વર્તમાન સમયમાં આ તથ્યને સ્વીકારી લેવામાં આવ્યુ છે કે ભ્રષ્ટ થયા વગર બિઝનેસ નથી કરી શકાતો. ભ્રષ્ટાચાર, બિઝનેસનો પર્યાયવાચી શબ્દ બની ચુક્યો છે. પરંતુ જયદીપ સાહની દ્વારા લખાયેલી અને શિમિત અમીન દ્વારા નિર્દેશિત ફિલ્મ આ સંદેશ આપે છે કે લાંચ આપ્યા વગર, ભ્રષ્ટ થયા વગર, પોતાની મહેનત અને લગનથી પણ સફળતાપૂર્વક વેપાર કરી શકાય છે.
હરપ્રીત સિંહ બેદી(રણબીર કપૂર) 38.72 ટકા નંબરોથી ગ્રેજ્યુએટ થયો છે અને તેને નિર્ણય કરી લીધો છે કે તે સેલ્સની દુનિયામાં જશે. હવે દરેક ડોક્ટર, એંજીનિયર તો બની શકતા નથી. કોમ્ય્પુટર વેચનારી કંપની એટ યોઅર સર્વિસ(એવાયએસ)મા એ ઈંટરવ્યુ માટે જાય છે. તેને કહેવામાં આવે છે કે તે પોતાની જાતને વેચીને બતાવે. જેમા હરપ્રીત નિષ્ફળ થાય છે. પરંતુ કંપનીના માલિકને તેમા દમ દેખાય છે અને હરપ્રીતને નોકરી મળી જાય છે.
પહેલીવાર કોમ્પ્યુટર વેચવા હરપ્રીત એક મોટી કંપનીમાં જાય છે અને ત્યાં કામ કરનારા કર્મચારી તેની પાસેથી પોતાનુ કમીશન માંગે છે. ઈમાનદાર હરપ્રીતને આ વાત નથી ગમતી અને તે આ વિરુધ્ધ ફરિયાદ કરે છે. આ વાત હરપ્રીતના બોસને નારાજ કરવા માટે પૂરતી હતી. તેઓ તેનુ ખૂબ જ અપમાન કરતા તેને 'જીરો' કહે છે. સાથે કામ કરનારા કર્મચારી તેને કાગળના રોકેટ મારીને ચિડાવે છે. '
એક દિવસ હરપ્રીતને બે કોમ્પ્યુટર સપ્લાય કરવાનો ઓર્ડર મળે છે, જે એ વ્યક્તિગત રૂપે વેચી આવે છે. તેને ત્યારે જાણ થાય છે કે તેની કંપની ગ્રાહકોને કેટલા લૂંટી રહી છે. તે કંપની જેવીજ પોતાની કંપની 'રોકેટ સેલ્સ કોર્પોરેશન' બનાવી લે છે, જેમા તે થોડા વધુ કર્મચારીઓને પણ લઈ લે છે.
IFM
હરપ્રીતની કંપની ઓછો નફો, સારી સર્વિસ અને ઈમાનદારીની સાથે કામ કરે છે અને એવાયએસ કંપનીને ટક્કર આપે છે. છેવટે હરપ્રીત અને તેના મિત્રોનો ભેદ ખૂલી જાય છે અને તેની કંપનીને હરપ્રીતનો બોસ સુનીલ પુરી ખરીદી લે છે. હરપ્રીત બિચારો રસ્તા પર આવી જાય છે, પરંતુ તેના બનાવેલા ગ્રાહક સુનીલની કંપનીથી સંતુષ્ટ નથી થતા. છેવટે તે હરપ્રીતથી હાર માનીને તેને તેની કંપની પાછી સોંપી દે છે.
