ન્યૂયોર્ક ; આંતક અને અવિશ્વાસનો હાઈટેક ડ્રામા

IFM
નિર્માતા : આદિત્ય ચોપડા
નિર્દેશક - કબીર ખાન
વાર્તા - આદિત્ય ચોપડ
પટકથા-સંવાદ-ગીત - સંદીપ શ્રીવાસ્તવ
સંગીત - પ્રીત
કલાકાર - જોન અબ્રાહમ, કેટરીના કેફ, નીલ નિતિન મુકેશ, ઈરફાન

9/11ની ઘટના પછી લોકોમાં અવિશ્વાસ વધ્યો છે. અમેરિકન સંઘીય એજંસી એફબીઆઈએ ડિટેશનના હેઠળ અમેરિકામાં વસેલા 1200 એશિયાઈ લોકોને અમાનવીય પીડાઓ આપી 1000ના પુરાવાના અભાવમાં થોડા વર્ષો પછી છોડવામાં આવ્યા. જેમાથી મોટાભાગના લોકોની આજે પણ માનસિક સ્થિતિ સારી નથી. આ સંદર્ભને લઈને નિર્દેશક કબીર ખાને, શક, અવિશ્વાસ અને અત્યાચારનો હાઈટેક ડ્રામા ફિલ્મ ન્યૂયોર્કના દ્વાર રજૂ કરી છે.

સેમ(જોન અબ્રાહમ) એશિયાઈ મૂળનો અમેરિકી નાગરિક છે. એને અમેરિકન હોવા પર ગર્વ છે. માયા (કેટરીના કેફ) કોલેજમાં એની સાથે ભણે છે. ઉમર (નીલ નીતિન મુકેશ) દિલ્લીથી આગળનો અભ્યાસ કરવા માટે ન્યૂયોર્ક જાય છે. આ ત્રણે યુવાનો કોલેજ લાઈફનો ભરપૂર આનંદ ઉઠાવે છે. અચાનક 9/11ની ઘટના ઘટે છે અને ત્યારબાદ ત્રણેની જીંદગીમા બદલાવ આવી જાય છે.

માયાને ઉમર ચાહવા માંડે છે, પરંતુ જ્યારે તેને જાણ થાય છે કે માયા, સેમને પસંદ કરે છે તો એ તેમની જીંદગીમાંથી જતો રહે છે. સેમ એફબીઆઈની ચપેટમાં આવી જાય છે અને તેને ઘણી યાતનાઓ સહેવી પડે છે પછી તેને છોડી દેવામાં આવે છે.

IFM
વાર્તા વર્ષ 2009માં આવે છે. એફબીઆએઅ એજંટ રોશન (ઈરફાન ખાન) ઉમરને પકડી લે છે. તેને શક છે કે સેમ આતંકવાદિઓ સાથે સંકળાયેલો છે. એ ઉમરને સૈમની ઘરે મોકલે છે જેથી તેના વિરુધ્ધ સબૂત એકત્ર કરી શકે. શુ સેમ આતંકવાદી છે? શુ એ પોતાની મિત્રની જાસૂસી કરશે ? જેવા પ્રશ્નોનો સામનો ઉમરને કરવો પડે છે.

અદિત્ય ચોપડાએ વાર્તામાં રોમાંસ અને થ્રિલ દ્વારા પોતાની વાત કરી છે. આગળ શુ થશે, તેની ઉત્સુકતા આખી ફિલ્મમાં જળવાઈ રહે છે. નિર્દેશક કબીર ખને આદિત્યની વાર્તા દ્વારા ખૂબ જ શ્રેષ્ઠ વિષય ઉઠાવ્યો છે. આ વિષય પર એક સારી ફિલ્મ બની શકતી હતી, પરંતુ કોમર્શિયલ ફોર્મેટમાં રજૂ કરવાને કારણે ઘણા વિષયોની ગંભીરતા ઓછી થઈ ગઈ છે. 'કાબુલ એક્સપ્રેસ'ને ડોક્યુમેંટ્રી કહેવામાં આવી હતી, કદાચ તેથી જ કબીરે ફિલ્મને મનોરંજક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મોટુ બજેટ પણ આનુ એક કારણ હોઈ શકે છે.

