અવાજ વગરની (દે)તાલી

IFM
નિર્માતા : રવિ વાલિયા
નિર્દેશક : ઈશ્વર નિવા
સંગીત : વિશાલ-શેખર
કલાકાર : આફતાબ શિવદાસાની, આયેશા ટાકિયા, રિતેશ દેશમુખ, રિમી સેન, સૌરભ શુક્લા, અનુપમ ખેર.

રેટિંગ : 1.5/5

ફિલ્મમાં એક દ્રશ્ય છે, જેમં રિતેશ દેશમુખે રિમી સેનનુ અપહરણ કરી લીધુ છે. તે તેના પર એક પત્ર લખવાનુ દબાણ કરે છે. રિમી પત્ર લખવાની ના પાડે છે. રિતેશ ધમકી આપે છે કે જો તેણે તેનુ કહ્યુ નહી માન્યુ તો તે તેને 'રામ ગોપાલ વર્માકી આગ' ફિલ્મ બતાવશે. રિમી માની જાય છે. બની શકે છે કે આવનારી કોઈ ફિલ્મમાં નાયિકાને પ્રતાડિત કરવા માટે 'દે તાલી' બતાવવાની ધમકી આપવામાં આવે.

IFM
'દે તાલી'ને અબ્બાસ ટાયરવાલાએ લખ્યુ છે, જેમાં આમિર ખાનને માટે 'જાને તૂ...યા જાને ના' બનાવી છે. 'દે તાલી' ફિલ્મના ખરાબ હોવાનો સંપૂર્ણ દોષ અબ્બાસ મસ્તાનનો જ છે. તેઓ એ નક્કી જ ન કરી શક્યા કે ફિલ્મને શુ દિશા આપે. કદી ફિલ્મ ગંભીર બની જાય છે તો કદી તર્ક-વિતર્કથી ઉપર હાસ્યની દિશામાં વળી જાય છે.

અમૂ(આયેશા ટાકિયા), અભિ(આફતાબ શિવદાસાની) અને પગલૂ(રિતેશ દેશમુખ) ખૂબ પાકા મિત્રો છે. અભિ ખૂબ જ શ્રીમંત છે અને તેના પૈસાથી તેના મિત્રો મોજ કરે છે. અમૂ તો અભિના પપ્પા(અનુપમ ખેર)ના ઓફિસમાં કામ કરે છે, પરંતુ પગલૂ કોઈ કામ ધંધો કરતો નથી, પરંતુ કપડા બહુ મોંધા પહેરે છે. હાલ દરેક ફિલ્મમં ભાડૂઆત અને મકાન માલિકની વચ્ચે ફાલતૂ હાસ્ય દ્રશ્યો બતાવવામાં આવે છે, જે આ ફિલ્મમાં પણ છે.
IFM

દોસ્તીમાં પ્રેમની ભેળસેળ કરવામાં આવી છે. અમૂ મનમાં ને મનમા અભિને પ્રેમ કરવા માંડે છે. તેને એવુ લાગે છે કે અમૂ પણ તેને ચાહે છે. અમૂના મનની વાત પગલૂ જાણે છે. બંને તે સમયે ચોકી જાય છે જ્યારે અભિ પોતાની નવે ગર્લફ્રેંડ કાર્તિકા (રિમી સેન) સાથે મુલાકાત કરાવે છે. કાર્તિકા ચાલુ છોકરી છે (આ રહસ્ય બહુ જલ્દી બતાવી દીધુ છે), જે ફક્ત પૈસાને માટે જ અભિને ચાહે છે. પગલૂ ઈચ્છે છે કે અભિ અને અમૂની લગ્ન થઈ જાય. અમૂની સાથે મળીને તે હાસ્યાસ્પદ યોજનાઓ બનાવે છે અને કાર્તિકેયની અસલિયત સામે લાવે છે.

ફિલ્મની સ્ટોરીમાં એવુ તત્વ છે, જેના આધારે સારી ફિલ્મો બનાવી શકાતી હતી. પરંતુ પટકથા એટલી સતહી લખવામાં આવી છે કે દર્શકો ફિલ્મ સાથે જોડાઈ નથી શકતા. ફિલ્મનું ચરિત્ર પણ દોષપૂર્ણ છે. અભિ પોતે આ નથી જાણતો કે તે કોને પ્રેમ કરે છે ? જ્યારે કાર્તિકાની ઉણપો વિશે સાંભળે છે તો અમૂને પ્રેમ કરવા લાગે છે અને કાર્તિકાને સામે જોઈને તેની સાથે લગ્ન કરવાના સપનાઓ જોવા માંડે છે. આખી ફિલ્મમા પગલૂ, કાર્તિકાને અસલિયત સામે લાવવા માટે ખૂબ મહેનત કરે છે, છેવટે કાર્તિકાની સાથે થઈ જાય છે.

IFM
ફિલ્મના શરૂઆતના 45 મિનિટ ખૂબ જ બોરિંગ છે. રિમી સેન જ્યારે ફિલ્મમાં પ્રવેશ કરે છે ત્યારે ફિલ્મમાં થોડી વાર માટે રુચિ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ ફિલ્મમાં થોડી બહુ વધેલી રુચિ પણ પૂરી થઈ જાય છે અને જે બતાવવામાં આવે છે તે જ જોવુ પડે છે.

ફિલ્મના નિર્દેશક ઈશ્વર નિવાસ(પહેલા ઈ.નિવાસ હતા, હવે ઈશ્વર થઈ ગયા છે, કદાચ કિસ્મત જાગી જાય તેથી)નુ ધ્યાન ફિલ્મને મોર્ડન લુક આપવામાં રહ્યુ. મોર્ડન કપડાં, ટ્રી હાઉસ, ડિસ્કોથેક, શાનદાર ઘર અને ઓફિસ, મોટી વાતોની ભૂલભૂલૈયામાં તે ફિલ્મની પટકથા પર ધ્યાન આપવાનુ ભૂલી ગયા. ગીતોનુ ફિલ્માંકન ભવ્ય છે, પરંતુ વગર કોઈ સિચ્યુએશને ગમે ત્યારે ટપકી પડે છે. વિશાલ-શેખરનુ સંગીત દમ વગરનુ છે.

IFM
ફિલ્મની સ્ટોરી ટીનએજ કલાકારોની માંગ કરે છે, પરંતુ આફતાબ અને રિતેશ જેવા કલાકારો પાસે કામ લીધુ છે. રિતેશ તો ઠીક લાગે છે પરંતુ આફતાબ મિસફિટ છે. તેમણે બહુ બોર કર્યા ક હ્હે. હાસ્ય ભૂમિકાઓ ઉભી કરવામાં રિતેશ નિપુણ છે. આ એક વાર ફરી તેમણે સાબિત કર્યુ છે. આયેશા ટાકિયાને વધુ તક નથી મળી. રિમી સેનના પાત્રમાં ઘણા રંગ છે જેને તેણે સરસ રીતે નિભાવ્યુ છે. અનુપમ ખેર આખા ફિલ્મમા6 એક કૂતરાંને પ્રશિક્ષણ આપતા રહે છે, સમજાતુ નથી કે તેમણે આવી ભૂમિકા કરવી કેમ પસંદ કરી ?

બધુ મળીને 'દે તાલી' નિરાશ કરે છે.