સામાન્ય રીતે લોકો પાકિસ્તાની ટીવી સીરિયલો કે શો ને પસંદ કરે છે, પણ પાકિસ્તાની ફિલ્મોના વિશે આ વાત નથી કહી શકાતી. પાકિસ્તાની ફિલ્મોનુ સ્તર બોલીવુડના મુકાબલે ખૂબ જ નીચુ છે, પણ 'ખુદા કે લિયે' અપવાદ છે. આ ફિલ્મ પાકિસ્તાનના આધુનિક અને ભણેલા લોકોની સ્થિતિ બતાવે છે.
અસલમાં આ વર્ગને પોતાના જ ધર્મના કટ્ટરપંથીઓના ગુસ્સાનો શિકાર થવુ પડે છે. સાથે જ 9/11ની ઘટના પછી વિદેશી લોકો પણ મુસલમાન લોકોને શંકાની નજરે જુએ છે.
ફિલ્મની વાર્તામાં બે ભાઈઓ બતાવવામાં આવ્યા છે. મંસૂર અને તેમના નાના ભાઈને સંગીતનો શોખ છે. નાના ભાઈની મુલાકાત એક કટ્ટરપંથી મૌલાના સાથે થાય છે અને તે એમના વિચારોથી પ્રભાવિત થઈને સંગીતનો અભ્યાસ છોડી દે છે.
મોટોભાઈ સંગીતના અભ્યાસ માટે અમેરિકા જતો રહે છે. જ્યાં તે એક અમેરિકાની છોકરી સાથે લગ્ન કરી લે છે. ફિલ્મમાં બંને ભાઈઓની વાર્તા એકસાથે ચાલે છે. ફિલ્મને મુદ્દા પર આવતા થોડો સમય લાગે છે પણ પછી તો એ વગર અટકે ચાલે છે.
આ ફિલ્મ એ લોકો માટે છે જે ફિલ્મના વિશે ગંભીરતાથી વિચારે છે અને વાદ-વિવાદ કરે છે. એ લોકો માટે નથી જે મનોરંજનની શોધમાં ફિલ્મ જોવા આવે છે.
IFM
નિર્દેશક શોએબ મંસૂર એક સારા તકનીશિયન નથી, પણ તેમણે પોતાની વાતને શ્રેષ્ઠ રીતે કહેવાની કોશિશ કરી છે. ફિલ્મની વાર્તા મજબૂત છે, પણ ટેકનીકલ રીતે ફિલ્મ નબળી છે.
પટકથામાં ધણી ખામીઓ છે અમે સંપાદન ખૂબ જ ઢીલુ છે. શાન અને ઈમાદ અલીનો અભિનય ઠીક છે. નસીરુદ્દીન શાહનો અભિનય હંમેશાની જેમ શાનદાર છે. બધુ મળીને 'ખુદા કે લિયે' ને પ્રશંસા જરૂર મળશે, પણ દર્શકો ખૂબ જ ઓછા મળશે.