એક્શન રિપ્લે : ફિલ્મ સમીક્ષા

IFM
નિર્માતા-નિર્દેશક - વિપુલ શાહ
સંગીત - પ્રીતમ
કલાકાર - અક્ષય કુમાર, એશ્વર્યા રાય, નેહા ધૂપિયા, કિરણ ખેર, ઓમ પુરી, આદિત્ય રાય કપૂર, રણવિજય, રાજપાલ યાદવ, રણધીર કપૂર
યૂ સર્ટિફિકેટ * 2 કલાક 15 મિનિટ

રેટિંગ : 2/5

ટાઈમ મશીનનો આઈડિયા જ રોમાંચક છે. દરેક વ્યક્તિ આ વિશે પોતાની કલ્પનાની ઉડાન ભરે છે. જેમા ભવિષ્યમાં જવાનુ હોય છે અથવા તો ભૂતકાળમાં, જેના વિશે વિચાર જનાર વ્યક્તિ વિચાર કરે.

ઘણી ફિલ્મો ટાઈમ મશીન પર બની છે અને ગુજરાતી નાટક પર આધારિત વિપુલ શાહે પણ 'એક્શન રિપ્લે'બનાવી, જેમા ટાઈમ મશીનની જ કલ્પના છે. એક પુત્ર ભૂતકાળમાં જઈને પોતાના મા-બાપની અરેંજ મેરેજને લવ મેરેજમાં બદલવા માંગે છે, કારણે કે તેના મા-બાપ કાયમ લડતા જ રહે છે.

પહેલી વાત તો એ કે લડાઈનો લગ્નની રીત સાથે કોઈ સંબંધ નથી. એવુ તો નથી કે લવમેરેજ કરનારા ઝડડતા નથી કે છુટાછેડા નથી લેતા. બીજી બાજુ એરેંજ મેરેજવાળા પણ આખુ જીવન પ્રેમમાં પસાર કરી દે છે.

આ તર્ક-વિતર્ક છતા એ તો માનવુ જ પડશે કે આઈડિયા રોચક છે, પરંતુ જરૂરી નથી કે આઈડિયાના શ્રેષ્ઠ હોવાથી ફિલ્મ પણ સારી બની જશે. ટાઈટ સ્ક્રિપ્ટ, કમાલનુ ડાયરેક્શન, જોરદાર એક્ટિંગ અને ડાયલોગ્સની પણ જરૂર પડે છે.

'એક્શન રિપ્લે'ની સૌથી મોટી ખામી તેની સ્ક્રિપ્ટ છે. જેમા સ્ક્રીપ્ટ ટાઈટ નથી. લોજીક નથી. ઘણા ટ્રેક્સ અડધા અધૂરા લાગે છે. એક બે કેરેક્ટર્સને છોડી અન્યને ઉભરવાની તક જ નથી મળતી. ફિલ્મ મનોરંજન તો કરે છે, પરંતુ ટુકડામાં. ફિલ્મ જોયા પછી ભરપેટ મનોરંજન નથી થઈ શક્યુ, થોડી કસર રહી ગઈ.

બંટી(આદિત્ય રોય કપૂર)પોતાની માતા(એશ્વર્યા રાય) અને પિતા કિશન(અક્ષય કુમાર) ના ઝગડાઓથી ખૂબ જ કંટાળી જાય છે. બંને વચ્ચે બિલકુલ નથી બનતુ. પોતાની ગર્લફ્રેંડ તાન્યા(સુદીપા સિંહ)ના દાદા(રણધીર કપૂર)દ્વારા બનાવેલ ટાઈમ મશીનના દ્વારા તે 35 વર્ષ પાછળ જતો રહે છે.

તેના માતા-પિતા પડોશી હોય છે. અને તેઓ બિલકુલ એકબીજાથી વિરુધ્ધ હોય છે. એક ઉત્તર તો બીજો દક્ષિણ. કિશન એકદમ દબ્બૂ ટાઈપનો માણસ છે અને માલા તેજ છોકરી છે. બંટી બંને વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપવા માંગે છે. જે એક મુશ્કેલ કામ છે. કારણ કે કિશનના પિતા (ઓમપુરી)અને માલાની મા(કિરણ ખેર)પણ એકબીજાને પસંદ કરતા નથી. કેવી રીતે બંટી આ કામને કરવામાં સફળ રહે છે એ જ આ ફિલ્મનો સાર છે.

IFM
ફિલ્મની શરૂઆત ધીમી છે. આ કારણે બોરિંગ પણ લાગે છે. સ્ક્રીન પર જે બતાડવામાં આવી રહ્ય છે તેની સાથે કોઈ લાગણી જોડાતી નથી. અક્ષય કુમાર અને એશ્વર્યાની લડાઈ ખૂબ જ નકલી લાગે છે. એવુ લાગે છે કે ફક્ત લડાઈ માટેના સીન બતાવવાના છે તેથી તેઓ લડી રહ્યા છે. ફિલ્મ બીજા જ તબક્કામાં તેજ ગતિએ ભાગે છે અને થોડા ઘણા મનોરંજન દ્ર્શ્યો જોવા મળી જાય છે.

લેખક અને નિર્દેશકની પાસે સત્તરનો દસકો બતાવવાની એક સારી તક હતી, જે તેમણે વ્યર્થ ગુમાવી દીધી. ફક્ત કાન પર વાળ મૂકવા એક બેલબોટમ પહેરીને જ એ દસકાને સામે ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે કે વર્તમાન સમયમાં એ સમયમાં ગયેલ વ્યક્તિ દ્વારા બંને સમયની તુલના કરી હાસ્ય રચવાની એક સુંદર તક હતી.

સત્તરના દસકામાં જે લોકો કે પાત્ર બતાડવામાં આવ્યા છે તે કાર્ટૂનની જેવા લાગે છે. શુ એ સમયે બધા લોકો આ રીતે લાઉડ હતા ? જ્યા સુધી નવી પેઢીનો એક સમય સાથે પરિચય કરાવવાનો પ્રશ્ન છે તો તેઓ ટીવી પર એ સમયની ફિલ્મ જોઈને આ વિશે જાણે છે.

ફિલ્મની સ્ક્રિપ્ટમાં ઘણી ખામીઓ છે. અને જો ફિલ્મને મનોરંજક ન હોય તો એંટરટેનમેંટ ન હોય તો આ ખામીયોની તરફ ધ્યાન જાય છે. મતલબ બંટી અચાનક અક્ષય અને એશ્વર્યાના પરિવારને આટલી નજીક કેવી રીતે પહોંચાડી દે છે. દરેક બાબતમાં તે દખલગીરી કેવી રીતે કરી શકે છે ? આવા ઘણા પ્રશ્નો મગજમાં આવે છે.

અક્ષય અને એશ્વર્યા વચ્ચે પ્રેમના બીજ રોપાય છે, પરંતુ તેમના પ્રેમને દર્શકો અનુભવી નથી શકતા. ઓમ પુરી-કિરણ ખીર અને નેહા ધૂપિયા-આદિત્ય રાય કપૂરના ટ્રેક્સ પણ અધૂરા લાગે છે.

નિર્દેશકના રૂપમાં વિપુલ શાહમાં કલ્પનાશીલતાનો અભાવ જોવા મળે છે. કમજોર સ્ક્રિપ્ટની અસર તો તેમના ડાયરેક્શન પર પડે છે જ પરંતુ તેઓ પણ પોતાના કામથી પ્રભાવિત ન કરી શક્યા. ફિલ્મના બધા કલાકારો પાસેથી તેમણે ઓવરએક્ટિંગ કરાવી છે.

અક્ષય કુમારે પોતાના પાત્રને સારી રીતે ભજવ્યુ છે પરંતુ તેમનુ લૂક વિચિત્ર છે. ખબર નહી કેમ તેમને આટલી ખરાબ વિગ પહેરાવવામાં આવી ? ટોમ બોય ગર્લના રૂપમાં એશ્વર્યા રાય સુંદર લગી અને તેનો અભિનય પણ શ્રેષ્ઠ છે.

IFM
આદિત્ય રોય કપૂર આ બધાથી સારા સાબિત થયા છે. રણવિજય પ્રભાવિત નથી કરી શક્યા. અક્ષય આને એશ પર આટલો ફોકસ કરવામાં આવ્યો છે કે કિરણ ખેર, ઓમ પુરી, રાજપાલ યાદવ, નેહા ધૂપિયાને આગળ આવવાની તક જ નથી મળી.

પ્રીતમનુ સંગીત પણ ફિલ્મનો પ્લસ પોઈંટ છે. જોર કા ઝટકા, બેખબર અને નખરે હિટ થઈ ચુક્યુ છે અને તેનુ ફિલ્માંકન પણ શ્રેષ્ઠ છે. ફિલ્મનુ બેકગ્રાઉંડ સત્તરના દસકાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યુ છે જે સારુ બન્યુ છે.

ટૂંકમા 'એક્શન રિપ્લે' એ આશાઓ પર ખરી નથી ઉતરી શકી જે દર્શકો આને જોતા પહેલા પોતાની સાથે લઈને જાય છે.

વેબદુનિયા પર વાંચો