5 જાન્યુઆરી 1986ના રોજ કોપેનહેગન, ડેનમાર્કમાં જન્મેલ દીપિકા પોતાની વયના 25 વર્ષ પૂરા કરી રહી છે. આટલી ઓછી વયમાં જ દીપિકાને સફળતા અને પ્રસિદ્ધિ કરી લીધી છે. 'ઓમ શાંતિ ઓમ' (2007)થી પોતાનુ કેરિયર શરૂ કરનારી દીપિકાની ગણતરી આજે બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં થાય છે. આ ફિલ્મ માટે દીપિકાને ન્યુ કમર અભિનેત્રીનો ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો હતો.
IFM
મોડેલિંગમાંથી અભિનયની દુનિયામાં આવેલી દીપિકાએ સાબિત કર્યુ કે તેને અભિનય કરતા પણ આવડે છે. દીપિકાની ફિલ્મો ઉપરાંત પત્રિકાઓની પણ પસંદ છે. વર્ષ 2010માં 'હાઉસફુલ' અને 'કાર્તિક કોલિંગ કાર્તિક', 'લફંગે પરિન્દે', 'બ્રેક કે બાદ', અને 'ખેલે હમ જી જાન સે'માં તેણે પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા.
IFM
ફિલ્મો ઉપરાંત દીપિકા રોમાંસને કારણે પણ સતત ચર્ચાનો વિષય બની રહે છે. રણબીરની સાથે 'બ્રેકઅપ' પછી વર્તમાન સમયમાં એ વ્યવસાયી વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાની સાથે ઈશ્કના પેચ લડાવી રહી છે. સાંભળવા મળ્યુ છે કે તેઓએ 2011ની પાર્ટી પણ એક સાથે ઉજવી અને તેનુ સ્વાગત કર્યુ અને એ પણ લંડનમાં. જો કે આ સમાચાર વિશે દીપિકા ચૂપ છે.
IFM
નવ ફિલ્મોમાં જુદી જુદી પડકારરૂપ ભૂમિકાઓ નિભાવનારી દીપિકાનુ કહેવુ છે કે 'હુ તો હાલ એટલુ જ જાણુ છુ કે મેં જ્યાથી શરૂઆત કરી હતી ત્યાંથી આજે આગળ નીકળી ચુકી છુ. પણ છતા આ મારી શરૂઆત જ છે અને મારે હજુ ઘણું સાબિત કરવાનુ છે. મને મારા પ્રત્યે ઘણી આશાઓ છે અને હું ખૂબ જ મહત્વાકાંક્ષી છુ.'
IFM
ચાર વર્ષમાં નવ ફિલ્મો કરનારી દીપિકા બોલીવુડ નિર્દેશકોની વિશેષ પસંદગી છે. દીપિકાની આ વર્ષે રજૂ થનારી ફિલ્મો 'દેશી બોયઝ', 'આરક્ષણ' અને 'હાઉસફુલ-2'ની સાથે જ ફિલ્મ 'દમ મારો દમ'મા અતિથિ કલાકાર તરીકે આવશે. તે ઘણા જાણીતા નિર્દેશકો સાથે કામ કરી રહી છે. દીપિકાને તેના જન્મદિવસની શુભેચ્છાઓ...