બોમ્બે ટૂ બેંકોક

IFMIFM
નિર્માતા - મુક્તા સર્ચલાઈટ ફિલ્મ્
નિર્દેશક - નાગેશ કુકુનૂર
સંગીત - સલીમ-સુલેમાન, રોની શિરીષ, સુખવિંદર સિંહ, પ્રીતમ ચક્રવર્તી
કલાકાર - શ્રેયસ તલપદે, લેના, વિક્રમ ઈનામદાર, યતિન કારયેકર, નસીરુદ્દીન શાહ(વિશેષ ભૂમિકા)

'ડોર' અને 'ઈકબાલ' જેવી ફિલ્મ બનાવનારા નાગેશ કુકુનર 'બોમ્બે ટુ બેંકોક' લઈને હાજર થઈ રહ્યા છે. ગંભીર ફિલ્મ બનાવનારા નાગેશે આ વખતે હાસ્ય કથા પસંદ કરી છે. આ ફિલ્મ દ્વારા થાઈલેંડની અભિનેત્રી લેના બોલીવુડમા પોતાના કેરિયરની શરૂઆત કરી રહી છે. થાઈલેંડમાં તે પ્રખ્યાત છે અને ટીવી તથા આલબમમાં તે કામ કરી ચૂકી છે.

વાર્તા છે શંકર નામના એક રસોઈયાની. મુંબઈમાં રહેનાર શંકરને પૈસાની ખૂબ જરૂર હોય છે. જ્યારે તેને ક્યાંયથી પણ પૈસા નથી મળતા તો તે એક ડોનના પૈસા જ ચોરી લે છે. જ્યારે ડોનના માણસો તેની પાછળ પડે છે તો તેને ખબર પડે છે કે જેના પૈસા તેણે ચોર્યા છે તે એક ડોન છે.

ડોનના માણસોથી બચવાની કોશિશમાં તે ડોક્ટરોના તે દળમાં જોડાય જાય છે જે રાહતકામ માટે થાઈલેંડ જવાનુ હોય છે. ત્યાં પહોંચીને નાસ-ભાગ કરવામાં તેની રૂપિયાથી ભરેલી બેગ ગુમ થઈ જાય છે.

બેંકોકમાં રૂપિયા શોધતા શંકરની મુલાકાત જસ્મિન જોડે થાય છે. જસ્મિનને જોતા જ શંકર તેની પર ફિદા થઈ જાય છે. જસ્મિન થાઈ ભાષા બોલે છે અને શંકરને તે ભાષા બિલકુલ સમજાતી નથી. બંનેના વિચારોને એકબીજા સામે રજૂ કરવામાં તેમને મુશ્કેલી ઉભી થાય છે.

IFM
શંકર પોતાની રૂપિયાની શોધમાં દોસ્ત રચવિન્દર અને જસ્મિનને પણ લગાવી દે છે. આ દરમિયાન ડોનનો છોકરો જેમ પોતાના પૈસા અને શંકરની શોધમાં બેંકોક આવી પહોંચે છે. જેનાથી શંકરની મુશ્કેલીઓ વધી જાય છે.

કેટલીય મજેદાર ગડબડો થાય છે અને તેનાથી હાસ્ય સર્જાય છે. શુ શંકર, ડોન અને તેના પુત્રથી બચી શકશે ? શુ તે જસ્મિનનું દિલ જીતી શકશે ? શુ તે પોતાના પૈસાને શોધી લેશે ? આ પ્રશ્નોના જવાબ મળશે 'બોમ્બે ટુ બેંકોક'માં.