શુ ક્રિકેટ મેચોનુ ભવિષ્ય અંડરવર્લ્ડ નક્કી કરે છે ? શુ જેંટલમેનની આ ગેમ અપરાધની દુનિયાની જાળમાં ફસાય ગયુ છે ? પૈસાની લેવડ-દેવડ કેવી રીતે થાય છે ? ક્રિકેટ અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા આવા ઘણા પ્રશ્નોની ચોખવટ ફિલ્મ 'વર્લ્ડ કપ 2011' કરશે.
ફિલ્મની વાર્તા આ પ્રકારની છે. - કેટલાક વર્ષ પહેલા અંડરવર્લ્ડ પર પોલીસે પોતાનો શિકંજો કસ્યો અને અંડરવર્લ્ડના લોકો પૈસા કમાવવાનો બીજો રસ્તો શોધવા લાગ્યા. તેમનુ ધ્યાન ક્રિકેટ પર પડ્યુ.
IFM
2007ના વિશ્વકપ મેચમાં ભારતની મેચ પાકિસ્તાન સાથે હતી. અંડરવર્લ્ડના લોકોએ આ મેચ ફિક્સ કરી દીધી. બુકી શોભને ભારતીય ટીમના સૌથી ખાસ ખેલાડી રવિ ઈન્દુલકર (રવિ કપૂર)અને તેના સાથી ખેલાડી રાજપાલ, હિતેન ઈરફાન અને બલવિંદરને ઢગલો રૂપિયા આપ્યા. પરંતુ આ વાત છાની ન રહી શકી અને પત્રકાર બાલાકૃષ્ણને આ વાત આખી દુનિયાની સામે મૂકી દીધી. બીઆઈસીઆઈએ રવિ અને તેના ચાર મિત્રો પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો. આવા સમયે રવિ અને તેના ચાર સાથીઓ પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો. એ દરમિયાન રવિની ગર્લફ્રેંડ સોહા(મનીષા ચેટર્જી)એ પણ તેનો સાથ છોડી દીધો.
હવે વર્લ્ડકપ 2011 શરૂ થવા જઈ રહી છે અને તેમા ભારતીય ટીમ પણ ભાગ લઈ રહી છે. 2011ના વિશ્વકપમાં રવિ અને તેના મિત્રોએ એકવાર ફરી ટીમને આ તક આપી.
ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. બુકી શોભને એકવાર ફરી રવિ સાથે મળીને મેચ ફિક્સ કરવાની કોશિશ કરી, પરંતુ રવિએ આ વખતે ના પાડી દીધી.
IFM
રવિ પર દબાવ લાવવા માટે તેને ગર્લફ્રેંડનુ અપહરણ કરવામાં આવ્યુ, જેની સૂચના રવિ ગૃહ મંત્રાલયને આપે છે. સોહાને અપહરણકર્તાઓથી મુક્ત કરાવી લેવામાં આવે છે, અને બીજી બાજુ મેદાન પર રવિ ફાઈનલમાં પાકિસ્તાન વિરુધ્ધ મેચમાં ભારતના ઝંડાને ફરકાવે છે.