જોક્સને જો વાર્તા બનાવીને સંભળાવવામાં આવે તો તેમાં મજા નથી આવતી. કંઈક આ જ પ્રકારની વાત 'જર્ની બોમ્બે ટુ ગોવા' જોયા પછી મગજમાં આવે છે. નિર્દેશક રાજ પેંડુરકરે જથ્થાબંધ હાસ્ય કલાકારોનો મેળો જમાવી લીધો, પણ તેમનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તેમને સમજણ ન પડી.
આ લોકો પાસે જોક્સ તો તૈયાર જ હતા. પણ જોક્સને રજૂ કરવા માટે સારી વાર્તા ન હતી. આ વાત પર વધુ વિચાર કરવામાં આવ્યો નહિ અને જૂની ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા' નો બસ વાળો તુક્કો નામ સાથે ઉડાવી લીધો.
ટીવી પર પ્રસારિત થનારો એક કલાકના હાસ્ય કાર્યક્રમમાં આ કલાકારો (?) ને આપણે કેવી પણ રીતે જીરવી લઈએ, પણ અઢી કલાક ની ફિલ્મમાં આ કંટાળાજનક લાગે છે.
નિર્દેશક અને લેખકે પોતાનું બધુ ધ્યાન એક-એક પંક્તિના સંવાદો પર આપ્યું છે, જેના દ્વારા દર્શકોને હસાવી શકાય છે. કેટલીક જગ્યાએ આ સંવાદો હસાવે છે, પણ તેમની સંખ્યા ઓછી છે. પરિસ્થિતિયો વડે હાસ્ય ઉત્પન્ન કરવાની કોશિશ નથી કરવામાં આવી. કેટલાક દ્રશ્યો તો ઢંગ વગરના જ લાગે છે.
લાલ અને દાસ બે લાખ રૂપિયાને એક બસ બનાવે છે. તેમની આ બસમાં મુસાફરો બોમ્બેથી ગોવા જવાં માટે બેસે છે. આ બધા એકથી એક નમૂના હોય છે. આ મુસાફરોમાંથી એકનું પરિસ્થિતિવશ મૃત્યુ થઈ જાય છે. મરતાં પહેલા તે એક ખજાનાનો નકશો આપે છે. અને પછી શરૂ થાય છે ખજાનાની શોધ.
વાર્તા વધારે ખરાબ છે કે પટકથા, આ કહેવું મુશ્કેલ છે. ફિલ્મની લંબાઈ જરૂર કરતાં વધુ છે. ફિલ્મ ઓછામાં ઓછી 30 મિનિટ નાની હોવી જોઈતી હતી. અહેસાન કુરૈશીની પત્ની બતાડવાની વાત કદાચ નિર્દેશક ભૂલી ગયા. ટીનૂ આનંદ અને તેમનો પુત્રનું દ્રશ્ય ખૂબ જ કંટાળાજનક છે.
નિર્દેશક રાજે આ ફિલ્મ આગળ બેસનારા દર્શકોને ધ્યાનમાં મૂકીને બનાવી છે. તેમણે માત્ર કોમેડી પર જ ધ્યાન આપ્યું છે. એકશન, ઈમોશન અને રોમાંસ ફિલ્મમાંથી ગાયબ છે. ફિલ્મનો અંત પ્રિયદર્શનની ફિલ્મોની ક્લાયમૈક્સની નકલ છે.
સુનીલ પાલ, રાજૂ શ્રીવાસ્તવ, વિજય રાજ, આસિફ શેખ, એહસાન કુરૈશીએ પોત-પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે.
નિતિન રોકાડેનું સંપાદન ખૂબ જ ખરાબ છે. આ જ હાલ ફોટોગ્રાફીનો પણ છે. કેમરો એવો હલે છે કે આંખોમાં દુ:ખાવો થવા માંડે છે. બજેટ ઓછુ હોવાને કારણે ક્લોજ-શોટ વધારેમાં વધારે લેવામાં આવ્યાં છે. લોગ-શોટમાં ધણીવાર ફોકસ આઉટ થઈ ગયો છે. સંગીતના નામ પર એક ગીત છે.
બધુ મળીને 'જર્ની બોમ્બે ટુ ગોવા' એક એવી યાત્રા છે જેને જલ્દી ભૂલી જવી જ ઠીક છે.