હેપી બર્થડે પાપા - સન્ની દેઓલ

પંજાબ સાથે સંકળાયેલો કોઈપણ માણસ જો મુંબઈ આવે છે તો તે બસ બે જ વસ્તુઓ જોવા માંગે છે - સમંદર અને ધર્મેન્દ્ર. ઘર્મેન્દ્રની ઓળખ હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક ભાવુક માણસના રૂપમાં રહી છે. ઘર્મેન્દ્રનો જન્મદિવસ(8 ડિસેમ્બર) પર તેના મોટા પુત્ર સની દેઓલની તરફથી પોતાના પિતાજીને દિલથી શુભેચ્છા. સન્નીએ પોતાની લાગણીને પોતાના શબ્દોમાં આ રીતે રજૂ કરી છે.

P.R

પિતાજી આજે 75 વર્ષના થઈ રહ્યા છે, તેમના વિશે હુ શુ કહુ ? પિતાજીને મેં કાયમ મારા માર્ગદર્શક અને અહી સુધી કે મારા મિત્રની દ્રષ્ટિએ પણ જોયા છે. હુ પિતાજીને જોઈને જ મોટો થયો ક હ્હુ, તેમની નાની-નાની વસ્તુઓની નકલ કરવી મને ગમતી હતી. તેમની જેમ જ મને પણ કસરત કરવાનો શોખ રહ્યો છે અને મને એ જાણીને ખુશી થાય છે કે પિતાજીની બોડી જોઈને લોકોને પોતાનુ શરીર સ્વસ્થ રાખવાનો શોખ જાગ્યો. લોકો હંમેશા મને કહે છે કે હિન્દી સિનેમાના ચાહકોએ મને જોઈને કસરત તરફ ધ્યાન આપવુ શરૂ કર્યુ. પરંતુ આ શ્રેય હુ મારા પિતાજીને આપુ છુ.

P.R

અમે જ્યારે બાળકો હતા ત્યારે તો આ વાતનો અનુભવ કરતા જ હતા અને જ્યારે મોટા થયા તો આ વાતને સમજી પણ. મને આખી દુનિયામાં આજે એવો કોઈ નથી મળ્યુ જે પિતાજીને પ્રેમ ન કરતુ હોય. આવુ એ માટે કે પંજાબમાં એક ખેડૂતને ઘરે જન્મ્યા હોવા છતા તેમણે હિન્દી ફિલ્મોમાં પ્રસિદ્ધિનુ જે મુકામ મેળવ્યુ તે પોતાની જાત-મહેનત પર મેળવ્યુ. બદલામાં તેમણે પોતાના ચાહકોને ક્યારેય નિરાશ નથી કર્યા. તેઓ હંમેશા કહે છે કે આપણે અભિનેતા છે અને પ્રશંસકોના દિલમાં આપણી જે ઈમેજ બની છે તેને ક્યારેય દુ:ખ ન પહોંચાડવુ જોઈએ. પિતાજીને ફિલ્મોમાં કામ કરતા-કરતા 50 વર્ષ થઈ ગયા છે. પોતાના પ્રશંસકો માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર રહે છે, પરંતુ કોઈ લગ્ન પસંગોમા તેમણે કોઈ પૈસા આપીને પણ નથી બોલીવી શકતુ. તેમની આ પરંપરા અમે પણ કાયમ રાખી.

P.R

પિતાજી કાયમ કહે છે કે સારા કલાકાર બનતા પહેલા એક સારી વ્યક્તિ બનવુ ખૂબ જરૂરી છે. માણસાઈને કાયમ રાખવી ખૂબ મુશ્કેલીનુ કામ છે. તેઓ કહે છે કે માણસાઈને જીવંત રાખીને જ આપણે સફળ થઈ શકીએ છીએ. મે પિતાજીને ખૂબ જ મહેનત કરતા જોયા છે અને મને ખુશી થાય છે કે મારા હીરો બન્યા પછી પણ પિતાજીએ હીરો તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. તેઓ કહે છે કે લોકોને હસાવતા રહેવામાં જ એક કલાકારની ખૂબી છે. અમારી અગાઉની ફિલ્મ 'અપને' ખૂબ ચાલી પરંતુ પિતાજી જ્યારે લોકોને મળ્યા તો લોકોએ તેમને કહ્યુ કે આ ફિલ્મએ લોકોને ખૂબ રડાવ્યા છે. તેથી પિતાજીએ પોતે એક કોમેડી ફિલ્મ બનાવવાનુ કહ્યુ હતુ.

P.R

છેલ્લો કેટલોક સમય દેઓલ પરિવાર માટે સારો નથી રહ્યો. આમ છતા પણ પિતાજીએ અમારી હિમંત વધારી. કદાચ તમને વિશ્વાસ નહી થાય કે થોડા દિવસ પહેલા સુધી તો કોઈ અમને લઈને ફિલ્મ બનાવવા પણ તૈયાર નહોતુ. દેશના એક ખૂબ મોટા પ્રોડક્શન હાઉસે બધી વાત ફાઈનલ થયા પછી પણ પોતાના ડગ પાછળ હટાવી લીધા કારણ કે પિતાજી અને બોબીને લઈને બનવા જઈ રહેલી આ ફિલ્મમાં તેમને ફાયદો નહોતો લાગતો. પરંતુ ત્યારે પણ પિતાજીએ અમારી હિમંત વધારી.

P.R

પપ્પાએ ક્યારેય કોઈ પ્રકારની ખેમેબાજીમાં વિશ્વાસ નથી કર્યો, અમે પણ આ પરંપરાની સાથે આગળ વધ્યા. અમને આનાથી ખૂબ જ નુકશાન પણ થયુ. પપ્પાએ તમામ લોકો પર વિશ્વાસ કર્યો અને એ લોકો અમારા પ્રોડક્શન હાઉસને જ નુકશાનમાં નાખીને ચાલતા થયા. કેટલા નિર્દેશકોને પિતાજી તક આપી, પરંતુ ક્યારેય પણ કોઈ નિર્દેશક કે કોઈ ટેકનીશિયનને તેમણે કોઈ કરાર હેઠળ બાંધવાનો પ્રયત્ન નહોતો કર્યો કે ફિલ્મ હિટ થાય તો તેમણે અમારી સાથે આટલી ફિલ્મો વધુ કરવી જ પડશે. પિતાજી ઓપન માઈંડના માણસ છે, તેઓ હંમેશા ખુલ્લ દિલથી લોકોને મળે છે. આ જ તેમનુ બડપ્પન છે અને કદાચ આ જ તેમની અસલી ઓળખ છે.

વેબદુનિયા પર વાંચો