રેસ:કોણ જીતશે ?

IFM
નિર્માતા - કુમાર એસ. તોરાની-રમેશ તોરાની
નિર્દેશક - અબ્બાસ-મસ્તાન
ગીતકાર- સમીર, તાજ
સંગીત-પ્રીતમ
કલાકાર - સેફ અલી ખાન, બિપાશા બાસુ, કેટરીના કેફ, અક્ષય ખન્ના. સમીરા રેડ્ડી, અનિલ કપૂર.
ફિલ્મ રજૂ થવાની તારીખ - 21 માર્ચ 2008

રણવીર(સેફ અલી ખાન) અને રાજીવ(અક્ષય ખન્ના) સાવકા ભાઈ છે. દક્ષિણ આફ્રિકામા આવેલ ડર્બનમાં બંનેનુ ઘોડાનુ તબેલુ છે. સાથે-સાથે તેઓ ઘોડાની રેસના સૌથી મોટા બુકી પણ છે. રાજીવથી મોટો રણવીર થોડો આક્રમક સ્વભાવનો છે, જ્યારે કે રાજીવ આળસુ છે. સાથે સાથે દારૂ પીવાની તેને ખરાબ ટેવ છે.

IFM
સોફિયા(કેટરીના કેફ) રણવીરની સેક્રેટરી છે અને પોતાન બોસને તે મનમાં ને મનમાં પ્રેમ કરે છે. તેના પ્રેમથી રણવીર પૂરી રીતે અજાણ છે. શાઈના (બિપાશા બાસુ) એક સુંદર મોડેલ છે, જે ડર્બનમાં પોતાનુ કેરિયર બનાવવા આવી છે. રણવીર અને શાઈનાની વચ્ચે એક સુંદર સંબંધ છે.

રોબર્ટ જ કોસ્ટા ઉર્ફ આર.ડી (અનિલ કપૂર) કે જાસૂસ છે જે ફળોનો ખૂબ શોખીન છે. તે ફળ ખાતા લોકોની સમસ્યાને હલ કરે છે અને આ કામમાં સેક્સી સેક્રેટરી મિની(સમીરા રેડ્ડી) મદદ કરે છે. મિનીને અર્થ વગરના પ્રશ્નોન પૂછવાની ટેવ છે.

રણવીરને શાઈના પસંદ કરવા માંડે છે, પરંતુ પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે તેનુ લગ્ન રણવીરના નાના ભાઈ રાજીવ સાથે થઈ જાય છે. શાઈનાને જ્યારે ખબર પડે છે કે રાજીવ પિયક્કડ છે તો તેના બધા સપના વિખરાઈ જાય છે.

રાજીવે રણવીરને પ્રોમિસ કર્યુ હતુ કે તે શાઈના સાથે લગ્ન થયા પછી દારૂ પીવાનુ છોડી દેશે. તેના એ વચનને કારણે જ રણવીરે પોતાના પ્રેમનુ બલિદાન આપ્યુ હતુ, પણ રાજીવે પોતાનુ વચન તોડી નાખ્યુ.

એક નાજુક ક્ષણમાં જ્યારે રણવીર અને શાઈના ખૂબ જ નજીક આવી જાય છે અને નાના ભાઈની પત્ની સાથે મોટા ભાઈનો અફેયર શરૂ થઈ જાય છે. રાજીવને શાઈના પર શક થવા લાગે છે.

IFM
અચાનક એક મર્ડર થઈ જાય છે, જેની તપાસ આર.ડી શરૂ કરી દે છે. અહીંથી વાર્તા ગતિ પકડે છે. કોણ ખરુ છે અને કોણ ખોટુ તેનો અંદાજ લગાવવો મુશ્કેલ થઈ જાય છે. ઉતાર-ચઢાવ એવા આવે છે કે અનુમાન લગાવવુ મુશ્કેલ થઈ જાય છે કે આગળ શુ થશે ?

અબ્બાસ-મસ્તાને 'રેસ'ને પોતાના ચિર-પરિચિત અંદાજમાં બનાવી છે. ડર્બનના સુંદર લોકેશન, ઘોડા રેસની પુષ્ઠભૂમિ, ત્રણ હોટ અભિનેત્રીઓ, જબરદસ્ત એક્શન, રહસ્ય અને રોમાંચથી વીંટળાયેલી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવશે એવો સૌનો વિશ્વાસ છે.