ફિલ્મ સમીક્ષા : સ્પેશલ 26

P.R
બેનર : વાઈડ ફેમ્સ ફિલ્મ્સ, વાયકોમ 18 મોશન પિક્ચર્સ, એ ફ્રાઈડે ફિલ્મવર્ક્સ
નિર્માતા : શીતલ ભાટિયા, કુમાર મંગત પાઠક

નિર્દેશક : નીરજ પાંડે
સંગીત - એમએમ કીમ, હિમેશ રેશમિયા
કલાકાર : અક્ષય કુમાર, કાજલ અગ્રવાલ, મનોજ વાજપેયી, અનુપમ ખેર, જિમ્મી શેરગિલ, રાજેશ શર્મા, દિવ્યા દત્તા,
સેંસર સર્ટિફિકેટ : યૂએ *2 કલાક 22 મિનિટ 32 સેકંડ
રેટિંગ 3.5/5

એ વેડનેસડેથી ચોંકાવનારા નિર્દેશક નીરજ પાંડેની આવતી ફિલ્મ 'સ્પેશલ 26' એસીના દસકામાં બનેલ કેટલાક કૌભાંડોની ઘટનાઓ પર આધારિત છે. આ સમયમાં સંચારના સાધન એટલા સશક્ત નહોતા. તેથી આ પ્રકારની ઘટનાઓના અંજામ આપવો સહેલી વાત હતી.

કાળુ ધન જમા કરનારા નેતાઓ અને વેપારીઓની ત્યા કેટલાક લોકોની એક ગેંગ નકલી સીબીઆઈ ઓફિસર કે ઈનકમ ટેક્સ ઓફિસર બનીને છાપો મારે છે અને રોકડ-ઘરેણા જપ્ત કરી લે છે. વાત એ માટે બહાર નથી આવતી કારણ કે શિકાર પોતે અપરાધી છે. તે મન મારીને રહી જાય છે. આ ચાલાક અપરાધિઓને સ્પેશલ 26માં હીરો બનાવીને રજૂ કર્યો છે, કારણ કે તે એક રીતે રોબિનહુડની જેમ છે. જે અમીરોને લૂંટતો હતો, આ વાત અલગ છે કે તે ગરીમોમાં આ પૈસો વહેંચતો નહોતો.

સ્પેશલ 26 એક એવી થ્રિલર મૂવી છે, જેમા હિંસાને કોઈ સ્થાન નથી. અહી ચોર અને પોલીસ દિમાગી ચલથી એકબીજાનો સામનો કરે છે. ફિલ્મનો પ્રથમ ભાગ નકલી ઓફિસરોના બે ભાગમાં બતાવવામાં આવ્યોછે કે કેવી રીતે તેઓ પોતાનુ કામ કરે છે. તેમની બોડી લેંગ્વેજ, ચેહરાના ભાવ, કાગજી કાર્યવાહી અને અકડ બિલકુલ અસલી પોલીસ ઓફિસરોની જેવી હોય છે.

P.R
ફિલ્મમાં રોચકતા ત્યારે વધી જાય છે જ્યારે વસીમ નામની અસલી અને ઈમાનદાર સીબીઆઈ ઓફિસર તેમને પકડવા માટે પાછળ પડી જાય છે. કારણ કે નકલી સીબીઆઈ વિરુદ્ધ કોઈ કેસ નોંધાયો નથી તેથી તે તેને રંગે હાથ પકડવાની તાકમાં છે.

વસીમને તેમની આગળની ચાલની જાણ થઈ જાય છે. જ્યારે તે મુંબઈની એક પ્રસિદ્ધ જ્વેલરી શોપ પર છાપો મારવાનો હોય છે. વસીમ સફળ થાય છે કે અજય (અક્ષય કુમાર)ની ગેંગ, તેની જાણ એક લાંબા ક્લાયમેક્સ પછી થાય છે.

નીરજ પાંડેનુ પ્રસ્તુતિકરણ બતાવે છે કે તેમણે આ દિશામાં ઘણી મહેનત કરી છે. તેમણે સરકારી ઓફિસરના કામકાજને સૂક્ષ્મતાથી રજૂ કરવા ઉપરાંત 1987ના સમયને પણ લાજવાબ રીતે રજૂ કર્યો છે. ત્તેનુ શ્રેય આર્ટ ડાયરેક્ટરને પણ જાય છે.

નંબર ફેરવનારા અને કોર્ડલેસ ફોન, મોટા બ્રીફકેસ, ફિયાટ-એમ્બેસેડર અને એમપાલા કાર, લેમ્બ્રેટા સ્કૂલ, કરંસી નોટ, સમાચાર પત્ર અને પત્રિકાઓ, ફિલ્મોના પોસ્ટર્સ, વિમલ શૂટિંગ અને થ્રિલ કોલ્ડ ડ્રિંકની જાહેરાત વિશ્વસનીયતાને વધારે છે.

