દિલને જિસે અપના કહા'(2004) બનાવી ચૂકેલા અતુલ અગ્નિહોત્રી કોલ સેંટરમાં કામ કરનારાઓ પર આધારિત ફિલ્મ 'હેલો' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ ચેતન ભગતનો ઉપન્યાસ 'વન નાઈટ@ધ કોલ સેંટર' પર આધારિત છે.
યુવાપેઢીની સામે વધુ પૈસા કમાવવા માટ કોલ સેંટર એક સારો રસ્તો છે. કોલ સેંટરમાં કામ કરવું એ તેમને ગમે પણ છે. કેટલાક લોકોને આ જોબ ખૂબ જ સરળ લાગે છે, કારણ કે તેમનું માનવું છે કે ફક્ત ફોન કોલ્સના જવાબ જ તો આપવાના છે.
P.R
સેલ્સ ટારગેટ સુધી પહોંચવાનો દબાવ અને લોકોની ગાળોનો પણ હસીને જવાબ આપવો સરળ ન કહી શકાય. સાથે સાથે બીજા દેશોના સમયના હિસાબથી કામ કરવું પડે છે. મોટાભાગના લોકો આખી રાત જાગીને કામ કરે છે.
કોલ સેંટર પર કામ કરનારાઓના જીવન પર આ જોબની શુ અસર પડે છે, તેની ઝલક બતાવવાના પ્રયત્નો નિર્દેશક અતુલ અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મ 'હેલો' દ્વારા કરી છે.