મર્ડર 2 : ફિલ્મ સમીક્ષા

P.R
બેનર : વિશેષ ફિલ્મસ પ્રા. લિ.
નિર્માતા : મુકેશ ભટ્ટ
નિર્દેશક : મોહિત સુરી
સંગીત : મિથુન, હર્ષિત સક્સેના, સ6ગીત અને સિદ્ધાર્થ હલ્દીપુર
કલાકાર : ઈમરાન હાશમી, જૈકલીન ફર્નાડિસ, પ્રશાંત નારાયણન, સુલગ્ના પાણિગ્રહી, સુધાંશુ પાંડે, યાના ગુપ્તા(મહેમાન કલાકાર)

સેંસર સર્ટિફિકેટ : એ *2 કલાક 10 મિનિટ *14 રીલ

'મર્ડર 2' ને વિશેષ ફિલ્મ્સની જ અગાઉને ફિલ્મોને જોઈને તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં એક સીરિયલ કિલર છે જે જવાન છોકરીઓની હત્યા કરે છે. આ ખલનાયકનુ પાત્ર 'સંઘર્ષ'. 'સડક' અને 'દુશ્મન' જેવી ફિલ્મોના ખલનાયકોની યાદ અપાવે છે.

સડકના ખલનાયકની જેમ તે કિન્નર છે, સંઘર્ષના ખલનાયકની જેમ તે અંઘવિશ્વાસુ છે અને દુશ્મનના ખલનાયકની જેમ તે વિલનની જેમ છોકરીઓને ક્રૂર રીતે મારી નાખે છે. એટલુ જ નહી કેટલાક દ્રશ્ય પણ મહેશ ભટ્ટની અગાઉની ફિલ્મોની યાદ અપાવે છે.

ખલનાયક ધીરજ પાંડેના પાત્રને ફિલ્મમાં વધુ રંગીન બનાવાયુ છે. પરંત્તુ બાકી વસ્તુઓ ઝાંખી લાગે છે. વાર્તા, સ્ક્રીનપ્લે અને બીજા પત્રોને બનાવવામાં જે નિષ્કાળજી રાખવામાં આવી છે તે સ્પષ્ટ દેખાય છે. તેથી 'મર્ડર 2' એક કમજોર ફિલ્મના રૂપમાં સામે આવી છે.

IFM
અર્જુન ભાગવત(ઈમરાન હાશમી) પોલીસની નોકરી છોડી ચુક્યો છે અને પૈસા માટે અપરાધી જેવા લોકોને માટે કામ કરે છે. શહેરની ઘણી કોલર્ગર્લ ગાયબ થઈ જાય છે. કેમ ? કેવી રીતે ? કોણ છે આની પાછળ ? જેને શોધવાની જવાબદારી અર્જુનને સોંપવામાં આવે છે.

અર્જુન તપાસ કરે છે તો જાણવા મળે છે કે આ છોકરીઓને ગાયબ કરવાની કડી એક સેલ ફોન સાથે જોડાયેલી છે. તે રેશમા (સુલક્ષણા પાણિગ્રહી)ને આ ફોન નંબરવાળા ગ્રાહક પાસે પહોંચાડે છે. જ્યારે રેશમાની કોઈ માહિતી નથી મળતી તો તેને અપરાધભાવ થાય છે. જેને માટે તે ખુદને જવાબદાર સમજે છે.

ટૂંક સમયમાં જ અર્જુનને એ ખબર પડી જાય છે કે ધીરજ પાંડે (પ્રશાંત નારાયણ)જ આ બધા પાછળ મુખ્ય કડી છે. કેવી રીતે અર્જુન તેના વિરુદ્ધ પુરાવા એકત્ર કરે છે, એ આ ફિલ્મનો સાર છે. આ મુખ્ય વાર્તાની સાઈડમાં અર્જુન અને પ્રિયા (જૈકલીન ફર્નાંડિઝ)ની પ્રેમ વાર્તાને પણ ટ્રેક મળ્યો છે. જેનો ઉદ્દેશ્ય માત્ર ઉત્તેજક દ્રશ્યો બતાવવાનો છે.

