ટ્રેન રોકાય છે. ટ્રેનની બહાર આવે છે બે નવયુવકો. તે બંને પહેલીવાર મુંબઈ આવ્યા છે અને તેમનું આંખોમાં જે સપનાં સજાયેલા છે તેને તેઓ પૂરા કરવા માંગે છે. આમ તો આ માયાનગરીમાં આવા ધણા લોકો આવા સપનાં લઈને આવે છે.પણ આ બંને સૌથી જુદા જ છે.
બંનેના ઈરાદા ખૂબ જ પાકાં છે. બંનેની મિત્રતા અને એકબીજા પર વિશ્વાસ તો લોકો માટે એક આદર્શ નમૂનો છે. હીરેન્દ્ર ચૌહાણ (અજય દેવગન) અને રાજ રાનાડે (પ્રશાંત રાજ) બંને એક સાથે મોટા થયા છે. બંને પોતાના સુખ દુ:ખ અને સફળતા અને નિરાશામાં એકબીજાનો હંમેશા સાથ આપ્યો છે. એક-બીજાની સમસ્યાઓને સાથે મળીને ઉકેલી છે.
શહેરમાં આવ્યાને એક અઠવાડિયા પછી તેમનો ઓળખીતો સૂરમા (રાજપાલ યાદવ) તેમને મળી જાય છે. તે બંનેને શામભૂલ શેઠને ત્યાં કામ અપાવે છે. શામભૂલ શેઠ એક બહુ મોટો ગુંડો છે અને તેનો અંડરવર્લ્ડ સાથે સંપર્ક છે.
શામભૂલને કારણે બંને ઈંસ્પેક્ટર નરસિમ્હા (મોહનલાલ)ના સંપર્કમાં આવે છે. આ બંનેને મળીને નરસિમ્હાને એવું લાગે છે કે આ બંનેનું મન સાફ
IFM
છે, પણ ભૂલથી આ કીચડમાં ફસાઈ ગયા છે. ત્યારે તે આ બંનેયને શામભૂલની કરતૂતો વિશે જણાવે છે અને તેમને સતર્ક રહેવાનું કહે છે.
બંનેને જ્યારે શામભૂલની અસલીયત વિશે જાણવા મળે છે ત્યારે તે બંનેને આશ્ચર્ય થાય છે. નરસિમ્હા તે બંને પાસે શામભૂલને પકડવામાં મદદ માંગે છે. બંને મળીને શામભૂલને પકડવાના પ્રયત્નો વધારી દે છે. બંને પોતાના સાહસ અને ઉત્સાહનો ભરપૂર પરીચય આપતાં શામભૂલ શેઠનું કામ તમામ કરી દે છે. પરંતુ આ દરમિયાન બંને પોલીસ કેસમાં ફસાઈ જાય છે અને બંનેને જેલ જવું પડે છે.
IFM
બબ્બર (અમિતાભ બચ્ચન) એક ખૂંખાર અપરાધી છે. એવું કહેવાય છે કે કોઈએ તેને જોયો નથી, અને જે પણ તેને એકવાર જોએ લે તેને પોતાની જીંદાગી ગુમાવવી પડે છે.
બબ્બનને પડકારો ઝીલવા ગમે છે. નરસિમ્હા અને બબ્બન વચ્ચે દુશ્મની છે. નરસિમ્હા બચ્ચનને પકડવા માંગે છે. તેને રાજ અને હીરુંની યાદ આવે છે. તે તેમની મદદ લેવાનો વિચાર કરે છે.
શુ જય અને હીરુ જેવા છોકરા બબ્બન જેવા ખૂંખાર અપરાધીને પકડી શકશે ? શુ પડકારો ઝીલવાવાળો બબ્બન રાજ અને હીરુંને જીવતાં છોડશે ? શું નરસિમ્હા પોતાનો બદલો લઈ શકશે ?