સાઁવરિયા - નિર્દોષ પ્રેમ

IFM
નિર્માતા - સંજય લીલા ભંસાલી
નિર્દેશક - સંજય લીલા ભંસાલી
સંગીત - મોંટી શર્મા
કલાકાર - રણવીર કપૂર, સોનમ કપૂર, સલમાન ખાન, રાણી મુખર્જી, જોહરા સહગલ

બે જવાન દિલની પ્રેમ કથા છે 'સાઁવરિયા' તેમના પ્રેમમાં ભાવના વધુ છે. માસૂમિયત છે અને ખુદને મિટાવવાનું ૂનૂન છે.

IFM
રાજ (રણંબીર કપૂર)એક ચિત્રકાર છે. તેનામાં ઉત્સાહ છે. તેના કેટલાક આદર્શ છે. કેટલાક સપના છે. રાજ એક અનોખા અને નયનરમ્ય શહેરમાં પહોંચી જાય છે. તે શહેર કોઈ સપનાથી ઓછુ નથી. ટેકરીઓથી ઘેરાયેલું, ધુમ્મસથી ઢાંકેલું, જેવી કે સામાન્ય રીતે એક ચિત્રકાર કે કવિની કલ્પના હોય છે.

એક શાંત રાત્રે રાજ એક રહસ્યમય છોકરી સકીના (સોનમ કપૂર)ને મળે છે. જે એક પુલ પર ઉભી છે. અહીં રાજ અને સકીનાનો એક બીજા જોડે પરીચય થાય છે. બંનેનું વ્યક્તિત્વ એક બીજાથી અલગ છે.

સકીના ચૂપ, ઉદાસ અને રહસ્યમય છોકરી છે. રાજને માટે તે એક રહસ્ય છે. રાજ તેને આકર્ષવાની કોશિશ કરે છે અને સફળ થઈ જાય છે. બંને એકબીજાના પ્રેમમાં ખોવાઈ જાય છે.

IFM
દરેક સંબંધ એક ને એક દિવસ તૂટે જ છે. પણ રાજ અને સકીનાની જીંદગીમાં તે સમય બહુ વહેલો આવી જાય છે. સકીનાના ભૂતકાળને રાજ સ્વીકારી નથી શકતો અને બંનેની દોસ્તી તૂટી જાય છે.

રાજ અને સકીનાના પ્રેમ દ્વારા સંજય લીલા ભંસાલીએ પ્રેમ, વેદના, કોમળતા, ઉત્સાહ, કષ્ટ અને આંકાક્ષાને બતાવવાની કોશિશ કરી છે.