નીરજે સ્ટોરીને વધુ ગૂંચવવાને બદલે સીધી રીતે રજૂ કરી છે. ચોર-પોલીસની આ રમતને રોચકતાની સાથે રજૂ કરી છે અને ઈંટરવલ પછી તો ફિલ્મ સીટ પર બેસી રહેવા માટે મજબૂર કરે છે. ક્લાયમેક્સમાં એક ટ્વિસ્ટ આપ્યુ છે. જે સારુ તો લાગે છે,પણ વાર્તાને થોડી નબળી કરે છે.
ફિલ્મમાં અભિનેત્રી ન પણ હોત તો ચાલતુ પણ અક્ષય કુમાર જેવા સ્ટારની કારણે અભિનેત્રી મુકવો કદાચ મજબૂરી હોય. આ કામ અધૂરા મનથી કરવામાં આવ્યુ છે. અક્ષય અને કાજલની લવ સ્ટોરીમાં પણ થ્રિલ ઉભુ કરવાની કોશિશ કરવામાં આવી છે. પણ આ ટ્રેક એટલો પ્રભાવશાળી નથી બની શક્યો. આ જ રીતે ગીતોની પણ કોઈ જરૂર નહોતી. અક્ષય કુમારનુ પાત્ર લોકો સાથે ઠગવિદ્યા કેમ કરે છે તેનુ કારણ પણ બતાડવામાં આવતુ તો કોઈ ફરક ન પડતો કારણ કે તેના સાથીઓનો પણ ઈતિહાસ નથી બતાડવામાં આવ્યો.

ફિલ્મના સંવાદ અને કેટલાક દ્રશ્યો ઉલ્લેખનીય છે. એક ઈમાનદાર ઓફિસર પોતાના ગ્રેસ પાસેથે પૈસા વધારવાની વાત કરતા કહે છે કે હવે તેના ઘરનો ખર્ચ ઉઠાવવમાં મુશ્કેલી અવી રહી છે. જો પૈસા નહી વધે તો તે લાંચ લેવાનું શરૂ કરી દેશે. આ સીનને હાસ્યના પુટ સાથે રજૂ કરવામાં આવ્યો છે. પણ તેની અસર ખૂબ ઊંડે સુધી પડે છે. આ જ રીતે અક્ષય અને અનુપમ ખેરનો ઈંટરવ્યુ લેવાનો સીન મનોરંજક છે. અનુપમ ખેરના ઢગલો બાળકો હોય છે અને તેની પાછળ એ તર્ક આપે છે કે તેની જવાનીના સમયે ટીવી નહોતુ. શક્ય છે કે ભારતની જનસંખ્યા મોટાભાગની આ જ કારણે વધી હોય.

P.R
એક્ટિંગના બાબતે આ ફિલ્મ મજબૂત છે. અક્ષય કુમારે પોતાનુ કામ પૂરી ઈમાનદારી સાથે કર્યુ છે. એક રોફદાર અને આત્મવિશ્વાસથી ભરપૂર ઓફિસરના રૂપમાં તે સારો લાગે છે. ઓહ માય ગોડ પછી સ્પેશલ 26માં અભિનય કરી અક્ષયે બતાવી દીધુ છે કે તે મસાલા ફિલ્મોની સાથે સાથે લીકથી હટીને બનનારી ફિલ્મો માટે પણ તૈયાર છે.

અનુપમ ખેરે એક લાંબા સમય પછી યાદગાર અભિનય આપ્યો છે. નકલી ઓફિસરના રૂપમાં તે ખૂબ જ રોફદાર લાગે છે. પણ બીજી જ ક્ષણે તે ડરપોક બની જાય છે. આખી ફિલ્મમાં તેને એક ડર સતાવે છે કે ક્યાક તે પકડાય ન જાય. આ ડરને તેણે ખૂબ જ શાનદાર રીતે રજૂ કર્યો છે.

મનોજ વાજપેયીની ફિલ્મમાં એંટ્રી થતા જ ફિલ્મનુ સ્તર વધી જાય છે. એક કડક અને ઈમાનદાર પોલીસ ઓફિસરના રૂપમાં મનોજનો અભિનય જોવા લાયક છે. કાજલ અગ્રવાલનુ કામ ઠીક છે. રાજેશ શર્મા, કિશોર કદમ અને દિવ્યા દત્તાને ઓછી તક મળી છે. પણ તે પોતાની હાજરી નોંધાવે છે.

સ્પેશલ 26 ઘણા કારણોથી જોવા લાયક છે.

વેબદુનિયા પર વાંચો