ડેવિડ ધવનની ફિલ્મ જોતા પહેલા શું થઈ રહ્યું છે ? કેમ થઈ રહ્યું છે ? ક્યાં થઈ રહ્યુ છે ? કેવી રીતે થઈ રહ્યું છે ? જેવાં પ્રશ્નોને મગજમાંથી કાઢી નાખવા પડે છે. તે પછી જ તમે તેમની ફિલ્મોનો આનંદ ઉઠાવી શકો છો. 'પાર્ટનર' ફિલ્મ તેમની માટે નથી જે કલાકારીવાળી ફિલ્મોને પસંદ કરે છે કે ફિલ્મનો સંદેશ શું છે તે જોવા માંગે છે.
ડેવિડનો હંમેશા એ જ ઉદ્દેશ્ય હોય છે કે તેમની ફિલ્મ જોયા પછી દર્શકો હઁસતા ઘરે પાછા જાય. 'પાર્ટનર'માં તેઓ પોતાના આ ઉદ્દેશ્ય પાછળ સફળ રહ્યા છે. બે કલાક વીસ મિનિટની આ ફિલ્મમાં બધી બહુ મસ્તી અને ધમાલ છે, જેના દ્વારા તમને હસવાની પુષ્કળ તકો મળશે. પણ એ જ શર્તે કે તમે તમારું મગજ ઘેર મૂકીને આવો.
આ ફિલ્મને ડેવિડે દ્વ્રિઅર્થી સંવાદો અને ફાલતૂગીરીથી બચાવી છે. છેલ્લી બે ફિલ્મોના મુકાબલે તેમની આ ફિલ્મ સારી છે.
પ્રેમ(સલમાન ખાન) એ લોકોની મદદ કરે છે, જેઓ પોતાના પસંદગીની છોકરીઓનું દિલ જીતી નથી શકતાં. તેથી તેને લવ-ગુરુ ના નામે ઓળખવામાં આવે છે.
એક દિવસ તેની પાસે ભાસ્કર આવે છે. 30 હજાર રૂપિયાની નોકરી કરવાવાળો ભાસ્કર અરંબપતિ છોકરી પ્રિયાને પ્રેમ કરતો હોય છે. પ્રેમ તેને બતાવે છે કે પ્રિયાને પામવી અશક્ય છે, છતાં તે પ્રેમની પાછળ પડી જાય છે.
આ જ દરમિયાન પ્રેમને પણ નૈના(લારા દત્તા) જોડે પ્રેમ થઈ જાય છે. પ્રેમની બધી તરકીબો જે તે બીજાંને બતાવતો હતો તે ફેલ થઈ જાય છે. અને પછી શરુ થાય છે પ્રેમ અને ભાસ્કરનો દિલ જીતવાનો ખેલ અને છેવટે પ્રેમની જીત થાય છે.
ફિલ્મમાં વાર્તા નામની કોઈ વસ્તુ નથી, ફક્ત દ્રશ્યો અને સંવાદોના દ્વારા ફિલ્મને આગળ વધારવામાં આવી છે. મધ્યાંતર પહેલાનો ભાગ મજેદાર છે. ત્યારપછીના ભાગમાં પહેલાં જેવી મજા નથી. કેટલાક દ્રશ્યો બેમતલબ લાગે છે. જેના કારણે ફિલ્મ લાંબી લાગે છે. ફિલ્મનો ક્લાઈમૈક્સ શાનદાર છે.
ફિલ્મને મનોરંજક બનાવવા માટેનું સૌથી મોટું યોગદાન સંજય છૈલનું છે. તેમંને ખૂબ જ પસંદગીના સંવાદો લખ્યા છે. તેમના સંવાદો પર કેટલીયવાર તાળીઓ પડે છે. કેટલાંક દ્રશ્યોનું વજન ફક્ત સંવાદોને કારણે જ વધ્યું છે.
કેટલાંક દ્રશ્યોમા ગોંવિંદા અને સલમાને પોતાની મજાક ઉડાવી છે. મતલબ સલમાનને ફક્ત શર્ટ ઉતારવાનું બહાનું જોઈએ અથવા જોધપુરથી તેમને વિશેષ પ્રેમ છે. ગોંવિંદાના જાડાંપણા પર પણ સંવાદો લખવામાં આવ્યાં છે.
હાસ્ય ભૂમિકા કરવાનો સલમાનનો એક અંદાજ છે. તે જ અંદાજને તેમણે અહીં દોહરાવ્યો છે. આ ફિલ્મમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ગોંવિદા પણ પોતાના પરિચિત અંદાજમાં જોવાં મળ્યાં, પણ તેઓ ખૂબ જ જાંડા થઈ ગયા છે. કૈટરીના સાથે રોમાંસ કરતી સમયે તેઓ તેના કાકા જેવા લાગી રહ્યા6 છે.
સલમાન અને ગોંવિદાની જુગલબંદી ખૂબ જામી છે. રાજપાલ યાદવ નાનો ડોન બનીને હઁસાવે છે, પણ કેટલાક લોકોને તેમના દ્રશ્યો બકવાસ લાગી શકે છે. કૈટરીના અને લારાનું કામ ફક્ત સુંદર દેખાવાંનું હતુ. બાળ કલાકાર અલી હાજીએ પણ સુંદર કામ કર્યુ છે.
ભલે સાજિદ-વાજિદનું સંગીત લોકપ્રિય થઈ રહ્યું છે, પણ સંગીતમાં કોઈ ખાસ દમ નથી.
ટૂંકમાં કહીએ તો, 'પાર્ટનર' તેમના માટે છે જે ડેવિડ ધવનની ફિલ્મ જોવી પસંદ કરે છે અને તેમના માટે જે ઈચ્છે કે તેમનો થોડો સમય હસીને પસાર થાય.