ફિલ્મ સમીક્ષા : ઈગ્લિશ વિંગ્લિશ

P.R
સ્ટાર : શ્રીદેવી, આદિલ હુસૈન, મેહડી નેબૌઉ, અમિતાભ બચ્ચન
ડાયરેક્શન: ગૌરી શિંદ
રેટિંગ: 3.5 સ્ટાર્સ

શશી ગોડબોલે એક સુપર-સેન્સિટિવ પત્ની, માતા, વહુ અને એક પરફેક્ટ ગૃહિણી હોવાની સાથે સાથે નાનકડો બિઝનેસ પણ ચલાવે છે. તેની એકમાત્ર વિકલાંગતા તેનું ઈંગ્લિશ ભાષાનું અજ્ઞાન છે. શું તે આ ભાષાને શીખીને તેના પર જીત મેળવી શકે છે?

શશી ગોડબોલે આપણી આસપાસ જોવા મળતી અપર-મિડલ ક્લાસની બે બાળકોની માતા છે, જેની ખાસ પ્રતિભામાં લાડુ બનાવવા પણ સામેલ છે. તે એટલા સારા લાડુ બનાવે છે કે તે આનો નાનકડો બિઝનેસ પણ ચલાવે છે.

પણ એક પ્રતિભા જે શશીમાં ખૂટે છે તે ઈંગ્લિશ બોલવાની અણઆવડત. આના કારણે વારંવાર તે પોતાના પતિ (આદિલ હુસૈન) અને ટીનએજ દીકરી (નવિકા કોટિયા)ના મજાકનું પાત્ર બને છે. ફિલ્મમાં એ મુદ્દા પર ધ્યાન આપવામાં આવ્યુ છે કે જે લોકો ફ્લુઅન્ટ ઈંગ્લિશ બોલે છે તેઓ ઈંગ્લિશ નહીં બોલી શકતા લોકો પ્રત્યે ઉતરતો ભાવ રાખે છે. પણ શશી કોઈ હાર માની જાય તેવી સાધારણ સ્ત્રી નથી. જ્યારે તેને પોતાની ભત્રીજીના લગ્ન માટે ન્યૂ યોર્ક જવાની તક મળે છે ત્યારે તે ચાર અઠવાડિયાનો ઈંગ્લિશ શીખવાનો ક્રેશ કોર્સ કરે છે અને દરરોજ અમુક કલાકો તેના માટે ફાળવે છે.

P.R
અહીંથી શરૂ થાય છે રમૂજી પણ દુ:ખદ વાર્તા જેમાં શશી અને સ્પેનીશ નેની (ઈવા એગિલેર), તામિલ સોફ્ટવેર એન્જીનિયર રામા (રાજીવ રવિન્દ્રનાથનમ), એક ચાઈનીઝ બ્યૂટિશિયન યુ સન (મારિયા રોમાનો), એક ફ્રેન્ચ કૂક લૌરેન્ટ (મેહડી નેબૌઉ), પાકિસ્તાની કેબી સલમાન ખાન (સુમિત વ્યાસ), એક આફ્રિકન ડાન્સર ઉડુમ્બકે (ડેમિયન થોમ્પસન) અને તેમના ઈંગ્લિશ ટિચર ડેવિડ (કોરી હિબ્સ)નું પચરંગી ગ્રુપ સાથે મળીને ઈંગ્લિશ શીખે છે. આ ગ્રુપમાં તમને દ્રઢ નિર્ધાર અને દમ જોવા મળશે જે તમને પણ તમારી અણઆવડતોને સામે લડવામાં મદદ કરશે.

ઈંગ્લિશ ક્લાસના ટિચર પણ શશીને ઘણી મદદ કરે છે, જેની નિષ્ઠા છતાં પણ તેના લગ્નજીવનમાં અસ્વસ્થતા આવી ગઈ છે અને તેની ટિનએજ દીકરી સાથેના સંબંધમાં આત્મસન્માનની કમી રહેલી છે. ફ્રેન્ચ કુક લૌરેન્ટના શશી માટેના આકર્ષણને કારણે શશીને પોતાના મૂલ્યનો અહેસાસ થાય છે. તેને મળેલા રહેલા અટેન્શન અને ઈંગ્લિશના જ્ઞાન સાથે હવે શશીને ઉડવા માટે જાણે કે નવી પાંખો મળી ગઈ છે.