જયદીપ સાહની દ્વારા લખવામાં આવેલુ સ્ક્રીન પ્લે એક કંપનીની કામ કરવાની શૈલી અને વાતાવારણને સૂક્ષ્મતાની સાથે રજૂ કરવામાં આવ્યુ છે. કેવી રીતે કામ કરનારા કર્મચારીઓને પરસ્પર ઈર્ષા અને હરીફાઈ રહે છે. કેવી રીતે એક બોસ માણસાઈ ભૂલીને પોતાના કર્મચારીઓ પર સેલ્સ ટારગેટ દ્વારા દબાવ નાખે છે. સાથે જ ઈમાનદારી પરસ્પર વિશ્વાસ અને ભ્રષ્ટ થયા વગર પણ વેપારમાં સફળ થઈ શકાય છે, આ વાત પણ ફિલ્મ કહે છે. પરંતુ જે વાત ફિલ્મના વિરુધ્ધ જાય છે એ છે તેની લંબાઈ અને બોરિયત. જો સંદેશની સાથે મનોરંજન પણ હોય તો ફિલ્મનુ મહત્વ વધી જાય છે. પરંતુ 'રોકેટ સિંહે' મનોરંજનને અવગણ્યુ છે.
ઈંટરવલ પહેલા ફિલ્મ ધીમી ગતિએ ચાલે છે. બિઝનેસ દુનિયાની જે હલચલ બતાવવામાં આવી છે તે ખૂબ ઉબાઉ છે. એક જ ઓફિસમાં મોટાભાગના દ્રશ્ય ફિલ્માવ્યા છે, જે રાહત નથી આપતા. ફિલ્મમાં એક્શન ઓછી અને સંવાદ વધુ છે, તેથી તેની લંબાઈ ખૂંચે છે. ઈટરવલ પછી જ્યારે હરપ્રીત પોતાની સમાનાંતર કંપની ખોલે છે ત્યારે ફિલ્મમાં થોડી પકડ આવે છે.
હરપ્રીતને સાચો અને ઈમાનદાર બતાવ્યો છે, પણ શુ એ જે કંપનીમાં કામ કરે છે તેમા કામ કરતા બીજી એના જેવી જ પોતાની કંપની ખોલીને બેઈમાની નથી કરતો ? સારૂ થતુ જો એ નોકરી છોડીને પોતાનો જ જુદો બીઝનેસ કરતો. યા તો પછી ફિલ્મમાં તેના આ પગલા બદલ કોઈ પુરતા કારણો રજૂ કરવામાં આવતા. તેનુ આ પગલુ દર્શકોના મનમાં કંફ્યુજન ઉભુ કરે છે. તે પોતાના વ્યવસાય માટે કંપનીના ફોનનો ઉપયોગ કરે છે. તેને બદલે તેઓ પોતાના મોબાઈલનો ઉપયોગ કરતા તો તેના પકડાઈ જવાની શક્યતા ઓછી રહેતી. ફિલ્મમાં થોડા પરિચિત ચહેરા બતાવવામાં આવતા તો સારૂ થતુ.
IFM
રણબીરનો અભિનય ફિલ્મ દર ફિલ્મ નિખરતો જઈ રહ્યો છે. હરપ્રીતના પાત્રને તેમણે ખૂબ જ સરસ રીતે સમજીને પડદાં પર રજૂ કર્યો છે. તે રણબીર ઓછો અને હરપ્રીત વધુ લાગે છે. શાજાન પદ્મસીને પોતાની પ્રતિભા બતાવવાની વધુ તક નથી મળી, અને એ દર્શકોને આકર્ષી નથી શકી. ગૌહર ખાને સારો અભિનય કર્યો છે. ગિરી બએંલા ડી. સંતોષ, નિતિન રાઠૌર બનેલ નવીન કૌશિક અને છોટેલાલ બનેલ મુકેશ ભટ્ટે પણ પોતાના પાત્રને જીવંત કર્યુ છે.
ફિલ્મનુ સંગીત નિરાશાજનક છે, કદાચ તેથી જ એકપણ ગીતને ફિલ્મમાં લીધુ નથી. ફિલ્મના સંવાદ સારા છે.
ટૂંકમાં મળીને 'રોકેટ સિંહ - સેલ્સમેન ઓફ ધ ઈયર' એક ઈમાનદાર પ્રયત્ન છે, પરંતુ આ પોતાના ટારગેટથી થોડી દૂર રહી ગઈ.