'ચક દે ઇંડેયા' એ ચોંકાવી દીધા

શનિવાર, 11 ઑગસ્ટ 2007 (18:13 IST)
IFMIFM

નિર્માતા: આદિત્ય ચોપડા
નિર્દેશક: શિમિત અમીન
પટકથા-સંવાદ-ગીત: જયદિપ સાહની
સંગીત: સલીમ-સુલેમાન
કલાકાર: શાહરૂખ ખાન, વિદ્યા માલવદે, અંજન શ્રીવાસ્તવ,જાવેદખાન,
રેટિંગ:4/5
ભારતીય રમતો પર આધારિત ફિલ્મો આંગળીના વેઠે ગણી શકાય તેટલી બની છે. ખુશીની વાત છે કે ગત એક-બે વર્ષોમાં ફિલ્મોમાં રમતો જોવા મળી છે. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે અને અને હાલમાં તે અવિકસિત રમત ગણવામાં આવે છે. આ રમત પર ફિલ્મ બનાવી નિર્દેશક શિમિત અમીનને એક સાહસિક કામ કર્યું છે.

'ચક દે ઇંડીયા' કબીર ખાનની વાર્તા છે, જે ક્યારેક ભારતીય ટીમના શ્રેષ્ઠ સેંટર ફોરવર્ડ રહી ચૂક્યો છે. પાકિસ્તાનના વિરૂધ્ધ એક ફાઇનલ મેચમાં તે અંતિમ ક્ષણોમાં પેનલ્ટી સ્ટ્રોકના માધ્યમ વડે ગોલ મારવામાં ચૂકી ગયાં.


મુસ્લિમ હોવાને કારણે તેમની દેશભક્તિ પર પ્રશ્ર્નાર્થચિન્હ લાગાવી દેવામાં આવ્યું. તેને ગદ્દાર કહેવામાં આવ્યો. આ મેચ બાદ ખેલાડીના રૂપમાં તેમનું કેરિયર ખતમ થઇ ગયું.

સાત વર્ષ બાદ તે મહિલા હોકી ટીમના કોચ બને છે. આ ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવી તે પોતાના ઉપર લાગેલ દાગને ધોવા માંગે છે, પરંતુ તેમનો રસ્તો આસાન ન હતો.

આ ખેલાડીઓનું ધ્યાન ઓછું હતું તે ફક્ત નામ માટે રમે છે. અલગ-અલગ પ્રદેશોમાંથી આવેલ આ છોકરીઓમાં એકતા નથી. સીનિયર ખેલાડીઓની દાદાગીરી હતી.


કબીર આ છોકરીઓના દિમાગમાં આ વાત નાંખવા માંગે છે કે તે પહેલાં ભારતીય છે, પછી તે મહારાષ્ટ્ર અથવા પંજાબની છે. પછી શરૂ થાય છે પ્રશિક્ષણના સમયગાળો. આ તરફથી મુશ્કેલીઓ આવે છે અને કબીર આ મુશ્કેલીઓને પાર પાડી અંતમાં પોતાની વિજેતા બનાવે છે.


વાર્તા ખૂબક જ સરળ છે, પરંતુ જયદીપ સાહનીની પટકથા એટલી ઉમદા છે કે પરથમ ફ્રેમથી જ અર્શકો ફિલ્મ સાથે જોડાય જાય છે. નાના-નાના દશ્ય એટલા ઉમદા રીતે લખવામાં આવ્યાં છે અને દર્શાવવામાં આવેલ કેટલાક દ્રશ્યો સીધા દિલને અડકી જાય છે.

શાહરૂખ જ્યારે પોતાની ટીમનો પરિચય મેળવે છે તો છોકરીઓ પોતાના નામ સાથે પોતાના પ્રદેશનું નામ જોડે છે તેને તે બહાર કરી દે છે અને પોતાના નામ સાથે ભારતનું નામ જોડનાર છોકરીઓને શાબાશી આપે છે. આ તે લોકોને જોરદાર માટે આઘાતજનક છે જે પ્રતિભા ખોજ કાર્યક્રમમાં પ્રતિભા પસંદ કરતી વખતે પોતાના પ્રદેશના પ્રથમ હોય છે અને ભારતીય પછી.

