શીલાકી જવાનીનો સહારો

P.R

અક્ષય કુમારની ડૂબતી નૈયાને જોઈને ફરાહ ખાન પોતાની ફિલ્મ 'તીસ મારા ખા' માટે કેટરીના કેફને વધુ પ્રમોટ કરી રહી છે. 'શીલા કી જવાની' ગીતમાં કેટરીનાના હોટ અંદાજને જોઈ લોકો ઘાયલ થઈ રહ્યા છે અને આ ગીત 'મુન્ની બદનામ હુઈ' ને પાછળ છોડી રહ્યુ છે, જેનાથી ફરાહ ખૂબ જ ખુશ છે.

P.R

ખેલાડી કુમારની 'ખટ્ટા મીઠા' અને'એક્શન રિપ્લે' ફ્લોપ થતા જ 'તીસ માર ખાઁ'ની નિર્દેશક ફરાહ ચિંતામાં ડૂબી ગઈ. ફરાહે મગજ દોડાવ્યુ અને પોતાની ફિલ્મની હિટ હીરોઈન કેટરીના કેફના પ્રમોશનમાં મહત્વ આપવાનો નિર્ણય કર્યો. સૂત્રોના મુજબ ફરાહે કેટરીના પર ફિલ્માવેલ તડક-ભડકથી ભરપૂર ગીત 'શીલા કી જવાની'ની મદદ લીધી. આ ગીત માટે કેટરીનાએ પોતાની ફિગર પર એક્ટિંગથી પણ વધુ ધ્યાન આપ્યુ અને પરિણામ સૌની સામે છે. પ્રોમો જોઈને જ લોકો ફિલ્મ જોવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. ફરાહની ટ્રિક કામ કરી ગઈ છે.

P.R

બીજી બાજુ શીલા કી જવાની માટે કેટરીના કેફને પણ સતત શુભેચ્છાઓ મળી રહી છે અને કેટના ચેહરા પર મુસ્કાન બનેલ છે. 'મુન્ની બદનામ હુઈ' સાથે તુલના કરતા આ સેક્સી અભિનેત્રી થોડી નારાજ થઈ જાય છે. તેનુ કહેવુ છે કે આ કોઈ આઈટમ સોંગ નથી અને આનો અશ્લીલતા સાથે કોઈ સંબંધ નથી. તે આ ગીતની સુંદરતા માટે ફરાહ ખાનને તેનો શ્રેય આપે છે. હવે જોવાનુ એ છે કે 'શીલા કી જવાની' બોક્સ ઓફિસ પર 'તીસ માર ખાઁ'ની સફળતામાં કેટલુ મદદરૂપ સાબિત થાય છે.

વેબદુનિયા પર વાંચો