'અપને'માં રડાવ્યા પછી ત્રણે દેઓલ્સ 'યમલા પગલા દીવાના' માં દર્શકોને હસાવવા માટે આવી રહ્યા છે. ત્રણેનુ કહેવુ છે કે 'હે દુનિયાવાલો, ઈસ કહાનીમે કોમેડી હૈ. રોમાંસ હૈ. ડ્રામા હૈ. મેલોડ્રામા હૈ, ઈમોશંસ હૈ.. ઔર સાલા બહુત સારા કન્ફ્યૂજન હૈ.' ફિલ્મ કેનેડાથી શરૂ થાય છે, બનારસમાંથી છેવટે પંજાબ આવી પહોંચે છે, જ્યા ઘર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલના પ્રશંસકો દરેક ઘરમાં મળી જશે.
P.R
ધરમસિંહ (ધર્મેન્દ્ર) અને ગજોધરસિંહ (બોબી દેઓલ) બનારસના ચોર છે. આ બાપ-બેટા ખૂબ જ મજાકિયા પ્રકારના વ્યક્તિ છે અને લોકોને બેવકૂફ બનાવવામાં તેમની કોઈ જોડ નથી. બાપ-બેટાની મસ્તી ભરી જીંદગીમાં ત્યારે બ્રેક લાગી જાય છે જ્યારે એક શક્તિશાળી, ઈમાનદાર એનઆરઆઈ પરમસિંહ ઢિલ્લો(સની દેઓલ) તેમની જીંદગીમાં ટપકી પડે છે. પરમવીર દાવો કરે છે કે તે ગજોધરનો મોટો ભાઈ છે. બંને બાળપણમાં છુટા પડી ગયા હતા.
P.R
બાપ બેટાને વિશ્વાસ તો નથી થતો પણ તેની તાકત જોઈ તેઓ એ વાત માની લે છે જેથી તેમને કોઈ ધમકાવે તો પરમવીર તેમને બચાવી શકે. આ દરમિયાન ગજોધરને સાહેબા (કુલરાજ રંધાવા)નામની છોકરી જોડે પ્રેમ થઈ જાય છે. સાહેબા પંજાબમાં રહેનારી સુંદર સરદારન છે. તેમના પ્રેમ વચ્ચે સાહેબાનો ભાઈ અવરોધ બની જાય છે અને તેને પંજાબ લઈને જતો રહે છે.
P.R
ગજોધર પોતાના પ્રેમને પરત મેળવવા માંગે છે અને એ માટે એ પરમવીર એક ક્રેજી પ્લાન બનાવે છે. ત્રણે પંજાબના ગામડાંઓમા પહોંચી જાય છે. ત્યારબાદ શરૂ થાય છે હસી-મજાકથી ભરેલ ડ્રામા જેમા સંયુક્ત પરિવાર છે, સનકી સંબંધીઓ છે, લગ્નની વાતો છે.
P.R
નિર્દેશક વિશે - 'કરીબ'માં વિધુ વિનોદ ચોપડાના સહાયક અને ઘણી ડોક્યૂમેંટ્રી બનાવી ચુકેલ સમીર કર્ણિકે અત્યાર સુધી ક્યુ હો ગયા ના(2004), નન્હે જૈસલમેર(2007), હીરોઝ(2008) અને વાદા રહા.. આઈ પ્રોમિસ(2009)નિર્દેશિત કરી છે, પરંતુ સફળતા તેમનાથી રિસાઈ છે. બોબી દેઓલ સાથે થયેલ મૈત્રીનો ફાયદો ..'યમલા પગલા દિવાના'માં ત્રણેય દેઓલ્સને નિર્દેશિત કરીને મળ્યો. ફિલ્મના પ્રોમો પ્રશંસા મેળવી રહ્યા છે કે તેમનુ નિશાન આ વખતે ચુકે નહી.