'લાહોર' નામથી ભલે ભારત-પાકિસ્તાનના સંબંધો પર આધારિત ફિલ્મ લાગતી હોય, પરંતુ આ કિક-બોક્સિંગ પર અધારિત ફિલ્મ છે.
ફિલ્મના ડાયરેક્ટર છે સંજય, જે કિક બોક્સિંગના સારા ખેલાડી રહી ચૂક્યા છે. આ રમત અને ખેલાડીઓને તેમણે નજીકથી જોયા છે અને તેથી તેમણે કિક બોક્સિંગને સ્ક્રીન પર રજૂ કરી છે.
ફિલ્મની શરૂઆત થાય છે દિલ્લીથી. અહી નેશનલ ઈંડિયન કિક બોક્સિંગ ટીમનુ સિલેક્શન થઈ રહ્યુ છે. સિલેક્શન માટે પ્રતિભા ઉપરાંત લાંચ, લાગવગ, રાજનીતિ વગેરે પણ ચાલે છે.
અહી મિનિસ્ટર પણ છે, ઓફિસર્સ પણ છે, કોચના પોતાના ફાયદા-નુકશાન છે. એક ખેલાડીનુ સપનું છે કે તેનુ સિલેક્શન પ્રતિભાના આધાર પર થાય. પડદાં પાછળ ચાલી રહેલ પોલિટિક્સ સાથે તેને કોઈ લેવાદેવા નથી. બીજો ખેલાડી ઓવરકોંફિડેંટ છે.
IFM
ખેલાડીઓને પસંદ કરવામાં આવે છે અને પાકિસ્તાનથી કિક બોક્સિંગ ટૂર્નામેંટની જાહેરાત કરવામાં આવે છે. ભારતમાંથી ધીરેન્દ્ર સિંહને મુકાબલા માટે મોકલવામાં આવે છે. ધીરેન્દ્રને મેન મેડ ઓફ સ્ટીલ કહેવામાં આવે છે. ન્યૂટ્રલ જગ્યાએ તેનો સામનો પાકિસ્તાનના નૂર મોહમ્મદ સાથે થાય છે. હરીફાઈમાં એક એવી ઘટના બને છે જે ખેલ ભાવનાને નુકશાન પહોંચાડે છે.
ફાઈનલ મુકાબલો લાહોરમાં થાય છે. એકવાર ફરી બે ખેલાડી સામ-સામે આવે છે. જૂની હરીફાઈ છે. સન્માનની લડાઈ છે. જીત કોઈ એકનુ નસીબ છે.