંતુ તે બચી જાય છે. આ વિસ્ફોટ પાછળ કોણ છે એ શોધી કાઢવા પાછળ વિક્રમ વ્યસ્ત થઈ જાય છે. આ કામમાં તેની મદદ કરે છે અજીજા(બિપાશા બાસુ)જે હાજીની પુત્રી જેવી છે. આ દરમિયાન તે ઘણા ચહેરાઓને બેનકાબ કરે છે.
સ્ક્રીનપ્લે થોડો એ રીતે લખવામાં આવ્યો છે કે ઘણા દ્રશ્યોનુ મુખ્ય વાર્તા સાથે કોઈ લેવડ-દેવડ નથી. ઉદાહરણણ તરીકે સીમા પર ગોઠવાયેલ એક સૈનિક આ વાતથી નારાજ છે કે તેને માત્ર સાત હજાર રૂપિયા મળે છે. લાંબા સમયથી તે ઘરે નહોતો જઈ શક્યો, તેને જમવાનુ પણ જાતે જ બનાવવુ પડે છે. આ દ્રશ્યને જો વાર્તા સાથે જોડીને બતાડવામાં આવતુ તો તે પ્રભાવશાળી રહેતુ.
કા
IFM
શ્મીર જેવા સંવેદનશીલ મુદ્દા પર જો ફિલ્મ બનાવવામાં આવે તો ફિલ્મ વાસ્તવિકતાની નજીક હોવી જોઈએ. પરંતુ તેને લઈને પણ નિર્દેશક રાહુલ કંફ્યૂજ જોવા મળ્યા. બિપાશા અને સંજય દત્ત જેવા સ્ટાર્સનો પ્રભાવ તેના પર થઈ ગયો.
સંજય દત્ત પાસેથી તેમણે કેટલાક એવા કામ કરાવ્યા જે બોલીવુડના હીરો કરે છે. સાથે જ તે વ્યવસ્થિત રીતે જસ્ટીફાઈ પણ નથી કર્યુ. પ્રસ્તુતિકરણ પણ એટલુ બેજાન છે કે દર્શકો આ ફિલ્મ સાથે જોડાય શકતા નથી.
કેરેક્ટર સારી રીતે લખ્યા નથી અને જેની અસર કલાકારોના અભિનય પર પડી છે. કોઈને પણ નથી સમજાયુ કે તેઓ કરી શુ રહ્યા છે. સંજય દત્ત, બિપાશા બાસુ અને અનુપમ ખેરનો અભિનય સરેરાશ રહ્યો. કુણાલ કપૂરે નિરાશ કર્યા મહેશ માંજરેકર અને યશપાલ શર્માનો પૂરી રીતે ઉપયોગ નથી થઈ શક્યો.
ફિલ્મના ગીતો થીમના મુજબના છે, પરંતુ આ ગીતો ન પણ મુકવામાં આવતા તો કોઈ ખાસ ફરક નહોતો પડવાનો. જેમ્સ ફોલ્ડસના કેમેરાને વધુ પડતો શેક કર્યો છે, જેની જરૂર નહોતી.