આ ફિલ્મ વર્ષ 2012ની બેસ્ટ ફિલ્મોમાં વધારો કરી રહી છે. ફિલ્મના દરેક ગીત દર્શકોના હૃદયને સ્પર્શી જાય છે.

આ પહેલા ટીવી જાહેરાતો બનાવતી નવોદિત ડાયરેક્ટર ગૌરી શિંદેએ સાબિત કર્યું છે કે તે બોલિવૂડની કુશળ લેખક-ડાયરેક્ટર બની શકે છે. તેની પહેલી ફિલ્મ સ્વિય, સેન્સિટિવ અને સુપરલેટિવ છે જે તમને હસાવે છે, રડાવે છે અને તમારા ચહેરા સ્મિત પણ લાવે છે. દરેક લાગણીઓ સાથે તમે પોતાને જોડી શકશો, દરેક ઝીણવટ સંતુલિત છે. પાત્રો વાસ્તવિક છે અને તેમનો અભિનય પ્રયત્નરહિત છે.

અમિત ત્રિવેદીનું સંગીત સુંદર અને કર્ણપ્રિય છે. ટાઈટલ ટ્રેક, ગુસ્તાખ દિલ, નવરાઈ માઝીનું મરાઠી રિમિક્સ અને બાકીના બધા જ ગીતો પણ અદ્દભુત છે. આ ગીતોની સુંદરતા એ છે તેઓ ફિલ્મની વાર્તા સાથે વહે છે અને તેમાં કોઈ ખલેલ પેદા નથી કરતાં. અમિતના આ ગીતો સાંભળીને કદાચ તમને એકવાર એવો પ્રશ્ન પણ થાય કે જ્યારે સરળ ગીતો આટલા મજાના હોય છે તો પછી અન્ય ફિલ્મમેકર્સ શા માટે ચીલાચાલુ લિરિક્સ સાથેના સિંગ-એન્ડ-ડાન્સ પ્રકારના ગીતો અને આઈટમ સોન્ગ બનાવે છે.

શ્રીદેવી આ ફિલ્મની કરોડરજ્જૂ છે. ઉત્સુકતા, ગુસ્સો, અહંકાર, સંતાપ, આકર્ષણ જેવા બધા જ હાવભાવ શ્રીદેવીએ શબ્દો કે શબ્દો વગર એકદમ સહજતાથી વ્યક્ત કર્યાં છે. 15 વર્ષ બાદ સિલ્વર સ્ક્રિન પર પાછા ફરવું કોઈ નાની સૂની વાત નથી, તેમ છતાં, શ્રીદેવીનો અભિનય આજની કોઈપણ અભિનેત્રીની આંખો પહોળી કરી દેશે.

મુંબઈથી ન્યૂયોર્કની ફ્લાઈટમાં શશીનો સાથ આપ્યો છે વાતોડિયા કો-પેસેન્જર અમિતાભ બચ્ચને.યુએસમાં આવતા જ ઈમિગ્રેશન પોઈન્ટ પર જ્યારે અમિતાભને પૂછવામાં આવે છે કે, તમારી મુલાકાતનો હેતુ શું છે? ત્યારે આંખનો પલકારો માર્યા વગર જ અમિતાભ બચ્ચન જવાબ આપે છે કે તેઓ અમુક ડોલર ખર્ચ કરીને અમેરિકાની ઈકોનોમીને રિકવર કરવા માટે આવ્યા છે. આ ઉપરાંત, શશીના પતિ તરીકે આદિલ, કો-સ્ટુડન્ટ લૌરેન્ટ એટલે કે મેહડી નેબૌઉ અને શશીના બન્ને બાળકોએ પણ તેમના પાત્ર પ્રમાણે યોગ્ય અને સારો અભિનય આપ્યો છે.

જો તમે શ્રીદેવીના ચાહક હોવ તો તમે ફિલ્મ જોવા જઈ શકો છો અને જો શ્રીદેવીના ચાહક ન હોવ તો તો ચોક્કસ જવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો