મિશન ઈસ્તાંબૂલ

IFM
નિર્માતા : સુનીલ શેટ્ટી, એકતા કપૂર, શોભા કપૂર, શબ્બીર બોક્સવાલા
નિર્દેશક : અપૂર્વ લાખિયા
સંગીત : અનૂ મલિક, ચિત્રાંતન ભટ્ટ, શમેર ટંડન.
કલાકાર - જાયેદ ખાન, વિવેક ઓબેરોય, શબ્બીર અહલૂવાલિયા, શ્રેયા સરન, શ્વેતા ભારદ્વાજ, સુનીલ શેટ્ટી, અભિષેક બચ્ચન (અતિથિ કલાકાર).

મિશન ઈસ્તાંબુલ વાર્તા છે પત્રકાર વિકાસ સાગર(જાયેદ ખાન)ની જે ખૂબ જ મહત્વાકાંક્ષી છે. વિકાસ એક એવો રિપોર્ટર છે જે સ્કૂપની શોધમાં ક્યાંય પણ જવા તૈયાર છે અને તેને માટે પોતાનો જીવ પણ જોખમમાં નાખી શકે છે.

IFM
વિકાસની છબિને ધ્યાનામં રાખીને ઈસ્તાંબુલની વિવિદાસ્પદ ચેનલ 'અલ જોહરા'ના સીનિયર પ્રોડ્યૂસર તેની સામે નોકરીનો પ્રસ્તાવ મૂકે છે. ચેનલના હેડ ઓવેસ હુસૈન (સુનીલ શેટ્ટી) આ ભારતીય પત્રકારને મોં માંગ્યુ વેતન આપવા તૈયાર છે. વિકાસ આ પ્રસ્તાવ સ્વીકારી લે છે.

એવુ માનવામાં આવે છે કે 'અલ જોહરા'ના તાર આંતરરાષ્ટ્રીય આતંકવાદિઓ સાથે જોડાયેલા છે અને આ ચેનલ તેમની પ્રવક્તા છે. વિકાસ પાસે આ ચેનલ શુ આશા રાખે છે, તે માટે તેને ત્રણ મહિનાના એક પોગ્રામમાં ભાગ લેવા માટે તેને તુર્કીની રાજધાની ઈસ્તાંબુલ બોલાવવામાં આવે છે.

IFM
આ દરમિયાન વિકાસને ચેનલ અને દુનિયાના સૌથી મોટા આતંકવાદી અબૂ નજીર(શબ્બીર અહલૂવાલિયા)ના સંબંધોની જાણ થાય છે. વિકાસને અનુભવ થાય છે કે તેની જીંદગી મુશ્કેલીમાં છે. પોતાની મદદ માટે તે રિઝવાન (વિવેક ઓબેરોય)ની સાથે મળીને ટીમ બનાવે છે. રિઝવાન તુર્કિશ ફોર્સમાં કમાંડો રહી ચૂક્યો છે.

એક એવી જગ્યા જ્યાં ફક્ત બંદૂકની ભાષા જ સાંભળી અને બોલી શકાય છે, ત્યાં પત્રકાર શુ કરી બતાવશે ? જોવા માટે જુઓ 'મિશન ઈસ્તાંબુલ'