વન ફાઈન મંડે

IFM
નિર્માતા - જસ્મિન સરુપ્રિય
નિર્દેશક - મનુ ચૌબે
સંગીત - સિધ્ધાર્થ શ્રીવાસ્તવ
કલાકાર - શેખર સુમન, તનાજ કરીમ, ગૌરી કર્ણિક, રાજ જુત્શી, રાજેશ વિવેક

'વન ફાઈન મંડે' દ્વારા શેખર સુમન એક વાર ફરી મોટા પડદાં પર નાયકના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા શ્યામરાવ સાવંત(શેખર સુમન) ની આસપાસ ફરે છે.

શ્યામરાવ, શહેરનો એક બહુ મોટો ડોન છે. તેના નામથી જ બધા ગભરાછે. શ્યામરાવના પિતા બીમાર છે અને મૃત્યુની રાહ જોઈ રહ્યા છે. પોતાના પિતાની સામે શ્યામરાવ વચન આપે છે કે તે બધા ખરાબ કામ છોડીને એક સીધા સાદા માણસના રૂપમાં પોતાનુ જીવન ગાળશે.

IFM
સોમવારની સવારથી જ શ્યામરાવની શરૂઆત એક સામાન્ય માણસના રૂપમાં થાય છે. જેમ-જેમ સોમવાર પસાર થાય છે, શ્યામરાવની મુલાકત તેની ગર્ભવતી બહેન (ગૌરી કર્ણવતી) જે હકીકતમાં ગર્ભવતી નથી, બદમાશ એકાઉંટંટ (રાજ જુત્શી) ગુસ્સેલ પત્ની (તનાજ કરીમ) અને એક એવી બહેન(તુપ્તા પારાશર) જેના વિશે તે જાણતો પણ નથી તેની સાથે થાય છે. પોલીસનો પંજો પણ તેના પર કસાતો જાય છે.

શ્યામરાવને સમજાય જાય છે કે સામાન્ય અને સીધા સાદા માણસના રૂપમાં જીવન વ્યતિત કરવુ એ કોઈ એટલુ સરળ નથી જેટલુ તે સમજી રહ્યો હતો. તેની વાર્તાને હાસ્યાસ્પદ રૂપે બતાવવામાં આવી છે.

નિર્દેશકના વિશે :

IFM
મનુ ચૌબેએ બાલાજી ટેલી ફિલ્મસ દ્વારા નિર્મિત ઘારાવાહિકોમાં લેખન કાર્ય કર્યુ છે. ટીવીથી ફિલ્મોની દુનિયામાં તેઓ એટલા માટે આવ્યા કે ફિલ્મોનો દાયરો વિસ્તૃત છે મનુ નો ઈરાદો અઠવાડિયાના પ્રત્યેક દિવસ પર ફિલ્મ બનાવવાનો છે. સોમવારથી તે શરૂઆત કરી ચૂક્યા છે અને મંગળ, બુધ થતા તે રવિવાર સુધી જવા માંગે છે. 'વન ફાઈન મંડે'માં તેમણે હાસ્યને મહત્વ આપ્ય છે. હવે પછીની ફિલ્મમાં તેઓ એક્શન, રોમાંસ, રહસ્ય જેવા તત્વોને મહત્વ આપશે.