રાઈટ યા રોંગ ની સ્ટોરી

IFM
નિર્માતા : નીરજ પાઠક, કૃષ્ણન ચૌધરી
નિર્દેશક : નીરજ પાઠક
સંગીત : મોંટી શર્મા
કલાકાર : સની દેઓલ, ઈશા કોપ્પિકર, ઈરફાન ખાન, કોંકણા સેન શર્મા, કિરણ ખેર, દીપલ શૉ, ગોવિંદ નામદેવ.

'રાઈટ કે રોંગ'ની વાર્તાને બે પોલીસવાળા અજય સિંહ (સની દેઓલ) અને એસીપી રાણે(ઈરફાન ખાન)ની આસપાસ ફરે છે. બંને વચ્ચે તીવ્ર હરીફાઈ છે જે તેમની વચ્ચે વર્ચસ્વની લડાઈ શરૂ કરી દે છે.

અજયની પત્ની (ઈશા કોપ્પીકર)ની હત્યા થઈ જાય છે. અજય પર શક કરવામાં આવે છે અને તેની મુસીબત ત્યારે વધી જાય છે જ્યારે કેસની તપાસની જવાબદારી રાણેને સોંપવામાં આવે છે.

IFM
વિદ્યા(કોંકણા સેન શર્મા) રાણેની નાની બહેન છે અને મુસીબતમાં ફસાયેલા અજયની મદદ કરનારી એકમાત્ર વ્યક્તિ છે. અજય અને રાણે વચ્ચે લડાઈ વધી જાય છે. આ કેસની તપાસ કરવ્વા દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવે છે, પરંતુ રહસ્ય બહાર નથી આવી શકતુ. આ રમત દિમાગથી રમવામાં આવી રહી છે.

ઝડપથી ભાગતી આ થ્રિલર ફિલ્મમાં શુ સાચુ છે અને શુ ખોટુ તેનો નિર્ણય દર્શકોએ કરવાનો છે.

વેબદુનિયા પર વાંચો