ન્યૂયોર્ક ફિલ્મની ફોટોગેલેરી જોવા ક્લિક કરો
આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવ્યુ છે કે સામાન્ય મુસલમાનો અમેરિકી નાગરિકના વિરુધ્ધ નથી. તેમનો ગુસ્સો એફબીઆઈ અથવા એવી સરકારી સંસ્થાઓના વિરુધ્ધ છે, જેમણે તપાસની આડ લઈને નિર્દોષ લોકોને સતાવે છે.

એફબીઆઈ એજંટ રોશન જે મુસલમાન છે ના સંવાદો (યે અમેરિકામે હી હો સકતા હૈ કિ એક મુસલમાન કે બચ્ચે કો બેસબોલ કી ટીમમે શામિલ કિયા જાય ઔર ઉસે હીરો કી તરહ કંધો પર ઉઠાયા જાય/અબ મુસલમાનો કો આગે આકર અપની ખોઈ ઈજ્જતના કો કાયમ કરના હોગા)ના દ્વારા તેમને અમેરિકાના વખાણ પણ કર્યા છે.

બીજા હાફમાં ફિલ્મ પરથી કબીરનુ નિયંત્રણ નથી રહ્યુ. ઘણા બિનજરૂરી દ્રશ્યોએ ફિલ્મને લંબાઈને કારણ વગર વધારી. 37 વર્ષીય જોનને વિદ્યાર્થીનાર રૂપમાં જોવો થોડુ અજુગતુ લાગે છે. ન્યૂયોર્ક યૂનિવર્સિટીને પણ એ જ અંદાજમાં બતાવવામાં આવી છે, જેવી કે ભારતીય કોલેજોને ફિલ્મોમાં બતાવવામાં આવે છે. ફિલ્મમાં અંગ્રેજી સંવાદ છે, પરંતુ હિન્દી ઉપ-શીર્ષક આપવામાં આવ્યા છે, જેથી અંગ્રેજી ન જાણનારાઓને તકલીફ ન થાય.

IFM
અભિનયની દ્રષ્ટિએ જોન અબ્રાહમની આ અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ કહી શકાય છે. સેમનુ પાત્ર તેણે ખૂબ જ સરસ રીતે ભજવ્યુ છે. બે ફિલ્મ જૂના નીલ નિતિન મુકેશ પણ જોનથી કોઈ બાબતે ઓછા નથી રહ્યા. કેટરીનાને જ્યારે તેઓ સાત વર્ષ પછી મળે છે અને કેટરીના તેને બતાવે છે કે તેણે જોન સાથે લગ્ન નથી કર્યા ત્યારે તેના ચહેરાના ભાવ જોવા લાયક છે.

કેટરીના કેફે સાબિત કર્યુ છે કે તેઓ અભિનય પણ કરી શકે છે, પરંતુ પહેલાની ફિલ્મો કરતા તેઓ ઓછી સુંદર લાગી. ઈરફાન (ખાન સરનેમ તેમણે હટાવી લીધી છે.)એક નૈસર્ગિક અભિનેતા છે અને આ ફિલ્મમાં પણ તેમણે પોતાના અભિનયની કમાલ બતાવી છે.

અસીમ મિશ્રાની ફોટોગ્રાફી ઉંચા દરજાની છે. જૂલિયસ પીકિઅમનુ બેકગ્રાઉંડ સ્કોર શ્રેષ્ઠ છે. સંગીતકાર પ્રીતમ ફોર્મમાં જોવા મળ્યા. હે જૂનૂન, મેરે સંગ ઔર તૂને જો કહા થા લોકપ્રિય થઈ ચૂક્યા છે