'શૈતાન' જોતી વખતે અક્ષય કુમારવાળી 'ખેલાડી'ની યાદ આવે છે. જેની વાર્ત 'શૈતાન' સાથે ઘણી મળતી આવે છે. કારણ કે આ વાર્તાને નિર્દેશક બિજોય નામ્બિયારે જુદી જ રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. સાથે જ તેમણે પોલીસ ડિપાર્ટમેંટની ઉણપો અને ખૂબીઓ તથા ટીનએજર્સ અને તેમના પેરેટ્સની વચ્ચે વધતુ અંતરનો મુદ્દો પણ જોડ્યો છે, જેના કારણે ફિલ્મને ધાર મળી ગઈ છે.
IFM
એમી, ડૈશ, કેસી, જુબિન અને તાન્યા કોઈને કોઈ કારણે પોતાના માતા-પિતાથી નારાજ છે. તેમનુ તેમના માતા-પિતા સાથે ન બનવાનું કારણ એ છે કે કોઈના માતા-પિતાએ બીજા લગ્ન કરી લીધા છે તો કોઈના માતા-પિતા માત્ર પૈસા કમાવવામાં વ્યસ્ત છે.
એમી અને તેની ગેંગને પ્રેમ નથી મળતો તેથી તેમના માતા-પિતા તેમના ખિસ્સા રૂપિયાથી ભરી દે છે, જેના કારણે તેઓ દારૂ અને ડ્રગ્સના નશામાં ડૂબ્યા રહે છે. ટાઈમ પાસ કરવા માટે જુદા-જુદા પ્રકારના જોખમ ઉઠાવતા રહે છે. જેમાં કાર રેસનો પણ સમાવેશ છે. આવી જ એક કાર રેસમાં તેઓ બે લોકોને કચડી નાખે છે અને ત્યારબાદ તેમની જીંદગીમાં યૂ ટર્ન આવે છે.
પોતાના ગુન્હાને છિપાવવા માટે તેઓ ખોટું બોલીન એક નાટક રચે છે પરંતુ તેઓ બચવાને બદલે પોલીસના સંકજામાં ફસાતા જાય છે. પરિસ્થિતિઓ બદલાય જાય છે ત્યારે એકબીજા પર વિશ્વાસ કરનારા આ મિત્રો કેવી રીતે એક બીજાના વિરોધી બની જાય છે. આ નિર્દેશક બિજોયે શ્રેષ્ઠ રીતે રજૂ કર્યુ છે.
જ્યારે માણસને પોતાનો જીવ બચાવવો હોય ત્યારે તેઓ નૈતિકતા, મિત્રતા, સોગંધ-વચન બધુ ભૂલીને પોતાની જાતને બચાવવામાં લાગી જાય છે. તેનુ આ શૈતાન રૂપ ત્યારે જ સામે આવે છે.
પોલીસ વિભાગની હકીકતને પણ રજૂ કરવામાં આવી છે. એક બાજુ ઈમાનદાર ઓફિસર છે જે જીવના જોખમે પોતાનુ કામ કરે છે તો બીજી બાજુ એવો ઓફિસર પણ છે જે સાડા આઠ હાજર રૂપિયામાં નિ:સ્વાર્થ સેવા નથી કરી શકતા.
અનુરાગ કશ્યપથી પ્રભાવિત નિર્દેશક બિજોય નામ્બિયારની પકડ ફિલ્મ પર જોવા મળે છે. જો કે બુરખાવાળુ દ્રશ્ય 'જાને ભી દો યારો' અને મેડિકલ સ્ટોર પર ચોરી કરનારું દ્રશ્ય 'દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે'ની યાદ અપાવે છે.
IFM
બિજોયે પોતાના કલાકારો પાસેથી સારુ કામ લેવા ઉપરાંત વાર્તાને ઝડપી ગતિએ રજૂ કરી છે. જેનાથી ફિલ્મનો રોમાંચ વધી જાય છે. રિયલ લોકેશન પર શૂટિંગ કરવાને કારણથી ફિલ્મમાં વાસ્તવિકતા જોવા મળે છે.
બીજા હાફમાં જરૂર ફિલ્મ થોડી ખેંચવામાં આવી હોય તેવી લાગે છે. પરંતુ તેનાથી ફિલ્મ જોવાની મજા બગડતી નથી. ક્લાસિક ગીત 'ખોયા ખોયા ચાંદ' નો તેમણે ખૂબ જ સરસ રીતે ઉપયોગ કર્યો છે, જે પાર્શ્વમાં વાગતુ રહે છે અને એ સમયે સ્ક્રીન પર ગોળીબાર થતી રહે છે.
બિજોયનુ શોટ ટેકિંગ શ્રેષ્ઠ છે, જો કે સ્લો મોશનનો તેમણે વધુ ઉપયોગ કર્યો છે. એમી ના અતીતને વારંવાર બતાવવામાં આવે છે જેમા તેની મા તેને બાથ ટબમાં ડૂબાવી રહી છે, ફિલ્મની ગતિને પ્રભાવિત કરે છે.
રાજીવ ખંડલવાલ 'આમિર' પછી એકવાર ફરી પ્રભાવિત કરે ક હ્હે. 'રાગિની એસએમએસ' વાળા રાજકુમાર યાદવ અને કલ્કિ ઉપરાંત મોટાભાગના ચેહરા અપરિચિત છે, પરંતુ બધા પોતાનુ પાત્રમાં ડૂબેલા જોવા મળે છે. કેમરા વર્ક, લાઈટિંગ અને સંપાદન બાબતે ફિલ્મ સશક્ત છે. બે-ત્રણ ગીત થીમના મુજબના છે.
અનોખા પ્રસ્તુતિકરણ અને રોમાંચને મજા લેવા માંગતા હોય તો 'શૈતાન'ને જોઈ શકાય છે.