'વિશ્વરૂપ'ની સ્ટોરી

બેનર : પીપીપી સિનેમા, રાજકમલ ફિલ્મ્સ ઈંટરનેશનલ
નિર્માતા : પ્રસાદ વી. પોતલૂરી, એસ, ચંદ્રા હસન, કમલ હસન
નિર્દેશક : કમલ હસન
સંગીત - શંકર-એહસાન-લોય
કલાકાર - કમલ હસન, પૂજા કુમાર, શેખર કપૂર, રાહુલ બોસ
P.R

વિશ્વનાથ અર્થાત વિજ એક કથક વિશેષજ્ઞ છે. નિરુપમા સાથે તેણે લગ્ન કર્યા છે. લગ્ન પછી તેના કેટલાક લક્ષ્ય અને મહત્વાકાંક્ષાઓ હતી, જે ત્રણ વર્ષમાં પૂરી થઈ ચુકી છે. નિરુપમાને પીએચડી મળી ગઈ છે તો વિજ ન્યૂજર્સીમાં નૃત્યના ક્લાસ ચલાવી રહ્યો છે. બંને વચ્ચે બધુ ઠીક છે.

P.R

ડો. નિરુપમાની વધુ ઈચ્છાઓ જાગૃત થાય છે અને એ માટે તે વિજથી અલગ થવા માંગે છે. મુશ્કેલીની વાત એ છે કે તેની પાસે એ માટે કોઈ મજબૂત કારણ નથી. વિજ પ્રત્યે કોઈ ફરિયાદ પણ નથી.

P.R

નિરુપમાનું એ માનવુ છે કે દરેક પુરૂષમાં કોઈને કોઈ ખામી જરૂર હોય છે. વિજની ખામી શોધવાની યોજના બનાવે છે. જેથી તેનાથી અલગ પડવાના નિર્ણયને કોઈ કારણ મળે. તે એક જાસૂસને વિજ પર નજર રાખવાની જવાબદારી સોંપે છે. તાર ખોટા જોડાય જાય છે અને મુસીબતો તૂટી પડે છે.

વેબદુનિયા પર વાંચો