મૌસમ : નવી ફિલ્મ

બેનર : ઈરોઝ ઈંટરનેશનલ મીડિયા લિ. વિસ્તાર રેલીગર ફિલ્મ ફંડ, સિનર્જી
નિર્માતા : શીતલ વિનોદ તલવાર, સુનીલ એ. લુલ્લા
નિર્દેશક : પંકજ કપૂર
સંગીત : પ્રીતમ
કલાકાર : શાહિદ કપૂર, સોનમ કપૂર, અનુપમ ખેર, અદિતી શર્મા, સુપ્રિયા પાઠક
P.R

મૌસમ ફિલ્મ બની છે ચાર સીઝન, ચાર રંગ, ચાર વયના વિવિધ પડાવ અને ચાર ઐતિહાસિક ઘટનાઓને જોડીને. આ સંપૂર્ણ રીતે એક રોમાંટિક ફિલ્મ ચ હે. જેમા પ્રેમની ભાવનાને તીવ્રતા સાથે રજૂ કરવામાં આવી છે.

P.R

પહેલી ઋતુ શરૂ થાય છે પંજાબના નાનકદા ગામમાં રહેનાર પંજાબી છોકરો હેરી અને કાશ્મીરી છોકરી આયતના એકબીજા પ્રત્યે આકર્ષિત થવાથી. બંને અવયસ્ક છે. બીજી ઋતુમાં બંને વચ્ચે પ્રેમ થાય છે, જ્યારે તેઓ એકબીજાની સાથે નથી હોતા તો તેમને પ્રેમનો અહેસાસ થાય છે.


P.R

ઋતુ ત્રણ અને ચારમાં તેમનો પ્રેમ ચરમ પર પહોંચ્યો છે, પરંતુ આ પહેલા બંનેને ઘણા બલિદાન આપવા પડે છે અને ઘણી હકીકતોનો સામનો કરવો પડે છે. હૈરી અને આયતના પ્રેમની પુષ્ઠભૂમિમાં જીંદગીના ઘણા રંગ પણ જોવા મળે છે.

P.R


નિર્દેશક વિશે

એક એક્ટરના રૂપમાં પંકજ કપૂર કેટલા શ્રેષ્ઠ છે, એ બતાવવાની જરૂર નથી. જાને ભી દો યારો, એક ડોક્ટર કી મોત, એક રુકા હુઆ ફૈસલા, ઘર્મ જેવી ઘણી ફિલ્મો આ વાતની સાક્ષી છે. ટીવી ધારાવાહિક કરમચંદ અને ઓફિસ.. ઓફિસ દ્વારા તેમણે ઘણી લોકપ્રિયતા મેળવી છે. 'મૌસમ' દ્વારા તેમણે નિર્દેશનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે અને આશા કરવામાં આવી રહી છે કે અભિનેતાની જેમ તેઓ નિર્દેશકના રૂપમાં પણ પ્રભાવિત કરશે. આ ફિલ્મમ્ને બનાવવામાં તેમણે લાંબો સમય લીધો અને ખાસ ઋતુની રાહ જોઈ. શાહિદ અને સોનમની કેમેસ્ટ્રી પડદા પર સારી લાગે, એ માટે શૂટિંગ શરૂ થતા પહેલા તેમણે બંનેને એકબીજાને પત્ર લખવાનુ કહ્યુ, જેથી તેઓ સારી રીતે એકબીજાને સમજી શકે.

વેબદુનિયા પર વાંચો