હીરોઝ : દરેક માણસમાં એક હીરો છે

IFM
નિર્માતા : સમીર કર્ણિક, ભરત શાહ, વિકાસ કપૂર
નિર્દેશક : સમીર કર્ણિક
સંગીતકાર ; સાજિદ-વાજિદ,મોન્ટી શર્મા
કલાકાર : સલમાન ખાન, સની દેઓલ, બોબી દેઓલ, પ્રીતિ જિંટા, સોહેલ ખાન, વત્સલ સેઠ, મિથુન ચક્રવર્તી, ડીનો મોરિયા, રિયા સેન.

ઘણીવાર એવુ બને છે કે બધા જ ફેરફારો કરવા માટે એક ક્ષણ જ કાફી હોય છે. એક યાત્રા તમારા જીવનની એક એવી યાત્રા નક્કી કરી દે છે, જેના પર તમે જીવનભર ચાલતા રહો છો. 'હીરોજ' પણ એક એવી યાત્રાની જ વાર્તા છે.

ફિલ્મ કહે છે કે દરેક માણસમાં હીરો હોય છે, જેની જાન અનુભવ દ્વારા થાય છે. ફિલ્મના વિશે કહેવાય છે કે આ મો
ટરસાઈકલ ડાયરીઝ(2004) પર આધારિત છે.
IFM

સેમી(સોહેલ ખાન) અને અલી(વત્સલ સેઠ) પાકા મિત્રો છે. તેમણે દરેક નિર્ણય સાથે મળીને લીધો છે. ભલે પછી તે શાળાની પસંદગીનો હોય કે પછી કેરિયરનો. બંનેના વિચારવની રીત જુદી છે, પરંતુ તેઓ એકબીજા પર વધુ પડતા નિર્ભર છે.

સેમીને હસવું હસાવવુ ખૂબ જ પસંદ છે. કેવી પણ પરિસ્થિતિ હોય, તે હંસવાનુ બહાનું શોધી જ લે છે. બીજી બાજુ અલી ચૂપ રહેવુ વધુ પસંદ કરે છે. તેમણે પોતાની શાળા પાસેથી એક પ્રોજેક્ટ મળે છે, જેના મુજબ તેમણે હજારો મીલની યાત્રા ખેડીને ત્રણ પત્રોને જુદા-જુદા સ્થળે પહોંચાડવાના હોય છે.

અલી અને સેમી આ વાતથી અજાણ છે કે આ લાંબી યાત્રાથી તેમને જીંદગીના અર્થ ખબર પડશે. તેઓ પોતાનામાં એક એવી શક્તિનો અનુભવ કરશે જેના દ્વારા તેઓ ઘણું બધુ બદલી નાખશે.

IFM
તેમની મુલાકાત બલકારસિંહ(સલમાન ખાન) અને કુલજીત કૌર(પ્રીતિ જીંટા) સાથે થાય છે. બલકારસિંહ ગામમાં રહેનારો સીધો સાદો માણસ છે અને ખૂબ જ ઓછુ બોલે છે.; તેને માટે દેશ સૌથી પહેલા છે અને પછી બીજાનો નંબર આવે છે. કુલજીત કૌર છોકરી હોવા છતા પોતાના પરિવાર માટે એ જ ભૂમિકા નિભાવે છે, જે એક પુત્ર કરે છે.

સેમી અને અલી, વિક્રમ શેરગિલ(સની દેઓલ) અને ધનંજય શેરગિલ(બોબી દેઓલ)ને મળે છે. વિક્રમને ક્યારેય પણ બીક નથી લાગતી. દેશને માટે તે પોતાનો જીવ પણ આપી શકે છે. તે કહે છે કે દેશની ભલાઈને માટે કરવામાં આવેલુ દરેક કામ દેશભક્તિ છે. તે વીતેલી ક્ષણોને ભૂલીને ભવિષ્યનું વિચારે છે. બીજી બાજુ ધનંજય જીંદગીનો પૂરો આનંદ ઉઠાવે છે.

IFM
ડો. નક્વી(મિથુન ચક્રવર્તી) પોતાના પુત્ર સાહિલ(ડીનો મારિયા)ને ખૂબ જ ચાહે છે. સાહિલ ફક્ત એક જ વાત જાણે છે કે આર્મીનો યુનિફોર્મનો મતલબ હોય છે, લોકોની સેવા કરવી.

ફિલ્મના નિર્દેશકના મુજબ 'હીરોજ'વાર ફિલ્મ નથી. આમા આર્મીની પુષ્ઠભૂમિ છે અને આ બધી રીતે કોમર્શિયલ ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશ, દિલ્લી અને પંજાબમાં કરવામાં આવ્યુ છે.