લક

IFM
બેનર : શ્રી અષ્ટવિનાયક સિનેવિઝન લિમિટેડ
નિર્માતા - ઢિલિન મહેતા
નિર્દેશક - સોહમ શાહ
સંગીત - સલીમ-સુલેમાન
કલાકાર : સંજય દત્ત, ઈમરાન ખાન, શ્રુતિ કે હસન, મિથુન ચક્રવર્તી, ડેની, રવિ કિશન, રતિ અગ્નિહોત્રી.

ફિલ્મ 'લક' વાર્તા છે રામ મહેરા(ઈમરાન ખાન)ની. ઘણા પ્રકારની સમસ્યાઓથી ધેરાયેલ રામ છેવટે એક દિવસ એ જગ્યાએ પહોંચી જાય છે, જ્યાં તેની પાસે તાકત છે, સાધન છે, પરંતુ તક નથી. આ દુર્ભાગ્યમાંથી એ બહાર નીકળવા માંગે છે.

એવુ કહેવાય છે કે તકદીર તો એ છે જ્યારે કોઈ તક તમારો દરવાજો ખખડાવે અને તમે તેનો જવાબ આપો. 'આવુ જ કંઈક રામની સાથે થાય છે. જેવો એ તક સ્વીકારે છે તેને અનુભવ થાય છે કે તેની પાસે આટલી મોટી તાકત અને ક્ષમતા છે કે એ આવનારી દરેક સમસ્યાનો સામનો કરી શકે. પરંતુ સમસ્યાઓનો અંત નથી થતો. વારંવાર તેના લકની પરીક્ષા થાય છે.

IFM
રામને માટે મૂસા (સંજય દત્ત) સતત સમસ્યાઓ ઉભી કરે છે. મૂસા ખૂબ જ ભાગ્યશાળી માણસ છે. ગૈબલિંગની દુનિયાનો એ સૌથી મોટો ડોન છે. મૂસાનો સામનો કરવામાં રામને રિટાયર્ડ મેજર (મિથુન ચક્રવર્તી), કેદી (રવિ કિશન) ઉપરાંત ડૈની અને ચિત્રાંશીની મદદ મળે છે.

પાંસઠ દિવસમાં ફિલ્માવેલ 'લક'નુ શૂટિંગ દક્ષિણ આફ્રિકા, બેંકોક અને ગોવામાં થયુ છે.

શુ કહે છે સોહમ

'લક' એક થ્રિલર ફિલ્મ છે, જેમા લકના જેટલા પણ અર્થ અને રૂપ હોઈ શકે તેનુ ચિત્રણ કરવામાં આવ્યુ છે. તક બદલવાની સાથે જ માણસની દુનિયા બદલાઈ જાય છે તો કોઈ લોટરીની ટિકિટ જીતીને પોતાનુ નસીબ બદલી નાખે છે તો કોઈની સાથે દુર્ઘટના પણ બને તો એને કશુ જ થતુ નથી. આને જ લક કહે છે.