રેડ એલર્ટ - ધ વોર વિદિન

IFM
બેનર : સ્ટાર એંટરટેનમેંટ પ્રા.લિ.
નિર્માતા : ટીપી અગ્રવાલ, રાહુલ અગ્રવાલ
નિર્દેશક : લલિત પંડિત
કલાકાર : નસીરુદ્દીન શાહ, સુનીલ શેટ્ટી, સમીરા રેડ્ડી, ભાગ્યશ્રી, વિનોદ ખન્ના, આયેશા ઘારકર. સીમા વિશ્વાસ, ગુલશન ગ્રોવર, મકરંદ દેશપાંડે, આશીષ વિદ્યાર્થી, જાકિર હુસૈન.

'રેડ એલર્ટ - ધ વોર વિદિન' ઘણી વિદેશી ફિલ્મ સમારંભમાં પ્રશંસા પામી છે. ન્યૂયોર્કમાં સાઉથ એશિયન ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનુ પ્રીમિયર થયુ હતુ. આ ફિલ્મ માટે આ ફેસ્ટિવલમાં સુનીલ શેટ્ટીએ બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ જીત્યો હતો. ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભમાં પણ આ ફિલ્મને ક્રિટિક્સની પ્રશંસા મળી હતી.

IFM
હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત થયેલ એક સાચી વાર્તા પર આ ફિલ્મ આધારિત છે, જેને અરુણા રાજેએ લખી છે.

રમતમાં મજૂરી કરનારા નરસિમ્હા(સુનીલ શેટ્ટી)ની આર્થિક હાલત ખૂબ ખરાબ છે. તે ઈચ્છે છે કે તેના બાળકોને તે કષ્ટ ન ઉઠાવવુ પડે જેને તે ભોગવી રહ્યો છે. તે તેમને સારું શિક્ષણ આપવા માંગે છે.

સારા કામની શોધમાં તે નક્સલીઓના સંપર્કમાં આવે છે અને તેને નક્સલવાદી ગતિવિધિઓ શિખવાડવામાં આવે છે. હથિયાર ચલાવવાનુ પ્રશિક્ષણ આપીને લોકોને કેવી રીતે મારવા એ તેને બતાવવામાં આવે છે. અપહરણ કરી કેવી રીતે ફિરૌતીની રકમ વસૂલ થઈ શકે છે એ પણ તેઓ સીખી જાય છે

IFM
નરસિન્હાને અનુભવ થાય છે કે તે એ ખોટુ કામ કરી રહ્યો છે, પરંતુ મજબૂરીના આગળ તે બધુ કરે છે. એક દિવસ પોતાના જ દળના લીડર (આશીષ વિદ્યાર્થી)સાથે તેનો વિવાદ થઈ જાય છે અને તેને દળ છોડવુ પડે છે.

અત્યાર સુધી પોલીસે બચવુ આવે નરસિન્હાને હવે પોતાના દળના લોકોને પણ જીવ બચાવવો પડે છે. એ એક એવો નિર્ણય લે છે, જેનાથી તેના જીવને સંકટ છે જ, પરંતુ દુશ્મનો ને માટે પણ આ ખતરનાક છે.

'રેડ એલર્ટ' માં નક્સલી સમસ્યાનુ કેન્દ્ર બનાવીને ઘણા મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો