આયેશા : ફિલ્મ સમીક્ષા

P.R
બેનર : અનિલ કપૂર ફિલ્મ્સ કંપની, પીવીઆર પિક્ચર્સ
નિર્માતા : અનિલ કપૂર, અજય બિજલી, સંજય બીજલી, રિયા કપૂર
નિર્દેશક : રાજશ્રી ઓઝા
સંગીત : અમિત ત્રિવેદી
કલાકાર : અભય દેઓલ, સોનમ કપૂર, સાયરસ સાહૂકાર, અરુણોદય સિંહ, ઈરા દુબે, અમૃતા પૂરી, લિસા હૈડન, યુરી સૂરી, એમ. કે રૈના

2 કલાક 11 મિનિટ *14 રીલ
રેટિંગ : 2.5/5

'આયેશા' જેન ઓસ્ટિનના ઉપન્યાસ 'એમ્મા' પર આધારિત છે. જે તેમણે લગભગ 200 વર્ષ પહેલા સન (1815માં) લખી હતી. વર્તમાન સમય મુજબ ફેરફાર અને ભારતીયકરણ કરવામાં આવ્યુ છે, પરંતુ એ વાતનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે કે ઉપન્યાસની આત્માની સાથે છેડછાડ ન થાય.

દિલ્લીમાં રહેનારી આયેશા (સોનમ કપૂર)મેચ મેકર છે અને એ તેનો શોક છે. બીજાની બાબતમાં એ વધુ પડતી દખલગીરી કરે છે. શેફાલી(અમૃતા પુરી) એક બહેનજી ટાઈપ છોકરી છે, જેની જોડી તે રણધીર ગંભીર (સાયરસ સાહૂકાર) ની સાથે જમાવવાની કોશિશ કરે છે. આ કામમાં પિંકી(ઈરા દુબે)નામની તેની બહેનપણી મદદ કરે છે.

P.R
શેફાલી પ્રત્યે રણધીર આકર્ષિત થાય તેને માટે આયેશા મિડિલ ક્લાસ ગર્લ શેફાલીનો હુલિયો બદલી નાખે છે, જેથી તે હોટ દેખાય. પરંતુ આયેશાનો આ પ્રોજેક્ટ ત્યારે ફેલ થઈ જાય છે જ્યારે રણધીર તેને પ્રપોઝ કરે છે. આયેશા તેને ઠુકરાવી દે છે તો રણધીરને પિંકી ગમવા માંડે છે.

ત્યારબાદ તે ઘણી જોડીઓ જમાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને સફળતા નથી મળતી. પરિણામે બધા સાથે તે દુશ્મની કરી બેસે છે. છેવટે જ્યારે તે એકલી રહી જાય છે ત્યારે તેને અનુભવ થાય છે કે જોડી આપણે જમાવવી માણસના હાથની વાત નથી.

ઉપન્યાસનુ ફિલ્મીકરણ કરવુ મુશ્કેલ કામ છે અને આ વાતનો 'આયેશા'માં પણ અનુભવ થાય છે. ઈમોશંસ એકદમ વ્યક્ત નથી થઈ શકતા. પ્રેમના બાબતે મોટાભાગના પાત્રો કંફ્યુઝ જોવા મળે છે. આખી ફિલ્મમાં આયેશા અને અર્જુન લડતા રહે છે, પરંતુ ફિલ્મના અંતમાં આયેશાને અચાનક અનુભૂતિ થાય છે કે તે અર્જુનને પસંદ કરે છે. કદાચ એ ડરથી અર્જુનને અપનાવી લે છે, કારણ કે તેની સામે કોઈ વિકલ્પ નથી હોતો.

સ્ક્રીનપ્લે એવી રીતે લખાયુ છે કે ફિલ્મ જરૂર કરતા વધુ લાંબી થઈ ગઈ છે અને વાર્તા ધીમી ગતિથી આગળ વધે છે.

ફિલ્મના બધા કેરેક્ટર્સ એ વર્ગનુ પ્રતિનિધિત્વ કરે છે, જેની પાસે પૈસાની કમી નથી. પાર્ટિયો, ક્લબ, પિકનિક, બ્યુટી પાર્લર, લગ્ન, ફેશન, સ્ટાઈલિંગ અને ગોસિપિંગની આસપાસ જ તેમનુ જીવન વ્યસ્ત રહે છે. આયેશાને પણ કંઈ કામ નથી, તેથી તે મેચ મેકિંગને માટે લોકોને શોધતી રહે છે, જેથી તેની લાઈફ મસાલેદાર રહે. ઉંચા વર્ગની લાઈફ સ્ટાઈલને સારી રીતે બતાડવામાં આવી છે.

ફિલ્મની નિર્દેશક રાજશ્રી ઓઝાએ સ્ક્રિપ્ટને બદલે સ્ટાઈલિંગ પર ધ્યાન વધુ આપ્યુ છે. જો તે થોડુ ધ્યાન સ્ક્રિપ્ટ પર પણ આપતી તો ફિલ્મ સારી બની શકતી હતી. તેમણે કલાકારો પાસે સારો અભિનય કરાવ્યો. બધા પાત્રો અને વાતાવરણને સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. સ્ટાઈલિંગ બાબતે ફિલ્મ લાજવાબ છે. ડ્રેસેસ, લાઈફ સ્ટાઈલ, એસેસરીઝ, રંગોનુ સંયોજન આંખોને સકૂન આપે છે. કાસ્ટ્યૂમ ડિઝાઈનર્સ પર્નિયા કુરૈશી અને કુણાલ રાવલ ઉલ્લેખનીય છે.

P.R
ફિલ્મનુ સંગીત પ્લસ પોઈંટ છે. અમિત ત્રિવેદીએ સારી ધુનો બનાવી છે અને 'આયેશા' અને 'ગલ મીઠી મીઠે બોલ' હિટ થઈ ચુક્યા છે. ડિએગો રોડ્રિગ્જની સિનેમોટોગ્રાફી ફિલ્મને રિચ લુક આપે છે. સંવાદ પસંદગીના છે.

ફીમેલ એક્ટર્સનો ફિલ્મમાં દબદબો છે. સોનમ કપૂર આખી ફિલ્મમાં છવાયેલે રહી. અભય દેઓલ માટે તક ઓછી હતી, પરંતુ તે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા. ઈરા દુબે, અમૃતા પુરી, સાયરસ, અરુણોદય સિંહ પણ કોઈનાથી કમ નથી.

'આયેશા'ને ગુડ ફિલ્મને બદલે ગુડ લુકિંગ ફિલ્મ કહેવી યોગ્ય રહેશે.

વેબદુનિયા પર વાંચો