મિત્તલ વર્સેસ મિત્તલ

P.R
બેનર - શૈલા ફિલ્મ્સ પ્રોડક્શન
નિર્માતા - દિનેશ ચુઘ
નિર્દેશક - કરણ રાજદાન
સંગીત - શમીર ટંડન
કલાકાર - રિતુપર્ણા સેનગુપ્તા, રોહિત રોય, ગુલશન ગ્રોવર, સુચિત્રા કૃષ્ણમૂર્તિ, રીમા લાગૂ, અંજન શ્રીવાસ્તવ, ઈરાવતી હર્ષ

કરણ રાજદાનની ફિલ્મ 'મિત્તલ વર્સેસ મિત્તલ' પુરૂષ-મહિલાના સંબંધોની વાત કરે છે. ખાસ કરીને લગ્નમાં. લગ્ન પછી પુરૂષોને સંપૂર્ણ સ્વતંત્રતા મળી જાય છે અને તે પોતાની પત્નીની સાથે મનફાવે તેવો વ્યવ્હાર ગમે ત્યારે કરે છે. ઘણી પત્નીઓ આ અત્યાચારનો ભોગ બને છે, પરંતુ તેની ચર્ચા તે ઈચ્છવા છતા પણ નથી કરી શકતી. ફિલ્મમાં પત્ની પોતાના પતિ પર બળાત્કારનો આરોપ લગાવે છે અને આ બાબતે કાયદો તેની કેટલી મદદ કરે છે તે બતાવાયુ છે.

P.R
દરેક છોકરીને જેમ મિતાલી(ઋતુપર્ણા સેનગુપ્તા)નુ પણ સપનુ છે કે એક રાજકુમાર જેવા નૌજવાન તેમના પતિ બનશે, જે તેને ખુશ રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે. મિતાલી એક મોડલ છે અને એક દિવસ તેની મુલાકાત્ર કરણ મિત્તલ (રોહિત રોય) સાથે થાય છે.

કરણની ગણતરી દેશના શ્રીમંતોમાં થાય છે. મિતાલી કે મિડલ ક્લાસ પરિવારની છોકરી છે અને કરણની લાઈફ સ્ટાઈલ સાથે તેની તુલના નથી થઈ શકતી. બંને વચ્ચે આર્થિક રૂપે ઘણું અંતર છે છતા કરણને મિતાલી ગમી જાય છે. કરણે આજ સુધી જે ઈચ્છા રાખી તે તેને મળી ગયુ છે. તે મિતાલીના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે. મિતાલી અને તેના પરિવારવાળા લગ્ન માટે રાજી થઈ જાય છે.

કરણના ઘરમાં પત્નીના રૂપમાં મિતાલીના સપના તૂટતા વાર નથી લાગતી. તેની સાસુ કરણ અને તેની વચ્ચે ગેરસમજ ઉભી કરે છે. કરણ પોતાની મા નુ કહેવુ માને છે અને મિતાલીની સાથે દુર્વ્યવ્હાર કરે છે.

દિવસે દુનિયા સામે પોતાની પત્નીને પ્રેમ કરનારો આ પતિ રાત્રે બેડરૂમમાં રાક્ષસ બની જાય છે. તે પોતાની પત્ની સાથે બળાત્કાર કરે છે. તેના અત્યાચારોથી કંટાળીને મિતાલી તેના વિરુધ્ધ લડવાનો નિર્ણય કરે છે.

P.R
તે કરણનુ ઘર છોડી દે છે અને પોતાના પતિ વિરુધ્ધ કેસ નોંધાવે છે. તેનો કેસ લડે છે કરુણા માહેશ્વરી (સુચિત્રા કૃષ્ણમૂર્તિ). કરણ તરફથી કેસ લડે છે હરીશ સાળુંકે (ગુલશન ગ્રોવર)લડે છે. કોર્ટમાં મિત્તલ બનામ મિત્તલની લડાઈ શરૂ થાય છે.

શુ કાયદો મિતાલીની મદદ કરે છે, જાણવા માટે જોવી પડશે 'મિત્તલ વર્સેસ મિત્તલ'.

વેબદુનિયા પર વાંચો