'હેલો ડાર્લિંગ' વાર્તા છે, ત્રણ સુંદરીઓ અને લંપટ બોસની. બોસના ઈરાદા સારા નથી, પરંતુ છોકરીઓ પણ તેને મૂર્ખ કેવી રીતે બનાવવો એ જાણે છે. 35 વર્ષીય હાર્દિક(જાવેદ જાફરી) આરબી ગ્રુપ ઓફ ઈંડસ્ટ્રીઝનો સીઈઓ છે. તે ખૂબ જ મહત્વાકાંક્ષી છે અને આગળ વધવા માટે ખરા/ખોટા વચ્ચેનો સાચુ ખોટુ નથી જોતો. સુંદર છોકરીઓ તેની નબળાઈ છે.
P.R
કેડી (સેલિના જેટલી) ખૂબ સુંદર છે અને હાર્દિકની પીએ છે. ઓફિસમાં કામ કરનારા બીજા લોકોનુ વિચારવુ છે કે કેડી અને હાર્દિકની વચ્ચે અનૈતિક સંબંધ છે, જ્યારે કે કૈડીને રોકી (ચંકી પાંડે)ને ચાહે છે.
P.R
માનસી(ગુલ પનાગ)ને પોતાના કેરિયર પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને એક દિવસ તે ખૂબ જ ઉંચી પદ પર જવા માંગે છે. પોતાના સપનાને પૂરા કરવા માટે તે હાર્દિકનુ શોષણ પણ સહે છે.
હિંસારની રહેનારી સતવતી(ઈશા કોપ્પીકર) એક મિડલ ક્લાસ ગર્લ છે. આ જ કંપની દ્વારા તેણે પોતાનુ કેરિયર શરૂ કર્યુ અને તે ટૂંક સમયમાં જ માનસી અને કૈડીની મિત્ર બની જાય છે.
P.R
હાર્દિકની બદમાશી જ્યારે વધી જાય છે તો ત્રણેય છોકરીઓ મળીને તેને સબક શીખવાડવાનો વિચાર કરે છે. હાર્દિક પણ કમ નથી. આ છોકરીઓને ચાલાકીઓથી તે વાકેફ છે. આ લડાઈને કોમેડીની ચાસણીમાં ડૂબાવીને બતાડવામાં આવી છે જીત કોની થાય છે, તે જોવા માટે તો ફિલ્મ જોવી પડશે. 'અપના સપના તો મની મની' અને 'ક્યા કૂલ હૈ હમ'ના લેખક પંકજ અને સચિને આ ફિલ્મ લખી છે.