બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન 2 નવેમ્બરના રોજ પોતાની વયના 45 વર્ષ પૂરા કરી રહ્યા છે. જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છા. કિંગ ખાન આ વર્ષે પોતાનો જન્મદિવસ જર્મનીમાં ઉજવશે. જ્યા તેમની ફિલ્મ 'ડોન 2' નુ શૂટિંગ ચાલી રહ્યુ છે. તેમના ખાસ મિત્ર અને પરિવારના લોકો જર્મનીમાં તેમની સાથે જન્મદિવસ ઉજવશે. દિવાળી આવી રહી છે અને શાહરૂખને લક્ષ્મી પૂજન કરવુ પસંદ છે, તેથી તેમણે પોતાની પત્ની ગૌરી અને બંને બાળકોને પણ જર્મનીમાં બોલીવી લીધા છે. જર્મનીમાં શાહરૂખ ખૂબ જ લોકપ્રિય છે અને 'ડોન 2'માં જર્મનીનો પણ પૈસો લાગ્યો છે. આમ તો શાહરૂખને ઓવરસીઝના શહેનશાહ કહેવામાં આવે છે. કારણે કે તેમની ધૂમ વિદેશમાં પણ છે. અપ્રવાસી ભારતીય તેમને ખૂબ જ પસંદ કરે છે. શાહરૂખની ફિલ્મોએ જ્યારે વિદેશમાં ધૂમ મચાવી તો ઘણા નિર્માતાઓને આ નવુ માર્કેટ પસંદ પડ્યુ.
IFM
રોમાંટિક ભૂમિકાઓએ શાહરૂખને ખૂબ જ લોકપ્રિયતા અપાવી. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' મુંબઈમાં 15 વર્ષથી ચાલી રહી છે. મહિલા વર્ગમા તેઓ પસંદગીના અભિનેતા છે અને તેમને બાળકોએ પણ પસંદ કર્યા. તેમને રોમાંસના બાદશાહ પણ કહેવાય છે. શાહરૂખે કેટલીક ફિલ્મો લીકથી હટીને કરી. પરંતુ તેમને લવસ્ટોરીમાં જ લોકોએ પસંદ કર્યા. તેમની સાથે ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલ કાજોલનુ કહેવુ છે કે આ વ્યક્તિ દરિયાઈ ઘોડા સાથે પણ પ્રેમ કરી શકે છે.
IFM
પડદાં પર ઘણી સુંદર અભિનેત્રીઓની સાથે રોમાંસ કરી ચુકેલ શાહરૂખ ખાન પર્સનલ જીવનમાં ખૂબ જ શરમાળ છે. ક્યારેય તેમનુ નામ કોઈ અભિનેત્રી સાથે જોડાયુ નથી અને તે પત્નીવ્રતા પતિ છે. ફિલ્મ ઈંડસ્ટ્રીમાં શાહરૂખ-ગૌરીને આદર્શ પતિ-પત્નીની જોડી કહેવામાં આવે છે. ઘણીવાર શાહરૂખે સ્વીકાર્યુ છે કે તેઓ ગૌરીથી ગભરાય છે. તેની સામે ખોટુ બોલતા તેની જીભ તોતડાય જાય છે. ઈંડસ્ટ્રીમાં કહેવામાં આવે છે કે ગૌરી જો સ્કૂલ યૂનિફોર્મમાં શાહરૂખને શૂટિંગ પર મોકલે તો તે તેને માટે પણ રાજી થઈ જશે.
IFM
શાહરૂખને 'વન મેન ઈંડસ્ટ્રી' કહેવામાં આવે છે. તે એકલાના દમ પર એટલો પૈસો કમાવી લે છે જેટલા હજારો કર્મચારીઓની કંપણી પણ નથી કમાવી શકતી. રૂપિયા બાબતે તેમને ક્યારેય સંકોચ નથી કર્યો. લગ્નમાં નાચવા પર, જાહેરાત કરવા માટે, પુસ્તકોનુ વિમોચન કરવા માટે જે કલાકારો તેમની આલોચના કરતા હતા તેઓ હવે શાહરૂખનુ અનુકરણ કરવા લાગ્યા છે. શાહરૂખે તેમને બતાવી દીધુ છે કે કેટલી રીતે પૈસો કમાવી શકાય છે. શાહરૂખની અંદર એક ચતુર વ્યવસાયી પણ બેસેલો છે. માર્કેટિંગની તાકતનો અંદાજ તેમને વર્ષો પહેલા જ લગાવી દીધો હતો, જેના પર આજે બોલીવુડ ચાલી રહ્યુ છે.
IFM
વર્ષ 2011માં તેમની બે ફિલ્મો રજૂ થશે. 'રો 1' અને 'ડોન 2'. 'રો 1'માં તેમને તન, મન અને ઘનથી પોતાની જાતને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધા છે. કરોડોના રોકાણથે બનેલી આ ફિલ્મ શાહરૂખ માટે ખૂબ જ નિર્ણાયક છે. કારણ કે તેમના પ્રતિદ્વંદી તેમની બરાબરીએ આવીને ઉભા છે. તેમની સફળતા કે અસફળતાથી તેઓ આગળ કે પાછળ થઈ જશે. 'ડોન 2' ડિસેમ્બરમાં રજૂ થશે અને આ બંને ફિલ્મો સાહિત કરશે કે શાહરૂખને હવે કિંગ ખાન કહેવા કે નહી.