ફિલ્મની વાર્તામાં જે સમય બતાવ્યો છે, એ માત્ર થોડાક જ કલાકોનો છે. આટલા ઓછા સમયમાં આટલી ઘટનાઓ થવી શક્ય નથી. સ્ક્રીનપ્લેમાં પણ નબળાઈઓ છે. જેને કારણે દર્શકને સ્ટોરી બાંધી રાખે તેવી નથી.

IFM
ઘણા ટ્રેક જબરજસ્તી ઠૂંસ્યા હોય તેવા લાગે છે. જેવી કે અર્જુનની ભગવાન સાથે નારાજગી. અર્જુન અને પ્રિયાની લવ સ્ટોરી પણ ખૂબ જ બોરિંગ છે. જેમા પ્રિયા એકતરફો પ્રેમ કરે છે અને અર્જુન તેની જવાબદારીથી ભાગે છે.

રેશમાને ધીરજ પાંડે પાસે મોકલીને અર્જુનને જે પશ્ચાતાપ થાય છે તે પણ તેના પાત્ર પ્રત્યે દર્શકોની સહાનૂભૂતિ મેળવવા મુકવામાં આવ્યુ છે. જે ખૂબ જ નાટકીય છે. આરોપી ધીરજ વિરુદ્ધ અર્જુન દ્વારા પુરાવા એકત્ર કરવા સૌથી મજબૂત પહેલુ હોવો જોઈએ હતો, કારણ કે બધી થ્રીલ અને વાર્તાનો આધાર એ જ છે, પરંતુ આ ભાગ પણ અસ્પષ્ટ અને નાટકીય લાગે છે. કોઈપણ પ્રકારનો રોમાંચ નથી લાગતો.

નિર્દેશકના રૂપમાં મોહિત સૂરી વધુ પ્રભાવિત ન કરી શક્યા. ખાસ કરીને શરૂઆતની 45 મિનિટ ખૂબ જ બોરિંગ છે. મોહિત પડદા પર બની રહેલ ઘટનાક્રમની કડીઓ વ્યવસ્થિત રીતે જોડી ન શક્યા. ન તો તેઓ અર્જુન અને પ્રિયાના રોમાંસની ગરમીને સારી રીતે ફિલ્માવી શક્યા કે ન તો ધીરજ પાંડેની ક્રૂરતાને સારી રીતે રજૂ કરી શક્યા.

જૈકલીન ફર્નાંડિસ ખૂબ જ હોટ અને સેક્સી જોવા મળી પણ સંવાદ બોલતા જ તેના અભિનયની પોલ ખુલી જાય છે. ઈમરાનનો અભિનય સરેરાશ રહ્યો. તેમના કરતા વધુ દમદાર લાગ્ય પ્રશાંત નારાયણ જેમણે ધીરજ પાંડેનો રોલ કર્યો છે.
ઠંડા મગજવાળા વિલનનુ પાત્ર તેમણે સારી રીતે ભજવ્યુ છે. સંવાદ કરતા તેમણે પોતાના ચહેરાના ભાવ દ્વારા ક્રૂરતા બતાવી. યાના ગુપ્તાની સેક્સ અપીલ પણ એક ગીતમાં જોવા મળી છે. ફિલ્મનુ ગીત સંગીત અને ફોટોગ્રાફી પ્રભાવશાળી છે.

ટૂંકમાં મર્ડર 2 નુ નિર્માણ મર્ડર બ્રાંડને કેશ કરવા માટે કરવામાં આવ્યુ છે પરંતુ મર્ડરની તુલનામાં આ ફિલ્મ પાછળ છે.

વેબદુનિયા પર વાંચો