વાલ્ટ ડિઝની પિક્ચર્સ અને યશરાજ ફિલ્મ્સ જેવા નિર્માતા મળવા કોઈ પણ નિર્દેશકની મનની ઈચ્છા પૂરી થવા જેવી છે. આ નિર્દેશકની કાબેલિયત પર નિર્ભર કરે છે કે તે હાજર સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરે છે.
IFM
અભિનેતામાંથી નિર્દેશક બનેલા જુલગ હંસરાજને પહેલી જ ફિલ્મમાં આટલુ મોટુ બેનર મળી ગયુ. થ્રીડી એનિમેશન ફિલ્મ બનાવવાની જવાબદારી તેમને સોંપવામાં આવી, પરંતુ અફસોસ કે જુગલ પોતાની તરફથી કાંઈક નવુ ન વિચારી શક્યા.
વાર્તા પણ એવી લખી કે કોઈ પણ લખી શકે. દ્રશ્ય થોડા જુની ફિલ્મોમાંથી ઉઠાવી લીધા. પાત્રોના સંવાદ બોલવાની સ્ટાઈલમાં પણ શાહરૂખ ખાન, ધર્મેન્દ્ર, શત્રુધ્ન સિંહા જેવા કલાકારોની ઝલક મળે છે.
રોમિયો નામના કૂતરાની જીંદગીમાં ત્યારે તોફાન આવી જાય છે જ્યારે તેનો માલિક લંડન જતો રહે છે અને રોમિયોને મુંબઈની ગલિયોમાં રખડવા માટે છોડી દે છે. ગલીના રઝળતા કૂતરાઓ રોમિયોને હેરાન કરે છે, પરંતુ ચાલાક રોમિયો પોતાની જાતને તેમનાથી શ્રેષ્ઠ સાબિત કરે છે.
રોમિયોનુ દિલ આવી જાય છે, લેલા પર, જે એક ક્લબમાં ડાંસર છે. લૈલાને કોઈ પ્રેમ નથી કરી શકતુ કારણ કે ચાર્લી અન્ના નામનો ડોન ત્ને પોતાની ગર્લફ્રેંડ માને છે. લૈલાનુ દિલ જીતીને રોમિયો ચાર્લી સાથે દુશ્મની કરી લે છે. આ દુશ્મની ત્યારે દોસ્તીમાં બદલાય જાય છે જ્યારે કૂતરા પકડનારી ગેંગથી ચાર્લીનો જીવ રોમિયો બચાવે છે.
ફિલ્મનુ નિર્માણ બાળકોને ધ્યાનમાં મુકીને કરવામાં આવ્યુ છે, પરંતુ તેની વાર્તા વયસ્કોને અપીલ કરે છે. આવી ક્ષણો ખૂબ જ ઓછી આવે છે જ્યારે બાળકોને મજા પડે.
ફિલ્મનુ એનિમેશન અદ્દભૂત છે અને આ જ કારણે ફિલ્મ બાંધીને રાખે છે. કેટૅલીય જગ્યાએ મોઢામાંથી વાહ નીકળી પડે છે. જૂની ભંગાર ફેક્ટરી, તૂટેલુ જહાજ, બંદર અને બીજા લોકોશન ફિલ્મને સારી બનાવે છે.
કવેલૂની અગાશીમાં રોમિયો-લેલાનુ ફૂલ મૂન મિલન રોમાંટિક છે. ફ્લાઈંગ કિસ નુ દ્ર્શ્ય પ્રભાવી છે. લૈલાનુ ફ્લાઈંગ કિસ સફેદ રિબન પર લાલ રંગનુ દિલ બનીને રોમિયોની પાસે જાય છે, જે તેના દિલમાં સમાઈ જાય છે. કૂતરો પકડનારી ગાડીને ખલનાયકની જેમ કૂતરાની દુનિયામાં લાવવી એ સત્ય અને હકીકતની નજીક છે.
પંજાબી તમિલ, તેલુગુ, બંબઈયા, હિન્દી અને અંગ્રેજી શબ્દોને તોડી-મરોડીને કોમેડીમાં બદલવાની કોશિશ શ્રેષ્ઠ છે. રોમિયોને સેફ અલીએ અવાજ આપ્યો છે અને કમાલ કરી દીધી છે. નાની-નાની ઝીણવટોને તેમણે પકડી છે.
કરીના કપૂરના અવાજ દ્વારા લૈલાનુ પાત્ર વધુ ખીલ્યુ છે. જાવેદ જાફરીની સાથે એક સમસ્યા કાયમ રહે છે કે તેઓ અવાજમાં વિવિધતા લાવવામાં એટલા મગ્ન થઈ જાય છે કે ઘણીવાર તેમના દ્વારા બોલવામાં આવેલા સંવાદો સમજાતા નથી સંજય મિશ્રા, વ્રજેશ હિરજી, અને તનાજની ડબિંગ પણ શ્રેષ્ઠ છે.
'રોડ સાઈડ રોમિયો' ફક્ત શ્રેષ્ઠ એનિમેશનને કારણે જોઈ શકાય છે.