જાણો કેવી છે ફિલ્મ : મદ્રાસ કેફે

,મુખ્ય કલાકાર : જોન અબ્રાહમ, નરગિસ ફાખરી અને રાશિ ખન્ના
નિર્દેશક : શૂજીત સરકાર
સંગીતકાર : શાંતનુ મોઈત્રા
રેટિંગ : 4

P.R

આપણી ટેવ જ નથી કે આપણે સત્યને નિકટથી નથી જોતા કે પછી નજર ફેરવી લઈએ છીએ. એ જ કારણ છે કે આપણે ફિલ્મોમાં પણ સંમોહક ખોટુ રચીએ છીએ અને પછી એ અસત્યને એંજોય કરીએ છીએ. વર્ષોથી હિન્દી સિનેમામાં આપણે નાચવુ ગાવુ અને પ્રેમથી સંતુષ્ટ અને આનંદિત થતા રહ્યા છીએ. સત્ય નએ સમાજને નિકટથી જોવાની એક દ્ઝારા ફિલ્માં રહી છે,પણ મેનસ્ટ્રીમ સિનેમા અને તેના દર્શકો આવી ફિલ્મોથી દૂર રહે છે. આ પરિદ્રશ્યમાં શૂજીત સરકારની 'મદ્રાસ કેફે' એક નવુ પ્રસ્થાન છે. હિન્દી સિનેમાના સામાન્ય દર્શકોએ આવી ફિલ્મ પહેલા નથી જોઈ.

પડોશી દેશ શ્રીલંકાના ગૃહ યુદ્ધમાં ભારત એક કારક બની ગયુ હતુ. મધ્યસ્થતા અને શાંતિના પ્રયાસોને નિષ્ફળ થવા છતા આપણે ગૃહ યુદ્ધમાં ભારત જોડાયુ. શ્રીલંકા સેનાની ઔપચારિક સલામી લેતી વખતે આક્રમણથી લઈને જીવલેણ માનવ બોમ્બ વિસ્ફોટ,સુધી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી તેના એક કોણ રહ્યા. 'મદ્રાસ કેફે' આ ઘટનાઓને પડદા પર રચે છે. આપણે થોડા પાછળ જઈએ તો જોઈશુ કે નિર્ણય બદલાય ગયા હોત તો પરિસ્થિતિ અને પરિણામ પણ બદલાય ગયા હોત. સૂજીત સરકારે 'મદ્રાસ કેફે' માં બધી વ્યક્તિઓ અને સંગઠનોના નામ બદલી નાખ્યા છે. વિવાદો નએ મુશ્કેલીઓથી બચવા તેમણે આવુ કર્યુ. શ્રીલંકા ભારત સંબંધ, શ્રીલંકાના ગૃહયુદ્ધ, વી પ્રભાકરન અને રાજીવ ગાંધીના નિર્ણયોનો વિરોધ કે સહમતિ હોઈ શકે છે. સ્વતંત્ર થવાની કોશિશમાં 'મદ્રાસ કેફે' વૈચારિક અને રાજનીતિ પક્ષ નથી લેતી.

P.R


મદ્રાસ કેફે' પોલિટિકલ થ્રિલર છે. હિન્દી ફિલ્મો પડોશી દેશોની રાજનીતિ અને તેના પ્રભાવને ટચ નથી કરતી, ગમે ત્યારે એક પાકિસ્તાનને આતંકવાદ સાથે જોડીને અંધરાષ્ટ્રવાદથી પ્રેરિત ફિલ્મો બનતી રહે છે. તેમા પણ વાસ્તવિક ઘટનાઓ નથી હોતી. શૂજીત સરકાર અને જોન અબ્રાહમે આ હિસબથી સાહસિક પગલુ ઉઠાવ્યુ છે. તેમણે ઐતિહાસિક દ્રશ્યમાં શ્રીલંકાના ગૃહયુદ્ધને મુકવાની સાથે રાજીવ ગાંધી હત્યા સુધીના પ્રસંગો લીધા છે. તેમણે પોતાની ફિલ્મની સ્ટોરી મુજબ જ રંગ અને ટ્રેક્સચરની પસંદગી કરી છે. આ ફિલ્મના છાયાંકનમાં પણ કમલજીત નેગીએ સ્ટોરીની જરૂર મુજબ ધ્યાન રાખ્યુ છે. શરૂઆતથી અંત સુધી ગતિ, ઉર્જા અને ગૃહ યુદ્ધની વિભીષીકાનો રંગ જોઈએ છીએ.

ફિલ્મના લેખકોની મેહનત જ દસ્તાવેજી વિષયને એક રોચક ફિલ્મમાં બદલે છે. આ ફિલ્મના કેટલાક દ્રશ્યો ડોક્યૂમેંટરી જેવા લાગે છે તો એ વિષયના પડકારોને કારણે છે. વિદેશોમાં જરૂર આવી ફિલ્મો બનતી રહી છે અને શક્ય છે કે 'મદ્રાસ કેફે'ની દ્રશ્ય રચના તેનાથી જ પ્રભાવિત હોય. પણ ભારતીય સંદર્ભમાં આ પહેલીવાર ઈમાનદાર કોશિશ છે. આ ફિલ્મ માટે ખુદને તૈયાર કરવી પડશે અને અપેક્ષિત માનસિક તૈયારીની સાથે થિયેટરમાં ઘુસવુ પડશે. હિન્દી ફિલ્મોનુ બનાવટી એંટરટેનમેંટ અહી નથી. છતા 'મદ્રાસ કેફે' એંટરટેનમેંટ કરે છે. નિકટ ભૂતકાળથી એ પરિચિત કરાવે છે.

શૂજીત સરકારે આ ફિલ્મમાં સીમિત રેંજના અભિનેતાની ક્ષમતાઓનો સુંદર ઉપયોગ કર્યો છે. જોન અબ્રાહમે પાત્રની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કર્યો છે. નિર્દેશકની અપારંપારિક કાસ્ટિંગથી ફિલ્મની વિશ્વસનીયતા વધી ગઈ છે. રાશિ ખન્ના, દિબાંગ, સિદ્ધાર્થ બાસુ, પ્રકાશ બેલવાડી, પિયૂષ પાંડે અને જય રતમ વગેરેએ પોતાના પાત્રોને જીવંત કર્યા છે. નરગિસ ફખરી ફિલ્મમાં અંગ્રેજી જર્નલિસ્ટની ભૂમિકામાં છે.

જોન અબ્રાહમ અને નરગિસ ફાખરીની વાતચીતમાં અંગ્રેજી હિન્દીનો ફર્ક કેમ મુકાયો છે ? બંને એ દ્રશ્યોમાં કોઈ એક ભાષા હિન્દી કે અંગ્રેજીનો ઉપયોગ કરી શકતા હતા. ઉણપો અન્ય પણ છે, પરંતુ પોતાના ઢંગની આ પ્રથમ કોશિશ 'મદ્રાસ કેફે'ના વખાણ પણ કરવા પડશે કે તેણે હિન્દી ફિલ્મોની જમીનનો વિસ્તાર કર્યો છે.

વેબદુનિયા પર વાંચો