સલમાનની શ્રેષ્ઠ ફિલ્મો

1988માં રજૂ થયેલ 'બીવી હો તો એસી'માં નાનકડા રોલ દ્વારા સલમાન ખાને પોતાની ફિલ્મી યાત્રા શરૂ કરી અને ત્યારબાદ પાછળ વળીને જોયુ પણ નહી. 22 વર્ષના લાંબા કેરિયરમાં તેમણે ઘણી સફળ ફિલ્મો આપી છે. આવો વાત કરી તેમની શ્રેષ્ઠ ફિલ્મોની.

દબંગ (2010)

IFM


'દબંગ' ની સફળતાની સલમાનને ખૂબ જ જરૂર હતી, કારણ કે તેની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ હતી. સત્તરના દશકાની ફિલ્મો જેવી આને બનાવવામાં આવી હતી અને સલમાન ખાનના કેરેક્ટ્રને એ રીતે રજૂ કરવામાં આવ્યુ કે લોકો તેના દિવાના થઈ ગયા. ચુલબુલ પાંડેના રૂપમાં સલમાને જે દબંગતા બતાવી તે દર્શકોને ખૂબ જ સારી લાગી. મધુર સંગીત, જોરદાર એક્શન અને મુન્ની બદનામ હુઈ ગીતના કારણે આ સલમાનના કેરિયરની સૌથી વધુ સફળ ફિલ્મોમાંથી એક સાબિત થઈ.

વોંટેડ (2009)

IFM

ઉણપોને બાકાત કરવામાં આવે તો 'વોંટેડ'માં ઢગલો ખામીઓ હતી, પરંતુ તેમ છતા ફિલ્મએ સફળતા મેળવી. જેનો બધો શ્રેય સલમાનને જાય છે. સલમાને તે સ્ટાઈલ, એ એક્શન અને એ તેવર અપનાવ્યા જે તેના પ્રશંસકો ઈચ્છે છે. ઓછુ બોલવુ, બેફિકર, નિડર, ગરમ દિમાગ, મજબૂત શરીર, દિલથી માસૂમ, પોતાની શરતો પર કામ કરનારો. સલમાનનુ આ રૂપ તો તેના પ્રશંસકોને ગમે છે, કારણ કે સલમાન પણ ઘણા ખરા આવા જ છે. એવુ લાગ્યુ કે આપણે રાધે ને નહી સલમાનને જોઈ રહ્યા છે. સલમાનની એક્શન અને અભિનયને કારણે દર્શકોએ 'વોંટેડ'ને હાથો હાથ લીધી.

હમ દિલ દે ચુકે સનમ (1999)

IFM

આ ફિલ્મ ત્યારે બની જ્યારે સલમાન અને એશ્વર્યા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. તેથી તેમની લવ સ્ટોરી પડદાં પર બનાવટી નથી લાગતી. તેમના ચેહરાના ભાવ તેમના પ્રેમની સચ્ચાઈને બતાવે છે. આ ફિલ્મમાં સલમાનનુ પાત્ર એશ્વર્યાને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ પારિવારિક વિરોધને કારણે એશ્વર્યાનુ લગ્ન બીજાની સાથે થઈ જાય છે. આ પ્રેમ અને દુ:ખને સલમાને બહુ જ સારી રીતે પડદાં પર રજૂ કર્યુ અને ફિલ્મના નામને સાર્થક કર્યુ.

હમ આપકે હૈ કૌન ? (1994)

IFM

'વોંટેડ' ના રાધે અને 'હમ આપકે હૈ કૌન'ના પ્રેમમાં જમીન આસમાનનુ અંતર છે. 'વોંટેડ'નુ પાત્ર જો તીખા મસાલાવાળી બિરયાની છે તો 'હમ આપકે હૈ કૌન' નો પ્રેમ શાકાહારી થાળી છે. તે એક આદર્શ માણસ છે. સીધો-સાદો, વડીલોની દરેક વાત માનનારો, સૌમ્ય, માસૂમ. સલમાને આ પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યુ. . હૈંડસમ સલમાન અને બ્યુટીફુલ માધુરીની જોડીને દર્શકોના મોઢેથી ભરપૂર પ્રશંસા મેળવી. 'હમ આપકે હૈ કૌન' બોલીવુડની સફળ ફિલ્મોમાંથી એક છે.

અંદાજ અપના અપના (1994)

IFM

સલમાને પોતાના લાંબા કેરિયરમાં ઘણી કોમેડી ફિલ્મો કરી છે. તે કેટલા સારા હાસ્ય અભિનેતા છે, એ જાણવા માટે ફક્ત 'અંદાજ અપના અપના' જોવાની જરૂર છે. આ ફિલ્મમાં આમિર ખાનનુ પાત્ર ચાલાક વ્યક્તિનુ છે. જે દરેક ક્ષણે નવી નવી યુક્તિઓ વિચારે છે. તેની તુલનામાં સલમાનનું પાત્ર ડબ્બુ પ્રકારનુ છે, જ એની ટ્યુબલાઈટ થોડી મોડા ચમકે છે. આ નબળા પાત્ર છતા સલમાને આમિરને સારી ટક્કાર આપી અને ક્યાંક ક્યાંક તો એ આમિરને ભારે પણ પડ્યા. સલમાને બતાવી દીધુ કે રોમાંશ હોય કે એક્શન હોય કે પછી કોમેડી, તેમનો અંદાજ પણ કોઈનાથી જાય એવો નથી.

વેબદુનિયા પર વાંચો