ચાર સભ્યોનો એક પરિવાર નવા બંગલોમાં રહેવા માટે જાય છે અને તેમને ખ્યાલ આવે છે ઘરમાં તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ રહે છે, જેને તેઓ જોઈ નથી શકતા પણ માત્ર સાંભળી શકે છે...ભૂત!!!
વેલ, બધાને ખબર છે કે રામ ગોપાલ વર્મા ભૂત-પ્રેમ (પરની ફિલ્મો બનાવવા) માટે પ્રેમભરી લાગણી ધરાવે છે પણ તેમની આ લેટેસ્ટ ફિલમ પેરાનોર્મલ કરતા નોર્મલ વધારે લાગે છે.
જો તમે હોરર ફિલ્મોથી ડરતા હોવ તો આ ફિલ્મ જોવા જશો તો પણ ચાલશે, કારણ કે તમને આ ફિલ્મમાં ડર લાગે તેવું કંઈ જ નથી. તરુણ (જે.ડી)અને નમ્રતા (મનિષા) પોતાના બે બાળકો તમન અને નિમ્મી (અલ્યાના શર્મા) સાથે નવા બંગલોમાં રહેવા માટે જાય છે. તેમની સાથે તરૂણની બહેન પૂજા (મધુ શાલિની) પણ જોડાય છે, જે આ પાંચ લોકોમાંથી સૌથી વધુ નીડર છે.
વિચિત્ર અવાજ કરતો દરવાજો, કિચૂડ કિચૂડ કરતો હિંસકો, રડતા કૂતરાઓ, પૂનમની રાત (લગભગ દરરોજ), પોતાની જૂનવાણી વાર્તાઓ ધરાવતો ઘરનો ભયાનક નોકર, વિન્ડ ચાઈમ્સ, ટક ટક કરતી ઘડિયાળ અને એક સોનેરી વાર ધરાવતી ઢીંગલી ડોલી(કેટલું નવું નામ છે, નહીં?!??!) અને હા, આ બધુ પાછુ જેવું તેવું નહીં, 3ડીમાં, અપ-ક્લોઝ અને બહુ જ નજીક. ગૃહપ્રવેશ પછી 6 વર્ષની નિમ્મીની દોસ્તી ભૂત સાથે થઈ જાય છે, જેને માત્ર નિમ્મી જ જોઈ શકે છે. નિમ્મી ભૂત સાથે રમે છે, વાતો કરે છે અને નિમ્મીના માતા-પિતાને લાગે છે નિમ્મી તેની કાલ્પનિક દુનિયામાં રાચી રહી છે.
P.R
તે પછી ઘરનો સામાન હલવા લાગે છે, થોડા સમય પછી ઘરના લોકો પણ હલવા લાગે છે (તે પણ સુપર સ્લો મોશનમાં, મોટાભાગે સીડીથી ઉપર-નીચે થાય છે) અને લોકો ચીસાચીસ કરવા લાગે છે. રાતના સમયે સૂવાને બદલે જાગવા લાગે છે. ભૂત ઘણીવાર છુપાયેલા કેમેરા સામે પોઝ આપે છે, જેના કારણે લોકો વધારે ચીસો પાડે છે. આખરે ફિલ્મનો અંત આવે છે.
પોતાની ટ્રેડમાર્ક સ્ટાઈલમાં રામ ગોપાલ વર્માએ કેમેરાને એવા એવા એન્ગલ પર સેટ કર્યા છે જ્યા આ પહેલા અન્ય કોઈએ સેટ કરવાનો વિચાર પણ નહીં કર્યો હોય. જેમ કે પંખાના પાંખિયામાં, ઝુમ્મરમાં, સ્ટુપિડ-ક્યુપિડની મૂર્તિની પાછળ, ટેબલના બે પાયા વચ્ચે અને સ્ત્રીઓની બેડશીટની નીચે (તેમને નવાઈ ના લાગી?? અમને પણ નહીં). 'ભૂત રિટર્ન્સ' પણ કોઈ નવી વાર્તા વગર જ. માત્ર છેલ્લી 20 મિનીટ કંઈક રસપ્રદ છે. જ્યારે મિસ. ભૂત અથવા મિસ. ભૂતની બધાની સામે આવે છે અને થોડીવાર માટે બધાને ડરાવે છે(ખરેખર ડરાવે છે). આ ફિલ્મ રામુની ફિલ્મ 'વાસ્તુ શાસ્ત્ર'ની કોપી જ લાગે છે પણ 'ભૂત'ની આસપાસ પણ જોવા નથી મળતી.
3ડી ફિલ્મોના શોખીનો માટે, રામ ગોપાલ વર્માએ આ ટેકનોલોજીનો પ્રભાવિત કરી શકે તેવો નવીનતમ પ્રયોગ કર્યો છે, અમુક હિસ્સાઓમાં. સંદીપ ચૌવટાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ હોરર ફિલ્મને એક અલગ સ્તરે લઈ જવા માટે ખાસ કંઈ જ યોગદાન નથી આપતું. મનિષાએ આ ફિલ્મ દ્વારા કમબેક ચોક્કસ કર્યું છે પણ ફિલ્મમાં અભિનય કરવાને બદલે તેને માત્ર ચીસો પાડવાની અને ડરવાની તક મળી છે.
વેલ, અમે ડર્યા ચોક્કસ પણ આ ફિલ્મને કારણે નહીં પણ 'ભૂત 3' પણ બનવાનું છે એ વિચાર માત્રને કારણે!