નિર્દેશક રોહિત શેટ્ટી પોતાના પાત્રો પર ખૂબ મહેનત કરે છે. તેમની ફિલ્મના દરેક પાત્રની કોઈને કોઈ વિશેષતા હોય છે. જેવી કે 'ગોલમાલ 3'માં અજય દેવગનને જોઈ આંગળી બતાવે તો તેને એટલો ગુસ્સો આવે છે કે તે તેની આંગળી તોડી નાખે છે. શ્રેયસ તલપદેનુ પાત્ર અટકી અટકીને બોલે છે. જોની લીવરની વારંવાર યાદ આવી જાય છે અને તે હોશ ખોઈને વાતો કરે છે.
આ જ મહેનત જો રોહિત વાર્તા પર કરે તો ફિલ્મ જોવાલાયક બની જશે. 'ગોલમાલ 3'માં વાર્તા જેવુ કશુ જ નથી. ઢગલો ફની સીકવેંસને જોડીને ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. વચ્ચે કેટલાક એક્શન દ્રશ્ય પણ છે. જેમા રોહિતે પોતાની આદત મુજબ કાર ઉડાવી છે. અજય દેવગને સ્લોમોશનમાં ગુંડાઓને માર્યા છે.
IFM
'ગોલમાલ'ની વાર્તા જૂની 'ખટ્ટા મીઠા'થી પ્રેરિત છે અને જાણવા મળ્યુ છે કે 'ગોલમાલ 3'ના નિર્માતાઓએ 'ખટ્ટા મીઠા'ના નિર્માતાને પેમેંટ પણ કર્યુ છે જેથી તે રજૂ થતા સમયે કોર્ટમાં ન જાય.
મિથુન અને રત્ના પાઠક શાહ એવા પ્રેમી-પ્રેમિકા છે જે લગ્ન નથી કરી શકતા. બે અનાથ બાળકો (અજય દેવગન અને શ્રેયસ તલપદે)ને રત્ના અને ત્રણ અનાથ બાળકો(અરશદ વારસી, કુણાલ ખેમૂ અને તુષાર કપૂર)ને મિથુન ઉછેરે છે.
બાળકોને ખબર નથી હોતી કે તેમને આ મા કે બાપ હકીકતમાં તેમના માતા-પિતા નથી. વરસો પછી મિથુન અને રત્ના ફરી મળે છે. ચોરીચોરી મળવાની રમત ફરી શરૂ થાય છે અને અજયની ગર્લફ્રેંડ કરીના આ વાત જાણી જાય છે.
તેના પ્રયત્નોથી મિથુન અને રત્ના લગ્ન કરી લે છે, પરંતુ તેમના બાળકોમાં પરસ્પર બનતુ નથી. એકબીજાને નમતું બતાવવાની તેઓ હરીફાઈ લગાવતા રહે છે અને ઘણી હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ ઉભી થાય છે. છેવટે તેમના અનાથ હોવાનો ભેદ ખુલી જાય છે અને ત્યારબાદ તેઓ એક સુખી પરિવારની જેમ રહેવા માંડે છે.
ફિલ્મમાં ઘણા એવા દ્રશ્યો છે જે હસાવે છે, અજય દેવગન દ્વારા આંગળી તોડવી, વસૂલી અને ઈંસપેક્ટરની વચ્ચે ટેલીફોન પર વાતચીત, તવાવાળુ દ્રશ્ય, જોની લીવર દ્વારા વારંવાર યાદગીરી ગુમાવવી, અજય-તુષાર-કુણાલ-અરશદ અને શ્રેયસની વચ્ચે સંવાદ વગરનો સીન જેમા તેઓ એકબીજાને જુદી જુદી વસ્તુઓ બતાવીને ધમકાવે છે. મિથુન અને રત્નાની લવસ્ટોરીવાળા દ્રશ્યો સારા બન્યા છે. સાથે જ ઘણા એવા દ્રશ્યો પણ છે જેને જોઈને લાગે છે કે કારણ વગર હસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેટલાક દ્ર્શ્યો ફાલતૂ પણ છે.
IFM
એક નિર્દેશકના રૂપમાં રોહિત કંઈ નવુ ન કરી શક્યા અને અગાઉની ફિલ્મો જેવુ જ રીપીટેશન કરતા રહ્યા. કોમેડીની સાથે સાથે તેમને વાર્તા, ઈમોશંસ અને મ્યુઝિક પર પણ ધ્યાન આપવુ જોઈતુ હતુ. ફિલ્મનુ સંગીત નિરાશાજનક છે અને હિટ ગીતોની કમી ખૂંચે છે.
અજય દેવગને કે ગુસ્સેલ યુવકનો રોલ શ્રેષ્ઠ રીતે ભજવ્યો છે. કુમાર ખેમૂ અને અરશદ વારસીની કોમિક ટાઈમિંગ ખૂબ જ સારી છે. એકમાત્ર નાયિકાના રૂપમાં કરીના પોતાની હાજરી નોંધાવે છે. ગૂંગાના રૂપમાં તુષાર કેટલાક દ્રશ્યોમાં હસાવે છે, તો કેટલાક દ્રશ્યોમાં તેને જોઈને ચીડ ચઢે છે. જોની લીવરનુ પાત્ર સિનેમા હોલની બહાર નીકળ્યા પછી પણ યાદ રહે છે. સંજય મિશ્રાએ અંગ્રેજી શબ્દોની ખોટી સ્પેલિંગ બોલાવીને ખૂબ હસાવ્યા. મિથુન ચક્રવર્તી અને રત્ના પાઠક શાહ અસર છોડવામાં સફળ રહ્યા. નાનકડા પાત્રમાં પ્રેમ ચોપડા પણ ખૂબ જામ્યા.
ટૂંકમા ફિલ્મ 'ગોલમાલ 3' એટલી સારી પણ નથી કે જેનુ હાસ્ય ગુણવત્તા માટે હોય અને એટલી ખરાબ પણ નથી કે સિનેમા હોલમાં વારંવાર ઘડિયાળ જોવાનુ મન કરે.