ઓસ્ટ્રેલિયામાં સ્ટેડિયમની બહાર ઉભા શાહરૂખ એક આદમીને ભારતનો તિરંગો લગાવતાં જોતો છે. એક ખેલાડી તેને આવીને પૂછે છે કે સર તમે અહીં શું કરી રહ્યાં છો તો શાહરૂખ જવાબ આપે છે કે મેં એક અંગ્રેજને તિરંગો લગાવતાં પ્રથમ વખત જોયો છે.

ભારત માટે રમતાં એક શ્રર્વશ્રેષ્ઠ ખેલાડીની આર્થિક સ્થિતી શુ હોય છે, તે નિર્દેશકે શાહરૂખને એક ખટારા સ્કૂટર પર બેસાડી સંવાદના માધ્યમ વિના રજૂ કરે છે.

મહિલા હોવાને કારણે આ ટીમને પુરૂષોની ટિકા-ટિપ્પણીઓનો શિકાર પણ બનવું પડે છે. હોકી એશોશિએયનના પદાધિકારીઓની વિચારસણી રહે છે કે વેલણ-પાટલી ચલાવનાર છોકરીઓ હોકી શું રમવાની, પરંતુ નિર્દેશકે કેટલાક દ્રશ્યોના માધ્યમ વડે સાબિત કરી દિધું છે કે મહિલાઓ કોઇ પણ મુદ્દે પુરૂષોથી ઓછી નથી. શાહરૂખ એક જગ્યાએ સંવાદ બોલે છે જે મહિલા પુરૂષને પેદા કરી શકે છે તે કંઇ પણ કરી શકે છે.

શિમિતનું નિર્દેશન ખૂબ જ શાનદાર છે. એક ચુસ્ત પટકથાને તેમને ખૂબ સરસ રીતે દર્શાવી છે. તે હોકીના માધ્યમ વડે દર્શકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવામાં સફળ રહ્યાં. એક દ્રશ્યમાં મેચના પહેલાં જ્યારે 'જન-ગણ-મન' ની ઘુન વાગે છે તો થિયેટરમાં હાજર દર્શકો સન્માનમાં ઉભા થઇ જાય છે.

ફિલ્મમાં દરેક મેચ દરમિયાન સિનેમાઘરમાં ઉપસ્થિત દર્શકો ટીમનો એ રીતે ઉત્સાહ વધારે છે કે જેવી રીતે સ્ટેડિયમમાં બેસીને સાચે જ મેચ જોઇ રહ્યાં હોય. દરેક દર્શક ટીમથી પોતાને જોડાયેલ જુએ છે અને અહીં પર શિમિત સફળ જોવા મળે છે.


શાહરૂખ ખાન એક કલંકિત ખેલાડી અને કઠોર કોચની ભૂમિકાને ખૂબ જ સારી રીતે ભજવી છે. તે શાહરૂખખાન ન લાગતાં કબીર ખાન લાગે છે. કેટલાક દ્રશ્યોમાં તેમને પોતાના ભાવને માત્ર આંખોથી વ્યકત કર્યા છે. કલંક ધોવા માટે તેમની બેચેની તેમના ચહેરા પર જોવા મળે છે. તેમની ટીમમાં સામેલ 16 છોકરીઓ પણ શાહરૂખને ટક્કર આપવામાં ઓછી ઉતરી નથી. તેમની અંદરો-અંદરની ખટપટ અને હોકી રમનારા દ્રશ્યો ઉમદા છે, પંજાબ અને હરિયાણાથી આવેલ છોકરીઓનો અભિનય શાનદાર છે.

ફિલ્મમાં ગીતો છે પરંતુ તે પાર્શ્વમાં વાગતાં રહે છે. આગીતોનો ઉપયોગ એકદમ યોગ્ય સ્થાને કરવામાં આવ્યો છે.જયદીપ સાહનીના સંવાદો સરાહનીય છે.

બધું એકઠું કરીને ' ચક દે ઇંડીયા' એકવાર જરૂર જોવી જોઇએ.

વેબદુનિયા પર વાંચો